Home> Relationship
Advertisement
Prev
Next

Vidya Balan: વિદ્યા બાલનએ જણાવ્યો લગ્નજીવનને સુખી બનાવવાનો મંત્ર, આ વાતનું રાખશો ધ્યાન તો ક્યારેય નહીં થાય પ્રોબ્લેમ

Vidya Balan Relationship Tips: બાલનએ લગ્ન અને સંબંધોને લઈને પોતાના વિચારો અને કેટલીક એડવાઇઝ શેર કરી હતી. વિદ્યા બાલનને કેટલાક ઇન્ટરવ્યૂમાં પોતાના લગ્નજીવનને લઈને કેટલાક કિસ્સા પણ શેર કર્યા હતા. તાજેતરના જે ઇન્ટરવ્યૂમાં તેણે લગ્નને લઈને પણ પોતાના વિચાર જાહેર કર્યા હતા. સાથે જ જણાવ્યું હતું કે કેવી રીતે સુખી લગ્નજીવન જીવી શકાય છે. 

Vidya Balan: વિદ્યા બાલનએ જણાવ્યો લગ્નજીવનને સુખી બનાવવાનો મંત્ર, આ વાતનું રાખશો ધ્યાન તો ક્યારેય નહીં થાય પ્રોબ્લેમ

Vidya Balan Relationship Tips: બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલન તેની ફિલ્મ દો ઔર દો પ્યારને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ પણ પતિ પત્નીના સંબંધો પર આધારિત છે. આ ફિલ્મમાં પ્રમોશન દરમિયાન વિદ્યા બાલનએ લગ્ન અને સંબંધોને લઈને પોતાના વિચારો અને કેટલીક એડવાઇઝ શેર કરી હતી. વિદ્યા બાલનને કેટલાક ઇન્ટરવ્યૂમાં પોતાના લગ્નજીવનને લઈને કેટલાક કિસ્સા પણ શેર કર્યા હતા. તાજેતરના જે ઇન્ટરવ્યૂમાં તેણે લગ્નને લઈને પણ પોતાના વિચાર જાહેર કર્યા હતા. સાથે જ જણાવ્યું હતું કે કેવી રીતે સુખી લગ્નજીવન જીવી શકાય છે. 

લગ્નને લઈને વિદ્યા બાલનની સલાહ 

આ પણ વાંચો: સંબંધોમાં પ્રેમ વધારતો જાદુઈ ફોર્મ્યુલા છે 5:1, ખરાબ થયેલા સંબંધને સુધારવા ટ્રાય કરો

અભિનેત્રી વિદ્યા બાલને સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્નને 12 વર્ષ થઈ ગયા છે. એક મુલાકાત દરમિયાન અભિનેત્રીએ લગ્નને લઈને પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. તેણે કહ્યું હતું કે લગ્ન હંમેશા બે લોકો વચ્ચે જ થાય છે કોઈ ત્રીજા વ્યક્તિને ક્યારેય ખબર પડવી જોઈએ નહીં કે લગ્ન જીવનમાં તમે કેવો અનુભવ કરી રહ્યા છો. એટલે કે લગ્નજીવનને સુખી રાખવું હોય તો પતિ પત્નીએ પોતાની વાતો ત્રીજા વ્યક્તિને કરવી નહીં. 

આ પણ વાંચો: વાત કરતી વખતે જોવા મળે આ 4 સંકેત, તો સમજી લેજો તમારી સામેની વ્યક્તિ છે ખોટાબોલી

સુખી લગ્ન જીવનનું સિક્રેટ 

વિદ્યા બાલને આગળ જણાવ્યું હતું કે લગ્નજીવનને સુખી બનાવવું હોય તો પતિ પત્નીએ એકબીજા સાથે બધી જ વાત શેર કરવી જોઈએ જેથી તે બંને એકબીજાને સારી રીતે સમજી શકે. સાથે જ લગ્નજીવનને હંમેશા સુખી રાખવું હોય તો મિત્ર, પરિવાર કે કોઈ પણ સંબંધીને લગ્ન જીવનમાં વચ્ચે ન લાવો. બહારની વ્યક્તિ ક્યારેય સમજી શકતી નથી કે તમે બે એકબીજા માટે શું અનુભવ કરો છો. ખાસ કરીને લગ્ન જીવનમાં સમસ્યા હોય ત્યારે બહારના લોકોને ઇન્વોલ્વ કરવાનું ટાળવું. 

આ પણ વાંચો: લગ્નજીવન ખુશહાલ રાખવું હોય તો પોતાના માતા-પિતા સાથે પતિની આ વાતો શેર ન કરવી

લગ્નજીવનમાં સ્પાર્ક 

વિદ્યા બાલનને આગળ જણાવ્યું હતું કે ઘણા લોકો એવું કહે છે કે લગ્નના થોડા વર્ષ પછી પતિ પત્ની વચ્ચે એ સ્પાર્ક રહેતો નથી. તેણે જણાવ્યું હતું કે વાત કોઈ સ્પાર્કની નથી હોતી પરંતુ બે લોકો વચ્ચેના કનેક્શનની હોય છે. આજના સમયમાં લોકો એટલી જ સ્ટ્રેસફુલ લાઇફ જીવે છે કે તેઓ પોતાના પાર્ટનર સાથે પણ ઘણી વાતો શેર નથી કરી શકતા. જ્યારે આવું થાય છે તો લગ્નજીવનમાં સ્પાર્ક નથી તેવું લાગે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More