Home> Relationship
Advertisement
Prev
Next

Extramarital Affair: આ 6 સંકેત જોવા મળે તો સમજી જજો પત્નીનું પારકા પુરુષ સાથે ચાલે છે ચક્કર! સંબંધમાં નથી રસ

Relationship Tips: ક્યાંક તમારી પત્ની તો તમને દગો નથી કરી રહી ને? એ વાત તમે કેવી રીતે જાણશો....જ્યારે મહિલાઓના વ્યવહારમાં તમે અહીં જણાવેલા કેટલાક સંકેતો જુઓ તો સમજી શકો કે કઈંક તો દાળમાં કાળું છે. તો જાણો એવા કેટલાક સંકેતો વિશે જે જાણવામાં મદદ કરી શકે. 

Extramarital Affair: આ 6 સંકેત જોવા મળે તો સમજી જજો પત્નીનું પારકા પુરુષ સાથે ચાલે છે ચક્કર! સંબંધમાં નથી રસ
Viral Raval |Updated: Jul 02, 2024, 04:00 PM IST

પતિ અને પત્નીનો સંબંધ એ ભરોસા પર ટકેલો છે. આવામાં જો પાર્ટનર દગો કરે તો તે કોઈ ગુનાથી કમ ન કહી શકાય. ઘણીવાર એવું બનતું હોય છે કે જ્યારે વ્યક્તિ પોતાના સંબંધમાં ખુશ ન હોય કે તેનો પાર્ટનર તેની અપેક્ષાઓ પૂરી ન કરી શકે તો તે કોઈ બીજા સાથે નીકટતા વધારે છે. આ પ્રકારના એક્સ્ટ્રામેરિટલ અફેર માત્ર પુરુષો જ નહીં પરંતુ અનેક મહિલાઓ પણ કરે છે. આવામાં ક્યાંક તમારી પત્ની તો તમને દગો નથી કરી રહી ને? એ વાત તમે કેવી રીતે જાણશો....જ્યારે મહિલાઓના વ્યવહારમાં તમે અહીં જણાવેલા કેટલાક સંકેતો જુઓ તો સમજી શકો કે કઈંક તો દાળમાં કાળું છે. તો જાણો એવા કેટલાક સંકેતો વિશે જે જાણવામાં મદદ કરી શકે. 

1. નાની નાની બાબતો પર પ્રેમ નથી વ્યક્ત કરતી

નાની નાની બાબતો જ એવી હોય છે જે પતિ અને પત્નીના સંબંધને મજબૂત  બનાવે છે. સવારે એકબીજા માટે ચા બનાવવી, જતા પહેલા ગુડબાય કિસ કરવી, વખાણ કરવા, સરપ્રાઈઝ આપવી, ભેટવું વગેરે ખુશહાલ સંબંધની ચાવી છે. આવામાં જો તમારી પત્ની આવી નાની નાની બાબતો કરવાનું બંધ કરે કે રિસ્પોન્સ ન આપે જે તે પહેલા કરતી હોય તો એ સંકેત હોઈ શકે કે તે કોઈ અન્ય પુરુષ માટે આ બધુ કરતી હોય. આ સંકેતનો બીજો અર્થ એ પણ હોઈ શકે કે તે તમારી સાથે સંબંધમાં ખુશ ન પણ હોય. 

2. અચાનક પ્રાઈવસીને લઈને સજાગ થઈ જવું
જો તમારી પત્ની મોબાઈલ કે લેપટોપ જેવા ગેઝેટ્સની પ્રાઈવસીને લઈને વધુ ચિંતિત રહેવા લાગે તો 99 ટકા ચાન્સ છે કે તે દગો કરી રહી છે. આ ઉપરાંત ફોન આવે ત્યારે બીજે ક્યાંક એકલામાં જતી રહે, ફોન કોઈને આપવાથી બચે, લેપટોપ કે ટેબલેટની બ્રાઉઝર હિસ્ટ્રી હટાવે તો તે પણ એક્સ્ટ્રામેરિટલ અફેરનો સંકેત હોઈ શકે છે. ધ્યાન રાખો કે પતિ અને પત્ની હોવાનો અર્થ એ જરાય નથી કે બધા પાસવર્ડ એકબીજા સાથે શેર કરવા જ જોઈએ પરંતુ પાર્ટનર સાથે આ પ્રકારની વસ્તુઓ શેર કરવામાં કોઈ મુશ્કેલી પણ ન હોવી જોઈએ. 

3. સમય ઓછો આપો તો પણ ફરિયાદ ન કરે
પત્નીઓને એ પસંદ હોય છે કે પતિ તેમની સાથે વધુમાં વધુ સમય વિતાવે. આવામાં જ્યારે પત્ની તમારી સાથે સમય પસાર કરવાથી બચતી હોય કે ઓછો સમય આપો તો પણ ફરિયાદ ન કરે, તમારા બહાર રહેવા પર કોઈ વાંધો ન ઉઠાવે તો સાવધાન થઈ જજો. કારણ કે આ ફેરફાર તેનો કોઈ બીજા પુરુષ સાથે સંબંધ હોવાનું પરિણામ પણ હોઈ શકે. 

4. આખો દિવસ ફોન પર બીઝી રહેવું
જો આજકાલ તમારી પત્ની વારે ઘડિયે ફોન પર બીઝી રહેતી જોવા મળે કે મેસેજ કરતી રહેતી હોય તો સતર્ક થઈ જજો. કારણ કે આ એ વાતનો સંકેત છે કે તે કોઈ બીજા વ્યક્તિની નજીક જઈ રહી છે. આ સાથે જ તેના મૂડ ઉપર પણ ધ્યાન આપો. જો તે કોઈ પણ કારણ વગર ખુશ કે દુખી દેખાય તો આ વાત વધુ પાક્કી બને છે કે તેનું કોઈ બીજા સાથે ચક્કર હોઈ શકે. 

5. બહાર વધુ રહેવું
જો પત્ની બહાર જવાના કારણો શોધતી રહે કે પછી ઓફિસના બહાને બહાર વધુ રહેવા  લાગે તો તે તમારા માટે એક  ખરાબ સંકેત છે. બની શકે કે આ બહાને તે પોતાના બોયફ્રેન્ડને મળવા કે તેની સાથે સમય વિતાવવા માટે જતી હોય. 

6. સંબંધ બનાવવાથી અંતર જાળવે
પોતાના પાર્ટનર સાથે સેક્સ ન કરવું કે હંમેશા તેનાથી બચવાની કોશિશ કરવી એ દગાબાજ વ્યક્તિની સૌથી મોટી ઓળખ છે. જો કે તેના બીજા પણ કારણ હોઈ શકે છે. જેમ કે તમારું નજીક જવું તેમને પસંદ ન પડતું હોય. પરંતુ જો એક સમયે તમારી પત્ની સાથે સેક્સ લાઈફ સારી ચાલતી હોય અને પછી અચાનક જ તેના વ્યવહારમાં આવો ફેરફાર જોવા મળે તો તે સાવધાન થવાનો સંકેત હોઈ શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે