Home> South Gujarat
Advertisement
Prev
Next

‘મારી સાસુએ મને કંઈ પીવડાવ્યું છે’ સુરતના ચકચારી મોનિકા સ્યૂસાઈડ કેસમા ઓડિયો ક્લિપ બની મોટો પુરાવો

Surat Woman Suicide : સુરતના વરાછામાં 29 વર્ષીય પરિણીતાના આપઘાતમાં ચોંકાવનારો ખુલાસો....આપઘાત કરનાર મોનિકા અને તેના પિતાની વાતચીતનો ઓડિયો આવ્યો સામે....ઓડિયોમાં મોનીકાએ પોતાની સાસુએ કંઈક પીવડાવી દીધુ હોવાની પિતાને કરી વાત....મોનિકાના પિતાએ સાસરિયાના 7 સભ્યો સામે નોંધાવી ફરિયાદ...

 ‘મારી સાસુએ મને કંઈ પીવડાવ્યું છે’ સુરતના ચકચારી મોનિકા સ્યૂસાઈડ કેસમા ઓડિયો ક્લિપ બની મોટો પુરાવો

Surat Woman Suicide ચેતન પટેલ/સુરત : મોટા વરાછામાં પરીણિતાને ઝેરી દવા પીવડાવવામાં આવી હોવાથી તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. મૃતક યુવતીના પિતાએ સાસરિયાઓ સામે આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. આ તપાસ વચ્ચે મોનિકાની તેના પિતા સાથેની એક ઓડિયો ક્લિપ પણ સામે આવી છે. જેમાં મોનિકા કહી રહી છે કે, એવું લાગે છે ખાવામાં કંઈક નાખી દીધું છે. 

સુરતના મોટા વરાછામાં રહેતી પરીણિતાને ઝેરી દવા પીધેલી હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેના પિતાએ ફરિયાદમાં કહ્યું હતું કે, તેમની દીકરીના આજથી 6 વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં અને એક સંતાન પણ છે. તેનો પતિ ટેનિશ વેકરિયા ઈઝરાયેલમાં હીરાનો ધંધો કરે છે. પતિ મારી દીકરીને વારંવાર કહેતો હતો કે, તું મને ગમતી નથી તેને બીજી કોઈ યુવતી સાથે આડા સંબંધો હોવાથી છુટાછેડા આપવા માટે દબાણ કરતો અને ત્રાસ આપતો હતો. સાસુ, સસરા, નણંદ અને નણદોઈ જસ્મીન પાદરિયા પણ મારી દીકરીને છેલ્લા બે મહિનાથી માનસિક ત્રાસ આપતા હતા. આ અંગે મારી દીકરીએ મને પણ જાણ કરી હતી. મારી દીકરીએ ફોન કરીને કહ્યું હતું કે, આ બધા મને જીવવા નહીં દે, બધા મને મારી નાખશે. મારી સાસુએ મને કંઈ પીવડાવી દીધું છે કહીને મોનિકાએ પિતાને હોસ્પિટલ લઈ જવા માટે કહ્યું હતું. હાલ તો મોનિકાની પિતાની ફરિયાદ આધારે ઉત્રાણ પોલીસે મોનિકાના પતિ સહિત સાસરિયાના 7 સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મોનિકા- પપ્પા તમે ક્યાં છો?
શાંતિભાઈ- ઓફિસે છું
મોનિકા- મને એવું લાગે છે મારે જીવવું છે પણ મારા નણંદ, મારા સાસુ અને જસ્મીન એ લોકો મારી સાથે ખરાબ વર્તન કરે છે.
શાંતિભાઈ- કેમ શું કહે છે?
મોનિકા- મારે જીવવું છે પણ સાસુ ખાવામાં કંઈક નાખી દીધું હોય એવું લાગે છે
શાંતિભાઈ- હે
મોનિકા-હેલો
શાંતિભાઈ- હા
મોનિકા- એવું લાગે છે ખાવામાં કંઈક નાખી દીધું છે. મારી સાસુ મને ધમકી આપે છે કે મારી છોકરી મામલતદાર છે, મામલતદાર છે એવી
શાંતિભાઈ- ભલે કહે તું શું કામ મુંજાય છે
મોનિકા-મને બહુ બીક લાગે છે
શાંતિભાઈ- કંઈ નહીં તું મુંજા નહીં અમે છીએ ને, તારે શાંતિથી રહેવાનું છે પછી ભલેને જે થાય એ
મોનિકા- હા
શાંતિભાઈ- તારે કંઈ મુંજાવાનું નથી

મોનિકા સ્યૂસાઈડ કેસમાં મોનિકાના પિતા શાંતિભાઈએ સાસરીયાના સાત સભ્યો વિરુધ ફરિયાદ નોધાવી છે. જેમાં પોલીસે સાસુ-સસરા અને એક નણંદોઈની ધરપકડ કરી લીધી છે. મોનિકાનો ઓડિયો કલીપ સામે આવી. છે. મોનિકાએ તેના પિતા શાંતિભાઈને ફોન કરીને કહ્યું હતું કે, મારા સાસુ સસરા અને બે નણંદ મને જીવવા નહીં દે, બધા મળીને મારો જીવ લઇ લેશે. મારા સાસુએ મને કાઈક પીવડાવી દીધું એમ કહીને મોનિકાએ પિતાને હોસ્પિટલ લઈ જવા માટે કહ્યું હતું. 

ઉલ્લેખનીય છેકે, મોનિકાની એક નણંદ તાપી જિલ્લામાં મામલતદાર છે અને નણદોઈ કઠોરમાં સરકારી ડોક્ટર છે. ત્યારે સુરતની ઉત્તરાણ પોલીસ દ્વારા મામલતદાર અને ડોક્ટર ની ધરપકડ કરવા માટે અધિકારી પાસે મંજૂરી માંગવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More