Home> Spiritual
Advertisement
Prev
Next

Gajlaxmi Rajyog 2023: Holi બાદ બની રહ્યો છે ગજલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિવાળા પાસે ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસા!

Gajlaxmi Rajyog After Holi: રંગોનો તહેવાર હોળી આવવાનો છે. સનાતન ધર્મમાં હોળી એક ખુબ મહત્વનો તહેવાર ગણવામાં આવે છે. હિન્દુ પંચાગ મુજબ આ વર્ષે હોળી દહન 7 માર્ચના રોજ થશે અને 8મી માર્ચે  ધૂળેટીનો તહેવાર ઉજવાશે. જ્યોતિષ શાસ્ત્રીઓનું કહેવું છે કે હોળી બાદ ગ્રહોની ચાલ એક ખુબ જ શુભ રાજયોગનું નિર્માણ કરશે.

Gajlaxmi Rajyog 2023: Holi બાદ બની રહ્યો છે ગજલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિવાળા પાસે ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસા!

Gajlaxmi Rajyog After Holi: રંગોનો તહેવાર હોળી આવવાનો છે. સનાતન ધર્મમાં હોળી એક ખુબ મહત્વનો તહેવાર ગણવામાં આવે છે. હિન્દુ પંચાગ મુજબ આ વર્ષે હોળી દહન 7 માર્ચના રોજ થશે અને 8મી માર્ચે  ધૂળેટીનો તહેવાર ઉજવાશે. જ્યોતિષ શાસ્ત્રીઓનું કહેવું છે કે હોળી બાદ ગ્રહોની ચાલ એક ખુબ જ શુભ રાજયોગનું નિર્માણ કરશે. આ રાજયોગ બનતા જ 3 રાશિના જાતકોને અપાર ધનની પ્રાપ્તિ થઈ શકે છે. 

આ શુભ રાજયોગનું થશે નિર્માણ
જ્યોતિષ ગણતરી મુજબ આ વર્ષે દેવ ગુરુ બૃહસ્પતિ ફક્ત એક જ વાર પોતાની ચાલ બદલશે. 22 એપ્રિલના રોજ બૃહસ્પતિ મેષ રાશિમાં ગોચર કરશે. આ રાશિમાં પહેલેથી ચંદ્રમા પહેલેથી જ ઉપસ્થિત રહેશે. મેષ રાશિમાં ગુરુ અને ચંદ્રમા એક સાથે આવવાથી ગજલક્ષ્મી રાજયોગનું નિર્માણ થશે. જ્યોતિષોનું કહેવું છે કે ગજલક્ષ્મી રાજયોગ 3 રાશિના જાતકો માટે અત્યંત શુભ રહેવાનો છે. આ રાજયોગ કેટલાક જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત કરી શકે છે. જે લોકો લાંબા સમયથી રૂપિયા પૈસાની તંગી ઝેલી રહ્યા હતા તેમની સમસ્યાનો પણ ઉકેલ આવી શકે છે. 

મેષ રાશિ
ગજલક્ષ્મી યોગનું નિર્માણ તમારી રાશિના લગ્ન ભાવમાં થવા જઈ રહ્યો છે. આ રાજયોગ મેષ રાશિના જાતકોને આર્થિક મોરચે મજબૂતી આપશે. તમને રૂપિયા પૈસાનો લાભ થશે. આર્થિક ક્ષેત્રમાં તમે ખુબ પ્રગતિ, ઉન્નતિ કરશો. આ સિવાય નોકરીમાં પ્રમોશન અને ઈન્ક્રિમેન્ટ થવાની સંભાવનાઓ છે. ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે. માન સન્માન વધશે. તમારા લાંબા સમયથી અટકેલા કાર્યો પણ આ સમયગાળામાં પૂરા થઈ શકે છે. 

ક્યારે છે ચૈત્ર નવરાત્રી ? જાણો તારીખ, પૂજાવિધી અને કળશ સ્થાપન માટેનું શુભ મૂહુર્ત

12 વર્ષ બાદ આ 2 ગ્રહો મચાવશે એવી ધમાચકડી, આ 3 રાશિવાળાને થશે ધન-સંપત્તિના ઢગલા

આ 3 રાશિઓ માટે લકી રહેશે બુધાદિત્ય યોગ, 15 માર્ચ સુધી થશે લાભ જ લાભ

મિથુન રાશિ
ધનલક્ષ્મી રાજયોગથી જેને લાભ થવાનો છે તે બીજી રાશિ છે મિથુન. આ શુભ રાજયોગના કારણે મિથુન રાશિના જાતકોને શુભ  પરિણામ જોવા મળશે. દેવગુરુ બૃહસ્પતિ તમારા ભાગ્યોદયમાં વધારો  કરશે. નોકરીયાતોના પ્રદર્શનમાં નિખાર આવશે. વેપારી વર્ગને પણ અપાર ધન લાભ થવાની પ્રબળ સંભાવનાઓ છે. સફળતા તમારા ચરણ ચૂમશે. ફસાયેલા કામો સરળતાથી પૂરા થશે. આર્થિક યોજનાઓથી લાંબા સમય સુધી લાભ મળશે. વિવાહના પ્રસ્તાવ પણ તમને મળી શકે છે. 

ધનુ રાશિ
મેષ રાશિમાં બની રહેલો ગજલક્ષ્મી રાજયોગ ધનુ રાશિના જાતકો માટે પણ લાભકારી સિદ્ધ થશે. નોકરી હોય કે વેપાર ધનુ રાશિના જાતકો ચારેબાજુથી લાભ મેળવશે. તમારી આવકમાં વૃદ્ધિના યોગ જોવા મળે છે. તમારી આવકના સ્ત્રોત પણ વધી શકે છે. કરિયરમાં પ્રગતિ જોવા મળશે. ક્યાંકથી સારી નોકરીની ઓફર પણ મળી શકે છે. વિવાહના યોગ બની રહ્યા છે. દાંપત્ય જીવન માટે પણ સારો સમય જોવા મળી રહ્યો છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More