Home> Relationship
Advertisement
Prev
Next

Extra marital Affair: પરિણીત પુરુષ શા માટે કરે છે લફરું ? આ કારણોથી બીજી સ્ત્રીમાં વધી જાય પુરુષોનો ઇન્ટરેસ્ટ

Extra marital Affair: આજના સમયમાં લગ્નજીવનમાં બેવફાઈ મોટી સમસ્યા બનતી જાય છે. જોકે એક્સ્ટ્રા મેરિટલ અફેર પાછળ ફક્ત સોશિયલ મીડિયા જવાબદાર નથી. તેના કારણો પરિણીત પુરુષોને થયેલા અનુભવો પણ હોય શકે છે. જેમકે અહીં પરિણીત પુરુષોએ જાતે જ પોતાના અનુભવો શેર કર્યા અને જણાવ્યું કે તેમનું એક્સ્ટ્રા મેરિટલ અફેર શરુ થયું તેની પાછળ કારણ શું હતું ?

Extra marital Affair: પરિણીત પુરુષ શા માટે કરે છે લફરું ? આ કારણોથી બીજી સ્ત્રીમાં વધી જાય પુરુષોનો ઇન્ટરેસ્ટ

Extra marital Affair: ઓનલાઇન ડેટિંગ સાઈટ અને સોશિયલ મીડિયા પર જોવામાં આવે તો મોટાભાગના પરિણીત પુરુષો પોતાની પત્ની કરતાં વધારે બીજી છોકરીઓ કે સ્ત્રીઓને લઈને સિરિયસ હોય છે. લગ્નને થોડો સમય થયો હોય તો પણ પુરુષો બીજા સંબંધોમાં સિરિયસ થઈ શકે છે. આજના સમયમાં લગ્નજીવનમાં બેવફાઈ મોટી સમસ્યા બનતી જાય છે. જોકે એક્સ્ટ્રા મેરિટલ અફેર પાછળ ફક્ત સોશિયલ મીડિયા જવાબદાર નથી. તેના કારણો પરિણીત પુરુષોને થયેલા અનુભવો પણ હોય શકે છે. જેમકે અહીં પરિણીત પુરુષોએ જાતે જ પોતાના અનુભવો શેર કર્યા અને જણાવ્યું કે તેમનું એક્સ્ટ્રા મેરિટલ અફેર શરુ થયું તેની પાછળ કારણ શું હતું ?

આ પણ વાંચો: આ 4 જગ્યાએ પરિણીત લોકોનું લફરું શરુ થવાની શક્યતા સૌથી વધુ, નજર સામે થઈ જાય બધું...

- એક પરિણીત વ્યક્તિએ એક્સ્ટ્રા અફેરનું કારણ જણાવતાં કહ્યું હતું કે તે બીજી સ્ત્રી તરફ એટલે આકર્ષિત થયો કે તે સ્ત્રી તેને સન્માન આપતી હતી. આ લાગણીના કારણે તેઓ એકબીજાની નજીક આવ્યા હતા. જેવો અનુભવ તેને બીજી સ્ત્રી સાથે થયો તેવો તેની પત્ની સાથે થયો નહીં. માનસિક રીતે જે લાગણીનો અનુભવ થયો તેના કારણે એક્સ્ટ્રા મેરિટલ અફેર શરૂ થયા. 

આ પણ વાંચો: Relationship: કુંવારા છોકરાઓને પરિણીત મહિલા વધારે શા માટે ગમે ? આ છે સાચું કારણ

- અન્ય એક પરિણીત પુરુષે જણાવ્યું હતું કે, તેની પત્ની હંમેશા તેનામાં ખામીઓ જ કાઢતી હોય છે. ઘર સંભાળવાથી લઈને જવાબદારીની વાત આવે તો પત્ની હંમેશા તેને બીજા સાથે કમ્પેર કરીને મહેણા મારતી રહે છે. તેનાથી વિરુદ્ધ તેની ગર્લફ્રેન્ડ તેની નાની નાની બાબતોના પણ વખાણ કરે છે જેનાથી તેનો આત્મવિશ્વાસ વધે છે. જેના કારણે તેને પત્ની કરતાં વધારે ગર્લફ્રેન્ડમાં ઇન્ટરેસ્ટ પડવા લાગ્યો. 

- એક પુરુષનું કહેવું હતું કે, તેને પહેલાથી જ છોકરીઓ સાથે વાતચીત કરવી, ફ્લર્ટ કરવું, મજાક મસ્તી કરવી ગમે છે. પરંતુ સામાજિક દબાણના કારણે તેણે લગ્ન કરવા પડ્યા. તેણે લગ્ન કરી લીધા અને તે પોતાની પત્નીને પણ પ્રેમ કરે છે પરંતુ બીજી છોકરીઓ સાથે ફ્લર્ટિંગ કરવું તેને ગમે છે. 

આ પણ વાંચો: Extra Marital Affair: આ 5 કારણને લીધી પરિણીત મહિલાનું પરપુરુષ સાથે શરુ થાય છે લફરું

- એક પરિણીત પુરુષે એક્સ્ટ્રા મેરિટલ અફેરનું કારણ જણાવતાં કહ્યું હતું કે ઓફિસમાં તેની સાથે કામ કરતી એક છોકરી સાથે તેનું અફેર શરૂ થયું. તેની સાથે તેને સારું એટલા માટે લાગે છે કે તે હંમેશા નવા નવા એક્સપેરિમેન્ટ કરવાની હા કહે છે. જેના કારણે તેઓ નજીક આવવા લાગ્યા અને એકબીજાને સારું લાગવા લાગ્યું. તેનાથી વિરુદ્ધ પત્ની હંમેશા સંબંધો દરમિયાન પણ શરમાતી રહે છે અને કંઈ નવું કરવું તેને પસંદ નથી. 

- એક એજ્યુકેટેડ પરિણીત પુરુષનું જણાવવું હતું કે તેના લગ્ન એવી છોકરી સાથે થયા છે જે વધારે ભણેલી નથી તેથી તેની સાથે તે ઘણી બધી વાતો કરી શકતો નથી. તેનાથી વિરુદ્ધ ઓફિસમાં કામ કરતી કલિગ સાથે તે બધા જ પ્રકારની ચર્ચા કરી શકે છે જેના કારણે તેઓ એકબીજાની નજીક આવવા લાગ્યા અને અફેર શરૂ થયું. 

આ પણ વાંચો: Relationship Tips: મોટી ઉંમરના પાર્ટનરમાં યુવાનોને શા માટે પડે છે રસ ? આ છે કારણ

- એક વ્યક્તિનું એવું પણ કહેવું હતું કે લગ્નના શરૂઆતના દિવસોમાં તેઓ એકબીજાની ખૂબ જ નજીક હતા પરંતુ બાળકના જન્મ પછી તેની પત્ની તેને સમય આપતી નથી. તે પત્ની સાથે પહેલાની જેમ સમય પસાર કરવા માંગે છે પરંતુ પત્ની તેના માટે સમય કાઢતી નથી. જેના કારણે તે એક્સ્ટ્રા મેરિટલ અફેર તરફ આગળ વધ્યો.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More