Home> Spiritual
Advertisement
Prev
Next

Goddess Lakshmi: જીવનમાં તમામ સુખ પ્રાપ્ત કરવા શુક્રવારે કરો અષ્ટલક્ષ્મીની પૂજા, આ મંત્રોના જાપથી શીઘ્ર થશે લાભ

Goddess Lakshmi: દેવી લક્ષ્મી પ્રેમ, સુંદરતા અને સમૃદ્ધિનો અવતાર છે અને તેઓ ભગવાન વિષ્ણુના અર્ધાંગિની છે. માતા લક્ષ્મીના પણ અલગ અલગ સ્વરુપ છે. આજે તમને માતા લક્ષ્મીના અલગ અલગ સ્વરુપ અને તેમને પ્રસન્ન કરવાના મંત્રો વિશે જણાવીએ.

Goddess Lakshmi: જીવનમાં તમામ સુખ પ્રાપ્ત કરવા શુક્રવારે કરો અષ્ટલક્ષ્મીની પૂજા, આ મંત્રોના જાપથી શીઘ્ર થશે લાભ

Goddess Lakshmi:હિન્દુ ધર્મમાં મહાલક્ષ્મીને સંપત્તિ, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવી માનવામાં આવે છે. દેવી લક્ષ્મી પ્રેમ, સુંદરતા અને સમૃદ્ધિનો અવતાર છે અને તેઓ ભગવાન વિષ્ણુના અર્ધાંગિની છે. માતા લક્ષ્મીના પણ અલગ અલગ સ્વરુપ છે. આજે તમને માતા લક્ષ્મીના અલગ અલગ સ્વરુપ અને તેમને પ્રસન્ન કરવાના મંત્રો વિશે જણાવીએ.

આ પણ વાંચો: એક મહિનામાં બે વાર રાશિ બદલશે શુક્ર, નોકરી અને વેપારમાં 5 રાશિના લોકોને થશે બંપર લાભ

ધાર્મિક ગ્રંથો અનુસાર મહાલક્ષ્મીનું પ્રાગટ્ય ક્ષીરસાગરમાંથી સમુદ્ર મંથન સમયે થયું હતું. ત્યાર પછી તેમણે ભગવાન વિષ્ણુને વર તરીકે સ્વીકાર્યા હતા. અલગ અલગ ધાર્મિક ગ્રંથોમાં મહાલક્ષ્મીને સપ્તર્ષિઓમાંથી એક મહર્ષિ  ભૃગુની સુપુત્રી પણ કહેવાયા છે. ગ્રંથોમાં કહેવાયું છે કે સમુદ્ર મંથન સમયે મહાલક્ષ્મીનો પુર્નજન્મ થયો હતો અને ત્યાર પછીથી તેઓ ભગવાન વિષ્ણુ સાથે તે વૈકુંઠ લોકમાં વાસ કરે છે.

આ પણ વાંચો: કુંભ રાશિમાં શનિના ઉદય સાથે આ 3 રાશિઓના મુશ્કેલ સમયનો અંત આવશે, શરુ થશે સારો સમય

જ્યારે જ્યારે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર અવતાર લીધો ત્યારે માતા મહાલક્ષ્મી પણ તેમના પત્ની તરીકે પૃથ્વી પર અવતારિત થયા હતા. આ સિવાય પણ મહાલક્ષ્મીના અલગ અલગ સ્વરૂપ પણ છે. જે નીચે દર્શાવ્યા અનુસાર છે.

માતા લક્ષ્મીના આઠ સ્વરુપ

આ પણ વાંચો: Panchak March 2024: માર્ચ મહિનાની કઈ તારીખે શરુ થશે પંચક ? જાણો પંચકમાં શું ન કરવું

આદિલક્ષ્મી 
ધનલક્ષ્મી 
ધાન્યલક્ષ્મી 
ગજલક્ષ્મી  
સંતાનલક્ષ્મી 
વીરલક્ષ્મી
વિજયલક્ષ્મી
એશ્વર્યલક્ષ્મી 

દેવી મહાલક્ષ્મીના આ આઠ સ્વરૂપની સંયુક્ત રૂપે પૂજા કરવામાં આવે છે. તેને અષ્ટલક્ષ્મી પણ કહેવાય છે. કહેવાય છે કે જે ઘરમાં અષ્ટલક્ષ્મીની પૂજા થતી હોય ત્યાં સુખ સમૃદ્ધિ હંમેશા રહે છે. 

આ પણ વાંચો: Mangal Gochar 2024: માર્ચ મહિનામાં કુંભ રાશિમાં પ્રવેશ કરશે મંગળ, 4 રાશિઓને થશે લાભ

દેવી લક્ષ્મીના ચમત્કારી મંત્ર

ॐ હ્રીં શ્રીં લક્ષ્મીભયો નમ:
ॐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ
ॐ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મયૈ નમ:
ॐ શ્રી મહાલક્ષ્મ્યૈ ચ વિદ્મહે વિષ્ણુ પત્ન્યૈ ચ ધીમહિ, તન્નો લક્ષ્મી પ્રચોદયાત્ ॐ

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More