Home> Spiritual
Advertisement
Prev
Next

Vakri Shani: આ 3 રાશિના લોકો સ્વાસ્થ્યનું રાખે ખાસ ધ્યાન, વક્રી શનિના કારણે વધશે શારીરિક કષ્ટ

Vakri Shani: શનિદેવની વક્રી ચાલ 3 રાશિના લોકોને સ્વાસ્થ્યની બાબતમાં સતર્ક રહેવાના સંકેત આપે છે. 17 જુને શનિ ગ્રહ વક્રી થયો છે. શનિ 4 નવેમ્બર સુધી વક્રી અવસ્થામાં ગોચર કરશે. આ સ્થિતિમાં ત્રણ રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. જો આ રાશિના લોકો સ્વાસ્થ્યને લઈને બેદરકારી દાખવશે તો ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.

Vakri Shani: આ 3 રાશિના લોકો સ્વાસ્થ્યનું રાખે ખાસ ધ્યાન, વક્રી શનિના કારણે વધશે શારીરિક કષ્ટ

Vakri Shani: શનિદેવની વક્રી ચાલ મકર, કુંભ અને મીન રાશિના લોકોને સ્વાસ્થ્યની બાબતમાં સતર્ક રહેવાના સંકેત આપે છે. 17 જુને શનિ ગ્રહ વક્રી થયો છે. શનિ 4 નવેમ્બર સુધી વક્રી અવસ્થામાં ગોચર કરશે. આ સ્થિતિમાં ત્રણ રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. જો આ રાશિના લોકો સ્વાસ્થ્યને લઈને બેદરકારી દાખવશે તો ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે કારણ કે વક્રી શનિ આ રાશિના જાતકોના સ્વાસ્થ્ય પર સૌથી વધુ અસર કરશે.

આ રાશિના લોકોએ સ્વાસ્થ્યનું રાખવું ધ્યાન

આ પણ વાંચો:

પૈસાની તંગીથી જીવન છે બેહાલ ? તો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકે છે આ 3 ટોટકા

એક મહિના સુધી બે હાથે રુપિયા ભેગા કરશે આ રાશિના લોકો, રોકાણથી થશે જબરદસ્ત ફાયદો

શુક્ર ગ્રહનો સિંહ રાશિમાં પ્રવેશ, આજથી બદલી જશે આ રાશિઓનો સમય, વધશે પદ અને પૈસા

મકર રાશિ

મકર રાશિના લોકોએ 4 નવેમ્બર સુધી પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. આ સમય દરમિયાન પોતાની ફિટનેસ પર ફોકસ કરવું અને ખાનપાન પર કંટ્રોલ રાખવો. ખાસ કરીને દાંતની સંભાળ રાખવી. મોઢા પર ઈજા થવાની સંભાવના છે તેથી વાહન ચલાવતી વખતે પણ સાવધાની રાખવી અને હેલ્મેટ પહેરવી. આ સમય દરમિયાન આંખ સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે. 

કુંભ રાશિ

કુંભ રાશિના લોકો માટે આ સમય માનસિક તણાવ ભર્યો રહેશે. શનિની સાડાસાતી ચાલી રહી છે અને શનિની વક્ર દ્રષ્ટિ આ સમય દરમિયાન કષ્ટ વધારી શકે છે. જો આ રાશિના લોકોની દવા ચાલતી હોય અથવા તો ડોક્ટરે કોઈ સલાહ આપી હોય તો તેનું ગંભીરતાથી પાલન કરવું અન્યથા ગંભીર પ્રણામ ભોગવવા પડી શકે છે. આ રાશિના જાતકો જો કોઈ નશો કરતા હોય તો તુરંત જ તેને છોડી દેવો નહીં તો આવનારા સમયમાં શારીરિક પીડા વધી શકે છે.

મીન રાશિ

મીન રાશિના લોકોએ પણ 4 નવેમ્બર સુધી સ્વાસ્થ્ય અને લઈને ખૂબ જ સાવધાન રહેવું જરૂરી છે. વક્રી શનિ સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. આ સમય દરમિયાન સર્વાઇકલ સ્પોન્ડીલાઈટીસ, ગરદનમાં દુખાવો, માથામાં દુખાવો, શરીરમાં પીડા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. શારીરિક સમસ્યાથી બચવા માટે નિયમિત રીતે વ્યાયામ કરવો અને કોઈ પણ સમસ્યા જણાય તો નિષ્ણાંતની મદદ લેવી.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More