Home> Spiritual
Advertisement
Prev
Next

સ્વામીનારાયણ ભગવાને પહેર્યા ભક્તોએ બનાવેલ રાખડીના વાઘા, રક્ષાબંધનનો વિશેષ શણગાર

Ahmedabad News : કુમકુમ મંદિરની ર૦ બહેનોએ ૭ દિવસના અંતે આ જાતે મંદિરમાં બેસીને રાખડીઓ તૈયાર કરી અને ભગવાનના વાઘા પણ તૈયાર કર્યા

સ્વામીનારાયણ ભગવાને પહેર્યા ભક્તોએ બનાવેલ રાખડીના વાઘા, રક્ષાબંધનનો વિશેષ શણગાર

Raksha Bandhan અતુલ તિવારી/અમદાવાદ : કુમકુમ મંદિર ખાતે 505 રાખડીના શ્રી સ્વામિનારાયણ ભગવાનને શણગાર ધરાવવામાં આવ્યા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનને આજથી ર૦૦ વર્ષ પહેલા પણ ભક્તો રાખડી બાંધતા હતા. ત્યારે કુમકુમ મંદિરની ર૦ બહેનોએ ૭ દિવસના અંતે જાતે રાખડીઓ બનાવી અને પછી તેમાંથી વાઘા તૈયાર કર્યા છે. અમદાવાદ શહેરના સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનને 505 રાખડીના ભવ્ય વાઘા તૈયાર કરીને શણગાર ધરાવવામાં આવ્યા હતા. જેના દર્શન દેશ વિદેશના ભક્તો કરી શકે તે માટે સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, કુમકુમ મંદિરની ર૦ બહેનોએ ૭ દિવસના અંતે આ જાતે મંદિરમાં બેસીને રાખડીઓ તૈયાર કરી અને ભગવાનના વાઘા પણ તૈયાર કર્યા છે. રાખડી તૈયાર કરવા માટેનો ખર્ચ પણ બહેનોએ પોતે ઘરમાંથી બચત કરીને કાઢ્યો હતો અને ભગવાનની રાખડી માટે સેવા કરી છે. ભગવાન પોતાના ભાઈની દોષો થકી રક્ષા કરે અને આલોક પરલોકમાં સુખી રાખે તેવા ભાવથી રાખડીઓ તૈયાર કરી છે. આ બહેનો છેલ્લા સાત વર્ષથી આવી રીતે રાખડીના શણગાર તૈયાર કરે છે.

રાજકીય વર્તુળોમાં શંકર ચૌધરીની ચર્ચા, E-વિધાન પ્રોજેક્ટને સફળ બનાવી બીજું શું લાવશે?

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, કુમકુમ મંદિરની બહેનોએ પોતાના ભાઈઓને શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ મળે તો, તેઓ આલોક અને પરલોકમાં સુખી થાય, ભગવાન તેમની કામ,ક્રોધાદી દોષોથી રક્ષા કરી અને તેમને સુખી રાખે તેવા હેતુ થી આ રાખડીના શણગાર કરવામાં આવે છે.

શ્રાવણી પૂર્ણિમાને સમગ્ર ભારતવર્ષ “રક્ષાબંધન”ના પવિત્ર પર્વ તરીકે ઉજવે છે.શ્રાવણ સુદ - પૂનમને નારિયેળી પૂનમ પણ કહેવાય છે. રક્ષાબંધનનો તહેવાર એટલે આજના સમય પ્રમાણે તેને સિસ્ટર્સ ડે કહેવાય. રક્ષાબંધન એ ભાઈ અને બહેનના પ્રેમ અને પરાક્રમના મિલનનું પર્વ છે.

વાલીઓ નાઈટ ડ્રેસ કે ટૂંકાં કપડા પહેરી નહિ આવી શકે, ગુજરાતના આ શહેરમા મૂકાયો પ્રતિબંધ

શ્રાવણી પૂનમ - રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ અનેક વખત ઉજવ્યો છે. શ્રીજીમહારાજને અનેક પ્રેમી ભક્તો રાખડીઓ બાંધતા. શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે કે, કરજીસણ ગામના ગોવિંદભાઈ સાઈઠ - સાઈઠ ગાઉ ચાલીને પણ શ્રી સ્વામિનારાયણ ભગવાનને રાખડી બાંધવા ગઢપુર આવતા હતા. સદ્‌.શ્રી પ્રેમાનંદ સ્વામી આદી અનેક સંતોએ ભક્તો ભગવાનને રાખડી બાંધી હતી તેના અનેક કીર્તનો પણ રચ્યા છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના અનેકાનેક મંદિરોમાં આ પરંપરા આજેય જોવા મળે છે. રક્ષાબંધનના દિવસે સંતો - ભક્તો આ દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાનને રાખડી બાંધીને પૂજન કરીને પોતાના દોષોથી રક્ષણ કરવાની યાચના કરે છે. આપણે પણ મંદિરમાં જઈને શ્રી સ્વામિનારાયણ ભગવાનના અને સંતોના દર્શન કરીએ અને આપણામાં દોષો નાશ પામે, સત્સંગમાં આપણી વૃદ્ધિ થાય એ માટે પ્રાર્થના કરીએ અને ભગવાનની પ્રસાદીમય રાખડી અંગીકાર કરીને નિર્ભય બનીએ.

જયેશ રાદડિયાએ નામ લીધા વિના અનેક આગેવાનોને ઝાટકી નાંખ્યા, કહ્યું-સાનમાં સમજી જજો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More