Home> Spiritual
Advertisement
Prev
Next

Positive Quotes: શ્રીમદ્ભગવત ગીતાના આ 6 ઉપદેશ હંમેશા રાખો યાદ, મુશ્કેલ સમયને પાર કરવાની મળશે તાકત

Positive Quotes: ભગવદ ગીતાનું જ્ઞાન વ્યક્તિને જીવન જીવવામાં ઉપયોગી સાબિત થાય છે. ભગવદ ગીતા સંપૂર્ણ જીવન દર્શન છે જેનું અનુસરણ કરનાર વ્યક્તિ સર્વ શ્રેષ્ઠ બને છે. જીવનમાં પરિસ્થિતિઓ કેટલી પણ ખરાબ આવે જે વ્યક્તિ ભગવત ગીતાના 6 ઉપદેશને યાદ રાખે છે તે દરેક સ્થિતિમાંથી સફળ થઈને પાર આવે છે. 

Positive Quotes: શ્રીમદ્ભગવત ગીતાના આ 6 ઉપદેશ હંમેશા રાખો યાદ, મુશ્કેલ સમયને પાર કરવાની મળશે તાકત

Positive Quotes: શ્રીમદ્ ભગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશોનું વર્ણન છે. ગીતાના ઉપદેશ શ્રીકૃષ્ણ ભગવાને મહાભારતના યુદ્ધ દરમ્યાન અર્જુનને આપ્યા હતા. ગીતામાં કહેવામાં આવેલા ઉપદેશ આજે પણ એટલા જ પ્રાસંગિક છે અને વ્યક્તિને જીવન જીવવાની સાચી રાહ દેખાડે છે. જો વ્યક્તિ ભગવત ગીતાની આ વાતોને જીવનમાં અપનાવે છે તો તે સફળ થાય છે. 

આ પણ વાંચો: Guruwar ke Upay: ગુરુવારે કરેલા આ સરળ કામથી ઘરમાં વધે છે રુપિયાની આવક

ભગવત ગીતા એવો ગ્રંથ છે જે વ્યક્તિને જીવન જીવવાની સાચી રાહ દેખાડે છે. ભગવત ગીતામાં જીવનમાં ધર્મ અને પ્રેમનું શું મહત્વ છે તે પણ દર્શાવવામાં આવ્યું છે. ભગવદ ગીતાનું જ્ઞાન વ્યક્તિને જીવન જીવવામાં ઉપયોગી સાબિત થાય છે. ભગવદ ગીતા સંપૂર્ણ જીવન દર્શન છે જેનું અનુસરણ કરનાર વ્યક્તિ સર્વ શ્રેષ્ઠ બને છે. જીવનમાં પરિસ્થિતિઓ કેટલી પણ ખરાબ આવે જે વ્યક્તિ ભગવત ગીતાના 6 ઉપદેશને યાદ રાખે છે તે દરેક સ્થિતિમાંથી સફળ થઈને પાર આવે છે. 

આ પણ વાંચો: Pearl : કઈ રાશિઓ માટે મોતી શુભ? કયા રત્ન સાથે મોતી ન પહેરવું ? જાણી લો મહત્વના નિયમ

શ્રીમદ્ ભગવત ગીતાના અનમોલ ઉપદેશ 

- ભગવત ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, પરિસ્થિતિ ગમે એટલી ખરાબ હોય તે હંમેશા એક જેવી નથી રહેતી, તે બદલે છે. તેથી માણસે હિંમત હારવી નહીં. કોઈપણ વ્યક્તિ સાથે ઈશ્વર અન્યાય નથી કરતા ઈશ્વર વ્યક્તિને ત્યારે જ બધું આપે છે જ્યારે તે લાયક થાય છે 

- ભગવત ગીતામાં ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે વ્યક્તિ જે ઈચ્છે તે બની શકે છે પરંતુ તેણે વિશ્વાસ રાખીને ઇચ્છિત વસ્તુ પર સતત ચિંતન કરવું પડે છે. આ સિવાય ક્યારેય કોઈ વ્યક્તિ સાથ આપતું નથી વ્યક્તિએ પોતે જ લડવું પડે છે અને પોતાની જાતને સંભાળવી પડે છે. 

આ પણ વાંચો: મહેનત કર્યા પછી પણ નથી બરકત ? આજથી જ શરુ કરો આ 5 કામ, વધવા લાગશે બેંક બેલેન્સ

- શ્રીમદ ભગવત ગીતા અનુસાર જીવનમાં કોઈપણ સ્થાયી નથી તેથી કોઈપણ પરિસ્થિતિને લઈને વધારે ચિંતા કરવી નહીં. 

- કોઈપણ વ્યક્તિની સાથે રહેવાથી ક્યારેય ખુશી નથી મળતી કે લક્ષ પ્રાપ્ત નથી કરી શકાતું તેથી મનુષ્યએ હંમેશા પોતાના કર્મો પર વિશ્વાસ રાખીને એકલા ચાલવું જોઈએ. 

આ પણ વાંચો: Shukra Gochar 2024: આજથી આ 6 રાશિઓનો લોકો કરશે દિવસ-રાત જલસા, શરુ થયો સારો સમય

- ભગવત ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે બીજાનું અનુસરણ કે નકલ કરવાને બદલે વ્યક્તિએ પોતાની જાતને ઓળખવી જોઈએ અને પોતાના વિચારોનું અનુકરણ કરવું જોઈએ. જો બીજાનું અનુસરણ કરશો તો મનમાં હંમેશા ભય રહેશે.

- ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે મનમાંથી ડર હટાવવો હોય તો એક જ ઉપાય છે. પોતાના સ્વધર્મને ઓળખો અને તેના પર જ જીવન જીવો.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More