Home> Spiritual
Advertisement
Prev
Next

5000 વર્ષ જુનું મહાદેવનું આ મંદિર છે ચમત્કારી, અહીં પૂજા કરવાથી ભક્તોને અકાળ મૃત્યુના ભય અને રોગોથી મળે છે મુક્તિ

Markandeshwar Mahadev: આ મંદિરમાં શિવલિંગ પણ દક્ષિણ દિશા તરફ મુખ ધરાવે છે. દક્ષિણ દિશા યમરાજની દિશામાં માનવામાં આવે છે. માનવામાં આવે છે કે ભક્તોની રક્ષા કરવા માટે મહાકાલ સતત કાળને જોતા રહે છે. માર્કડેય મહાદેવની પૂજા કરીને ભક્તોને આયુષ્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. મહાદેવના આ ચમત્કારના કારણે વર્ષ દરમિયાન અહીં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટે છે.

5000 વર્ષ જુનું મહાદેવનું આ મંદિર છે ચમત્કારી, અહીં પૂજા કરવાથી ભક્તોને અકાળ મૃત્યુના ભય અને રોગોથી મળે છે મુક્તિ

Markandeshwar Mahadev: ભારત મંદિરોનો દેશ છે અહીં માતાજી, ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના હજારો મંદિરો આવેલા છે. તેમાંથી કેટલાક મંદિરનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે દુનિયાભરના શિવ ભક્તો શિવ ભક્તિમાં લીન જોવા મળે છે. ભગવાન શિવના નાના-મોટા અનેક મંદિરોએ ભક્તોની ભીડ જોવા મળે છે. આજે તમને મહાદેવના એક આવા જ ચમત્કારિક મંદિર વિશે જણાવીએ. આ મંદિર 5000 વર્ષ જૂનું છે અને આ મંદિર વિશે માન્યતા છે કે અહીં પૂજા કરવાથી ભક્તોને નીરોગી કાયા અને અકાલ મૃત્યુના ભયથી મુક્તિ મળે છે.

આ પણ વાંચો:

Vakri Shani: આ 3 રાશિના લોકો સ્વાસ્થ્યનું રાખે ખાસ ધ્યાન, વધશે શારીરિક કષ્ટ

પૈસાની તંગીથી જીવન છે બેહાલ ? તો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકે છે આ 3 ટોટકા

શુક્ર ગ્રહનો સિંહ રાશિમાં પ્રવેશ, આજથી બદલી જશે આ રાશિઓનો સમય, વધશે પદ અને પૈસા

ધર્મનગરી ઉજ્જૈનમાં ભગવાન શિવનું આ ચમત્કારી મંદિર આવેલું છે. આ મંદિર 5000 વર્ષ જૂનું હોવાની માન્યતા છે. આ મંદિરનું નિર્માણ સમ્રાટ વિક્રમાદિત્યના શાસનકાળ દરમિયાન થયું હોવાનું માનવામાં આવે છે. આ મંદિર વિશે કહેવાય છે કે ભક્તની રક્ષા કરવા માટે ભગવાન શિવ અહીં પ્રગટ થયા હતા અને તેમણે યમરાજને સાંકળ વડે બાંધી દીધા હતા. આ મંદિર સાથે અન્ય એક કથા પણ જોડાયેલી છે.

આ કથા અનુસાર અહીં ઋષિ મૃકંડે ભગવાન બ્રહ્માની તપસ્યા કરીને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ મેળવ્યા હતા. પરંતુ તેમના પુત્ર માર્કડેયનું આયુષ્ય અલ્પ હતું. જેને લઈને ઋષિ આ વાતને લઈ ચિંતામાં રહેતા હતા. પિતાને ચિંતામાં જોઈને પુત્ર માર્કડેય પણ ચિંતિત રહેતો હતો. એક દિવસ પુત્ર એ પિતાને તેની ચિંતા નું કારણ પૂછ્યું અને માર્કડેયને તેના પિતાએ બધી જ વાત જણાવી. માર્કડેયે પિતાનું દુઃખ દૂર કરવા માટે અને દીર્ઘ આયુષ્યની કામના માટે આ જગ્યા પર મહાદેવની કઠોર તપસ્યા કરી. જ્યારે તે 12 વર્ષના થયા અને યમરાજ તેને લેવા આવ્યા તો ઋષિ માર્કડેયે ભગવાન શિવની પ્રતિમાને બંને હાથે પકડી લીધી. 

આ પણ વાંચો:

એક મહિના સુધી બે હાથે રુપિયા ભેગા કરશે આ રાશિના લોકો, રોકાણથી થશે જબરદસ્ત ફાયદો

7 જુલાઈથી સિંહ રાશિમાં સર્જાશે મંગળ અને શુક્રની યુતિ, મિથુન સહિત આ 4 રાશિઓને થશે લાભ

માન્યતા છે કે યમરાજે જ્યારે માર્કડેયના પ્રાણ લેવા માટે પાશ ફેક્યું તો ભગવાન શિવે તેની રક્ષા કરી અને મૃત્યુના દેવતા યમરાજને જ અહીં સાંકળ વડે બાંધી દીધા. ત્યારથી જ માન્યતા છે કે આ મંદિરમાં યમરાજ શિવજીના બંધનમાં બંધાયેલા છે.

આ મંદિરમાં શિવલિંગ પણ દક્ષિણ દિશા તરફ મુખ ધરાવે છે. દક્ષિણ દિશા યમરાજની દિશામાં માનવામાં આવે છે. માનવામાં આવે છે કે ભક્તોની રક્ષા કરવા માટે મહાકાલ સતત કાળને જોતા રહે છે. માર્કડેય મહાદેવની પૂજા કરીને ભક્તોને આયુષ્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. મહાદેવના આ ચમત્કારના કારણે વર્ષ દરમિયાન અહીં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટે છે. અહીં લોકો લાંબા આયુષ્ય અને નિરોગીકાયા માટે કામના કરે છે.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More