Home> Spiritual
Advertisement
Prev
Next

અંબાજીનો પ્રસાદ હવે મા અંબાના ભરોસે : અગાઉ ભેળસેળ કરનારી સંસ્થાને ટેન્ડર વગર પધરાવી દેવાયો કોન્ટ્રાક્ટ

ambaji temple mohanthal prasad : યાત્રાધામ અંબાજીમાં હવેથી ટચ સ્ટોન ફાઉન્ડેશન મોહનથાળનો પ્રસાદ બનાવવાની શરૂઆત કરી... મોહિની કેટરર્સ વિવાદમાં આવ્યા બાદ તેનું ટેન્ડર રિન્યુ કરાયું ન હતું... અંબાજી માં શ્રદ્ધાળુઓના મતે પ્રસાદ કોઈપણ બનાવે તેની ગુણવત્તા જળવાયેલી રહેવી જોઈએ 

અંબાજીનો પ્રસાદ હવે મા અંબાના ભરોસે : અગાઉ ભેળસેળ કરનારી સંસ્થાને ટેન્ડર વગર પધરાવી દેવાયો કોન્ટ્રાક્ટ

Ambaji Mohanthal Prasad : ઘીમાં ભેળસેળ પકડાયા બાદ અંબાજી મંદિરમાં મોહનથાળ બનાવતા મોહિની કેટરર્સ પાસેથી કોન્ટ્રાક્ટ લઈ લેવાયો હતો. પરંતું તંત્ર દ્વારા અન્ય બ્લેક લિસ્ટ કરાયેલી કંપનીને જ અંબાજીમાં મોહનથાળ બનાવવાનો ઓર્ડર આપ્યો છે. અંબાજી મંદિરે વિવાદાસ્પટ ટચ સ્ટોન ફાઉન્ડેશનને પ્રસાદ બનાવવાનો ઓર્ડર આપ્યો છે. જે એક સમયે ખુદ ભેળસેળ કરતા પકડાઈ હતી. 

ટેન્ડર વગર ટચ સ્ટોન ફાઉન્ડેશનને કોન્ટ્રાક્ટ અપાયો 
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટમાં પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ બદલાયો છે. અગાઉ પ્રસાદ બનાવતી મોહિની કેટરર્સને ઘીના ગોટાળા મામલે બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી હતી. ત્યારબાદ અંબાજી મંદિરે પોતે પ્રસાદ બનાવવાની શરૂઆત કરી હતી. પરંતું હવે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરી સ્ટોન ટચ ફાઉન્ડેશનને આપવામાં આવ્યો છે. જેથી હવે ટચ સ્ટોન ફાઉન્ડેશન દ્વારા પ્રસાદ બનાવવાની કામગીરીની શરૂઆત કરાઈ છે. બીજી ચર્ચા એ પણ છે કે, વગર ટેન્ડરે ટચ સ્ટોન ફાઉન્ડેશનને કોન્ટ્રાક્ટ પધરાવી દેવાયો. 

સુરતની આ વડાપાઉ રેસિપી જોઈને ભડક્યા યુઝર્સ, કહ્યું-આ તો વડાપાવની હત્યા છે

ટચ સ્ટોન ફાઉન્ડેશન પણ ભેળસેળ કરતા પકડાયું છે 
જેને પ્રસાદ બનાવવાનો નવો કોન્ટ્રાક્ટ સોંપાયો છે તે ટચ સ્ટોન ફાઉન્ડેશનનો ભૂતકાળ પણ વિવાદાસ્પદ રહ્યો છે. ટચ સ્ટોન ફાઉન્ડેશન અગાઉ પણ મોહનથાળના પ્રસાદમાં ભેળસેળ કરવા બાબતે દંડનીયય કાર્યવાહી ભોગવી ચુક્યું છે. 2014 ના વર્ષમાં પણ આ ફાઉન્ડેશનને ટેન્ડર વગર કોન્ટ્રાક્ટ સોંપાયો હતો. સાથે જ ભોજનાલયનું કામ પણ સોંપાયું હતું. તો 2015 ના વર્ષમાં તે સમયના નાયબ મામલતદાર એમકે પટેલ દ્વારા આ સંસ્થાને મોહનથાળની પ્રસાદીમાં ભેળસેળ કરતા રંગેહાથ ઝડપી લેવાઈ હતી. વર્ષ 2014 માં ટેન્ડર વગર ઉંચા ભાવથી કામ આપી દીધાના વિરોધમાં એક માઈભક્ત દ્વારા નામદાર હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના બાદ નવુ ટેન્ડર બહાર પડાયુ હતું. 

ગુજરાત પર અણધારી આફત આવી પડી! આજથી અનેક જિલ્લાઓમાં માવઠાની આગાહી

આમ, ફરી એકવાર વિવાદિત ફાઉન્ડેશનના હાથમાં પ્રસાદનો કાર્યભાર સોંપાયો છે. જ્યાં લાખોના દાનનો વહીવટ થતો હોય ત્યાં ટેન્ડર સાથે પારદર્શી વહીવટ થાય તે જરૂરી છે. છતાં ફરી એકવાર ભક્તોની લાગણી સાથે ચેડા થઈ રહ્યાં છે. 

મંદિરના પ્રસાદમાં લાખો શ્રદ્ધાળુઓની આસ્થા સમાયેલી છે. શ્રદ્ધાળુઓના મતે પ્રસાદ કોઈપણ બનાવે તેની ગુણવત્તા જળવાયેલી રહેવી જોઈએ. યાત્રિકોને શુદ્ધ અને સાત્વિક પ્રસાદ મળે તે જરૂરી છે. 

ધોરણ 10 અને 12 ની પરીક્ષા ફી વધારીને શિક્ષણ બોર્ડ બનશે માલામાલ, થશે આટલા કરોડોની આવક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More