Home> Relationship
Advertisement
Prev
Next

Friendship Marriage: નવી જનરેશનમાં લોકપ્રિય થઈ રહ્યા છે ફ્રેન્ડશીપ મેરેજ, જાણો શું છે આ લગ્નના ફાયદા

Friendship Marriage:ફ્રેન્ડશીપ મેરેજ નવી જનરેશનમાં એટલે પણ લોકપ્રિય થઈ રહ્યા છે કે તેમાં જીવનસાથીને એકબીજાના સુખ દુઃખમાં સાથે રહેવું જરૂરી નથી. આ લગ્ન મિત્રતા પર આધારિત હોય છે. તમારા મનમાં પણ ફ્રેન્ડશીપ મેરેજને લઈને કન્ફ્યુઝન હોય તો ચાલો તમને જણાવી દઈએ શું છે ફ્રેન્ડશીપ મેરેજ ?

Friendship Marriage: નવી જનરેશનમાં લોકપ્રિય થઈ રહ્યા છે ફ્રેન્ડશીપ મેરેજ, જાણો શું છે આ લગ્નના ફાયદા

Friendship Marriage: નવી જનરેશનના બાળકો ઘરની જવાબદારી અને ટ્રેડિશનલ મેરેજના નીતિ નિયમોથી દૂર ભાગે છે. જેના કારણે જાપાની યુવાનોમાં ફ્રેન્ડશીપ મેરેજનો ટ્રેન્ડ વધી રહ્યો છે. પારંપરિક લગ્ન વ્યવસ્થાથી તદ્દન અલગ ફ્રેન્ડશીપ મેરેજનો કોન્સેપ્ટ નવી પેઢી લાવી છે. તાજેતરમાં ફ્રેન્ડશીપ મેરેજને લઈને જે આંકડા શેર કરવામાં આવ્યા છે તે અનુસાર વર્ષ 2015 પછી 500 લોકોએ ફ્રેન્ડશીપ મેરેજ કર્યા છે. આ લગ્નમાં પતિ પત્નીનો સંબંધ અન્ય લગ્ન કરતા ખૂબ જ અલગ હોય છે. 

આ પણ વાંચો: I Love You થયું જુનું, પ્રેમ વ્યક્ત કરવાનો ટ્રેંડ છે 521 સહિતના નંબર, જાણો તેના અર્થ

ફ્રેન્ડશીપ મેરેજ નવી જનરેશનમાં એટલે પણ લોકપ્રિય થઈ રહ્યા છે કે તેમાં જીવનસાથીને એકબીજાના સુખ દુઃખમાં સાથે રહેવું જરૂરી નથી. આ લગ્ન મિત્રતા પર આધારિત હોય છે. તમારા મનમાં પણ ફ્રેન્ડશીપ મેરેજને લઈને કન્ફ્યુઝન હોય તો ચાલો તમને જણાવી દઈએ શું છે ફ્રેન્ડશીપ મેરેજ ?

શું છે ફ્રેન્ડશીપ મેરેજ ?

આ પણ વાંચો: Toxic Wife: ઘરને બરબાદ કરી દે છે આવા લક્ષણોવાળી સ્ત્રી, પતિ હંમેશા રહે છે દુ:ખી
 
ફ્રેન્ડશીપ મેરેજમાં એક કપલ કાયદાકીય રીતે લગ્ન કરે છે પરંતુ તેમની વચ્ચે કોઈપણ પ્રકારનું ઈમોશનલ કે ફિઝિકલ અટેચમેન્ટ હોતું નથી. આ કપલ એકબીજાની સહમતિથી સન્માન, મૂલ્ય, ખર્ચા અને ભાવનાત્મક સમર્થન સાથે એકબીજાની સાથે રહેવાનું નક્કી કરે છે. આ કપલ ભવિષ્યમાં બાળકને જન્મ આપશે તેના માટે કોઈ બાધિત હોતું નથી. ટૂંકમાં કહીએ તો આ લગ્નમાં પતિ-પત્ની જીવનસાથી નહીં પરંતુ ફક્ત રૂમમેટ હોય છે. 

આ પણ વાંચો: દરેક પુરુષને પત્ની પાસેથી હોય આ 5 અપેક્ષા, પત્ની પુરી કરે તો લગ્નજીવન રહે ખુશહાલ

ફ્રેન્ડશીપ મેરેજનો ટ્રેન્ડ એવા લોકોમાં સૌથી વધુ જોવા મળે છે જેની ઉંમર 30 થી વધી ચૂકી છે અને જેવો સારી કમાણી કરે છે. આ સિવાય એવા લોકોમાં આ મેરેજ ટ્રેન્ડ કરે છે જેમને યૌન આકર્ષણનો અનુભવ નથી. ફ્રેન્ડશીપ મેરેજનો ટ્રેન્ડ વધવાનું કારણ મોંઘવારી અને જોબની અનિશ્ચિતતા પણ છે. આ લગ્નમાં પતિ-પત્ની પર કોઈ પણ પ્રકારની જવાબદારી હોતી નથી. બંને પોતપોતાનું જીવન પોતાની રીતે જીવે છે.

ફ્રેન્ડશીપ મેરેજની ખાસિયત 

આ પણ વાંચો: Relationship Tips: લગ્ન પછી આ 5 ટીપ્સ અપનાવશો તો સાસરામાં પણ મળશે પિયર જેવો પ્રેમ

- પતિ પત્ની કોઈપણ સમયે અલગ અલગ રહેવાનો નિર્ણય કરી શકે છે. 
- બાળકને જન્મ આપવાને બદલે દત્તક લેવાના વિકલ્પને પસંદ કરી શકે છે. 
- પારંપરિક વિવાહના બંધનથી દૂર સપોર્ટેડ પાર્ટનરશીપમાં રહે છે. 
 
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More