Home> Spiritual
Advertisement
Prev
Next

Astro Tips: આ દેવી-દેવતાઓ કાજુના ભોગથી તુરંત થાય છે પ્રસન્ન, જીવનમાં કરે છે ધન વર્ષા

Astro Tips: ભગવાનની જે વસ્તુ ભોગમાં ધરાવવામાં આવી હોય છે તે પૂજા પછી ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર દરેક દેવી-દેવતા ને કેટલાક ભોગ ખૂબ જ પ્રિય હોય છે. જો આ વસ્તુઓને ભોગમાં ધરાવવામાં આવે તો તેઓ ઝડપથી પ્રસન્ન થાય છે.

Astro Tips: આ દેવી-દેવતાઓ કાજુના ભોગથી તુરંત થાય છે પ્રસન્ન, જીવનમાં કરે છે ધન વર્ષા

Astro Tips: હિન્દુ ધર્મમાં રોજ ઘરમાં પૂજાપાઠ કરવાનું કહેવામાં આવ્યો છે. દરેક ઘરમાં પૂજા કર્યા પછી ભગવાનને ભોગ ધરાવવાની પણ પ્રથા હોય છે. ભગવાનની જે વસ્તુ ભોગમાં ધરાવવામાં આવી હોય છે તે પૂજા પછી ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર દરેક દેવી-દેવતા ને કેટલાક ભોગ ખૂબ જ પ્રિય હોય છે. જો આ વસ્તુઓને ભોગમાં ધરાવવામાં આવે તો તેઓ ઝડપથી પ્રસન્ન થાય છે.

પોતાના ઇષ્ટદેવને ભોગ ધરાવ્યા પછી તે પ્રસાદ ગ્રહણ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. ભગવાનનો પ્રસાદ લેવાથી મન શાંત પણ રહે છે. ભગવાનના ભોગની વાત કરીએ તો ભગવાન ગણેશને મોદક, બજરંગ બલીને બુંદીના લાડુ, માતાજીને હલવા-પુરી ખૂબ જ પ્રિય હોય છે. આ સિવાય ત્રણ ભગવાન એવા છે જેને કાજુનું ભોગ ધરાવવો પણ શુભ ગણાય છે. જો તમે કાજુ ભોગમાં ધરાવો છો તો આ દેવી-દેવતા તુરંત પ્રસન્ન થાય છે અને મનોકામના પૂર્ણ કરે છે. 

આ પણ વાંચો: Astro Tips: અજમાવો આ 8 માંથી કોઈ એક ઉપાય, ગરીબી, નિષ્ફળતા અને સમસ્યાઓથી મળશે મુક્તિ

ભગવાન ગણેશ

આમ તો ભગવાન ગણેશને મોદક અતિ પ્રિય છે. પરંતુ જો બુધવારના દિવસે તમે ભગવાનને કાજુનો ભોગ ધરાવો છો તો દરેક મનોકામના તેઓ પૂરી કરે છે. સાથે જ બુધ ગ્રહ સંબંધિત દોષ પણ દૂર થાય છે. 

માતા લક્ષ્મી

શાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મીને ખીર અતિપ્રિય છે. પરંતુ શુક્રવારના દિવસે માતાજીને જો તમે કાજુનો ભોગ ધરાવો છો તો તે ઝડપથી પ્રસન્ન થાય છે. શુક્રવારે માં લક્ષ્મીને કાજુ ધરાવવાથી ઘરમાં ધન ધાન્ય વધે છે.

આ પણ વાંચો: એક રાશિમાં બે શક્તિશાળી ગ્રહોનું થશે મિલન, 15 વર્ષ પછી જોરમાં આવશે આ લોકોનું ભાગ્ય

ભગવાન શિવ

શાસ્ત્ર અનુસાર ભગવાન શિવ પોતાના ભક્તો પર તુરંત પ્રસન્ન થાય છે. ભગવાન શિવને સૌથી વધારે દૂધ, દહીં, ભાંગ, ધતુરો અર્પણ કરવામાં આવે છે. પરંતુ સોમવારના દિવસે શિવજીને કાજુનો ભોગ ધરાવવાથી તેઓ મનોકામના પૂર્ણ કરે છે. ભગવાન શિવને કાજુનો ભોગ ધરાવવાથી તેમના આશીર્વાદથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સંપન્નતા વધે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More