Home> Relationship
Advertisement
Prev
Next

I Love You થયું જુનું, પ્રેમ વ્યક્ત કરવાનો ટ્રેંડ છે 521, 143 કે 779 સહિતના નંબર, જાણો નંબરના અર્થ

Love Numbers: લોકો માથું ખંજવાળતા રહી જાય એવો જોરદાર ટ્રેંડ નવી જનરેશન ફોલો કરે છે. 5201314, 520 વગેરે પ્રકારના નંબર જો તમે દીકરી કે દીકરાના ફોનમાં જુઓ તો એવું ન સમજતા કે તે કોઈ ટેલીફોન નંબર, પીનકોડ કે કોઈ મેજિક નંબર છે. આ નંબર છે એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવાનો...

I Love You થયું જુનું, પ્રેમ વ્યક્ત કરવાનો ટ્રેંડ છે 521, 143 કે 779 સહિતના નંબર, જાણો નંબરના અર્થ
Updated: May 15, 2024, 11:41 AM IST

Love Numbers: પ્રેમ માટે I Love You કહેવાની રીત હવે જૂની થઈ ગઈ છે. હવેની જનરેશન એકબીજા પ્રત્યેનો પ્રેમ દુનિયાની સામે પણ વ્યક્ત કરે તો લોકોને ખબર પડતી નથી. મોટાભાગના લોકો માથું ખંજવાળતા રહી જાય એવો જોરદાર ટ્રેંડ નવી જનરેશન ફોલો કરે છે. તમે ઘણી વખત સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારના નંબર જોયા હશે. 5201314 આ પ્રકારના નંબર જો તમે દીકરી કે દીકરાના ફોનમાં જુઓ તો એવું ન સમજતા કે તે કોઈ ટેલીફોન નંબર, પીનકોડ કે કોઈ મેજિક નંબર છે. આ નંબર છે એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવાનો. 

આ પણ વાંચો: Toxic Wife: ઘરને બરબાદ કરી દે છે આવા લક્ષણોવાળી સ્ત્રી, પતિ હંમેશા રહે છે દુ:ખી

આ પ્રકારના નંબર હાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. આ નંબર ચીની ભાષામાં રોમાંન્સ સંબંધિત અલગ અલગ લાગણી વ્યક્ત કરવા માટે વપરાય છે. ટૂંકમાં કહીએ તો I Love You કહેવાની આ નવી રીત છે. મોટાભાગના લોકો તો આ નંબરનો અર્થ જ નથી જાણતા અને જે લોકો વાપરે છે તે તેની પાછળનું રહસ્ય નથી જાણતા. તો ચાલો આજે તમને આ લેખના માધ્યમથી આ નંબરનો અર્થ શું થાય અને કઈ લાગણી વ્યક્ત કરવા કયો નંબર વપરાય કે જણાવીએ. 

આ પણ વાંચો: દરેક પુરુષને પત્ની પાસેથી હોય આ 5 અપેક્ષા, પત્ની પુરી કરે તો લગ્નજીવન રહે ખુશહાલ

ચીની ભાષામાં નંબરના ઉચ્ચારણને શબ્દ સાથે જોડવામાં આવે છે. જેમ કે 5નું ઉચ્ચારણ વૂ થાય છે. જેનો અર્થ હું થાય છે. તેવી જ રીતે 2 નંબરનું ઉચ્ચારણ અર થાય છે જેનો અર્થ આઈ એટલે કે પ્રેમ હોય છે. આ રીતે જો 520 નંબર જુઓ તો તેનું ઉચ્ચારણ વો આઈ ની થાય છે જેનો અર્થ થાય છે હું તને પ્રેમ કરું છું...

5201314 નંબરનો અર્થ 

આ પણ વાંચો: Relationship Tips: લગ્ન પછી આ 5 ટીપ્સ અપનાવશો તો સાસરામાં પણ મળશે પિયર જેવો પ્રેમ

આજ રીતે જો તમને 5201314 નંબર સોશિયલ મીડિયા પર જોવા મળે તો તેનો અર્થ થાય છે હું તને હંમેશા પ્રેમ કરતો કે કરતી રહીશ. સોશિયલ મીડિયા પર આજકાલ આ નંબરનો ઉપયોગ પ્રેમને વ્યક્ત કરવા માટે કરે છે. યુવાનોમાં આ પ્રકારના નંબર લોકપ્રિય થયા છે. જોકે પ્રેમ વ્યક્ત કરવા માટે ફક્ત આ એક જ નંબર નથી. આ સિવાયના પણ કેટલાક રોમેન્ટિક નંબર છે જેના અલગ અલગ અર્થ થાય છે. 

પ્રેમ વ્યક્ત કરવાના અલગ અલગ નંબર અને તેના અર્થ 

આ પણ વાંચો: Rejection: રિલેશનશીપમાં રિજેકશનને હેન્ડલ કરવું મુશ્કેલ નથી, આ 4 વાતોને રાખજો યાદ

520- હું તને પ્રેમ કરું છું

1314 - જીવનભર એક જન્મ. 

521- હું ફક્ત તને પ્રેમ કરું છું 

143- હું તને જીવનભર યાદ રાખીશ 

779 - જીવનભર સાથે રહેવું છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે