Home> Spiritual
Advertisement
Prev
Next

Astro Tips: સૂતા પહેલા અવશ્ય કરો આ કામ, ઊંઘી ગયેલું તમારું નસીબ બદલાઈ જશે

Astro Tips before Sleeping : જો વ્યક્તિને ઊંઘ સારી ન આવે તો તેની અસર કરિયર અને જીવનશૈલી પર જોવા મળે છે. જેના કારણે તમે ઘણીવાર જે કરવા ઈચ્છો છો તે કરી શકતા નથી. તેથી સૂતા પહેલા કેટલાક કામ જરૂર કરવા જોઈએ. જેથી તમારૂ સૂતેલું ભાગ્ય ચમકી શકે છે. 

Astro Tips: સૂતા પહેલા અવશ્ય કરો આ કામ, ઊંઘી ગયેલું તમારું નસીબ બદલાઈ જશે

નવી દિલ્હીઃ ઊંઘ સારી ન આવે તો વ્યક્તિનો આખો દિવસ ખરાબ રહે છે. તેથી ઊંઘ ખુબ મહત્વપૂર્ણ છે. પરંતુ શું તમે જાણો છો કે સૂતા પહેલા જો કેટલીક વસ્તુનું ધ્યાન રાખો છો તો તમારા ભાગ્યમાં ફેરફાર થઈ શકે છે. આવો જાણીએ સૂતા પહેલા કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

પૈસા ગણીને સૂવો
10 રૂપિયાની નોટને એક બંડલમાં રાખો અને રાત્રે સૂતા પહેલા દરરોજ તેની ગણતરી કરો. આમ દરરોજ કરવાનું છે. આમ કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધાર જોવા મળશે. 

ઘરમાં કપૂર પ્રગટાવો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં કપૂર પ્રગટાવવાથી સકારાત્મકતાનો સંચાર થાય છે. તેથી રાત્રે સૂતા પહેલા કપૂરને પ્રગટાવી ઘરમાં રાખી દો. આમ કરવાથી નકારાત્મકતા દૂર થાય છે. સાથે ઘરમાં સુખ શાંતિ બનેલી રહે છે. 

આ પણ વાંચોઃ ગ્રહોના રાજકુમાર બુધ થશે વક્રી, આ રાશિના જાતકોને ચારે દિશાઓથી મળશે સારા સમાચાર

સૂવા સમયે દિશાનું રાખો ધ્યાન
આ સિવાય રાત્રે સૂવા સમયે તમારી દિશાનું પણ ધ્યાન રાખો. જો સૂવા સમયે દિશા પર ધ્યાન રાખવામાં ન આવે તો તમારી ઊંઘ ખરાબ થઈ શકે છે. ધ્યાન રાખો કે રાત્રે સૂવા સમયે તમારા પગ દરવાજા તરફ ન હોવા જોઈએ.

ભગવાનને કરો પ્રાર્થના
સૂતા પહેલા પોતાના ઈષ્ટ દેવને પ્રાર્થના કરો. જો તમારી કોઈ મનોકામના છે તો તે ભગવાનને કહો. તેથી રાત્રે સૂતા પહેલા પ્રાર્થના જરૂર કરો. ત્યારે તમને દરેક સમસ્યાનું સમાધન મળી જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More