Home> Relationship
Advertisement
Prev
Next

Unhappy Marriage: લગ્નજીવન આ સ્થિતિ સુધી પહોંચી ગયું હોય તો અલગ થઈ જવામાં જ હોય ભલાઈ

Unhappy Marriage: લગ્ન પછી સંબંધ મજબૂત રહે તે માટે પતિ પત્ની સતત પ્રયત્ન કરે છે. લગ્નજીવનને ટકાવી રાખવા માટે બંને તરફથી સમજદારીથી પ્રયત્ન થાય તે જરૂરી હોય છે. પરંતુ ઘણી વખત અને પ્રયત્ન છતાં પણ સંબંધો એવી સ્થિતિમાં પહોંચી જાય છે કે જ્યાં સંબંધોમાં પ્રેમ માટે કોઈ જગ્યા જ રહેતી નથી. ફરીથી એકબીજા માટે પહેલા જેવો પ્રેમ શક્ય નથી બનતો.

Unhappy Marriage: લગ્નજીવન આ સ્થિતિ સુધી પહોંચી ગયું હોય તો અલગ થઈ જવામાં જ હોય ભલાઈ
Updated: Jun 27, 2024, 09:17 AM IST

Unhappy Marriage: લગ્નને જીવનભરનો સાથ માનવામાં આવે છે. લગ્ન પછી સંબંધ મજબૂત રહે તે માટે પતિ પત્ની સતત પ્રયત્ન કરે છે. લગ્નજીવનને ટકાવી રાખવા માટે બંને તરફથી સમજદારીથી પ્રયત્ન થાય તે જરૂરી હોય છે. પરંતુ ઘણી વખત અને પ્રયત્ન છતાં પણ સંબંધો એવી સ્થિતિમાં પહોંચી જાય છે કે જ્યાં સંબંધોમાં પ્રેમ માટે કોઈ જગ્યા જ રહેતી નથી. ફરીથી એકબીજા માટે પહેલા જેવો પ્રેમ શક્ય નથી બનતો. જો લગ્નજીવન આ સ્થિતિ સુધી પહોંચી જાય તો પતિ પત્ની અલગ થાય તે નક્કી હોય છે. આજે તમને પાંચ એવા સંકેતો વિશે જણાવીએ જે જણાવે છે કે લગ્ન હવે તૂટવાની નજીક છે અને ટકી શકે તેમ નથી. 

આ પણ વાંચો: સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત સોનાક્ષીએ ઝહીર સાથે કર્યા લગ્ન, આવા હોય છે લગ્નના નિયમો

વાત કરવું મુશ્કેલ 

સંબંધોનો આધાર જ સંવાદ હોય છે. જો જીવનસાથી એકબીજાની લાગણીને એકબીજા સામે વ્યક્ત કરી શકતા ન હોય તો સંબંધ નબળો પડવા લાગે છે. સાથે જ આવા લોકો વચ્ચે ગેરસમજ પણ વારંવાર થાય છે 

વિશ્વાસ તૂટવો 

લગ્નમાં વિશ્વાસ સૌથી વધારે મહત્વ ધરાવે છે. જો બે માંથી કોઈ એક વ્યક્તિ પણ બેવફાઈ કરે તો વિશ્વાસ તૂટી જાય છે. એક વખત કોઈ બેવફાઈને માફ પણ કરે પરંતુ જો કોઈ વ્યક્તિને વારંવાર આવું કરવાની આદત પડી જાય તો લગ્નજીવન તૂટવાનું નક્કી હોય છે. 

આ પણ વાંચો: Marriage: લગ્નથી શા માટે દૂર ભાગે છે યુવતીઓ ? જાણી લો 5 મુખ્ય કારણ

લગ્નમાં સન્માનની ખામી 

દુર્વ્યવહાર શારીરિક હોય કે ભાવનાત્મક તે લગ્નજીવન માટે સારો નથી. જીવનસાથીને અપશબ્દ બોલવા તેને લાગણીની કદર ન કરવી મારપીટ કરવી કે પછી પાર્ટનરના આત્મસન્માનને નબળો પાડવો. 

પૈસાને લઈને અનબન 

પૈસાનું મહત્વ હવે સંબંધોમાં પણ વધતું જાય છે. જો પૈસાને લઈને પતિ-પત્ની વચ્ચે લડાઈ ઝઘડા થતા હોય તો સમજી લેવું કે તેમની વચ્ચેનો પ્રેમ હવે બાકી રહ્યો નથી. 

આ પણ વાંચો: પાર્ટનરની બોડી લેંગ્વેજ પરથી જાણો સંબંધમાં ફિઝિકલ ઈન્ટિમસીની છે જરૂર

શારીરિક સંબંધોનો અભાવ 

શારીરિક સંબંધો સ્વસ્થ લગ્નજીવનમાં વિશેષ મહત્વ ધરાવે છે. જો પતિ પત્ની વચ્ચે અંતરંગતાનો અભાવ હોય તો પતિ પત્ની એકબીજા માટે રૂમમેટથી વધારે કઈ રહેતા નથી. ધીરે ધીરે તેમની વચ્ચેની લાગણી પણ ખૂટી જાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે