Home> Relationship
Advertisement
Prev
Next

Chanakya Niti: સ્ત્રીને ખુશ રાખવી હોય તો ઊંટના આ 5 ગુણોને અપનાવો, ક્યારેય ઘરમાં નહીં આવે સમસ્યા

Chanakya Niti:ચાણક્ય કહે છે કે જો ઊંટના 5 ગુણ એક પુરુષમાં હોય તો તે સ્ત્રી હંમેશા સંતુષ્ટ રહે છે. આવા ગુણોવાળા પુરુષ પરિવારમાં ખુશી જાળવી રાખે છે અને સંપન્ન રહે છે. તમે પણ જાણો એવા કયા કયા ગુણ છે જે પુરુષોને આ કાબેલિયત આપે છે.  

Chanakya Niti: સ્ત્રીને ખુશ રાખવી હોય તો ઊંટના આ 5 ગુણોને અપનાવો, ક્યારેય ઘરમાં નહીં આવે સમસ્યા

આચાર્ય ચાણક્યના નીતિ શાસ્ત્રને મનુષ્ય જીવન માટે ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. તેમાં આચાર્ય ચાણક્યએ મનુષ્ય જીવનના એવા અનેક મર્મ જણાવ્યાં છે જેને સમજીને કોઈ પણ વ્યક્તિ સરળતાથી પોતાના જીવનને ખુશખુશાલ બનાવી શકે છે. નીતિશાસ્ત્રમાં પુરુષો સંલગ્ન ગુણોનો ઉલ્લેખ કરતા આચાર્ય કહે છે કે જો કોઈ પણ પુરુષમાં ઊંટના આ 5 ગુણ આવે તો તેની સ્ત્રી હંમેશા સંતુષ્ટ રહે છે. 

1. સંતુષ્ટ રહેવું
આચાર્ય ચાણક્ય કહે છે કે પુરુષે યથાશક્તિ પરિશ્રમ કરવો જોઈએ અને તેનાથી જે ધન કે ફળ મળે તેનાથી સંતુષ્ટ અને  ખુશ રહેવું જોઈએ. જે પ્રકારે ઊંટને જેટલું ભોજન મળે છે તે તેમાં જ ખુશ થઈ જાય છે. તે જ રીતે પુરુષોએ મહેનતથી મળેલા ધનથી જ પરિવારનું પાલન પોષણ કરવું જોઈએ. જે પુરુષમાં આ ગુણ હોય તે સફળતા મેળવે છે. 

2. સતર્ક રહેવું
જે પ્રકારે ઊંટ ગાઢ ઊંઘમાં હોય તો પણ સતર્ક રહે છે તે જ રીતે પુરુષોએ પણ હંમેશા પોતાના પરિવાર-સ્ત્રી અને કર્તવ્યો પ્રત્યે સતર્ક રહેવું જોઈએ. પરિવાર તથા પોતાની સુરક્ષા માટે શત્રુઓથી સદા સાવધાન રહો. તમે ગમે તેટલી ગાઢ ઊંઘમાં કેમ ન હોવ પરંતુ હળવી આહટ થાય તો પણ જાગવાનો ગુણ હોવો જોઈએ. આવા ગુણવાળા પુરુષથી તેની પત્ની હંમેશા ખુશ રહે છે. 

3. વફાદારી
જે પ્રકારે ઊંટની વફાદારી પર શક કરી શકાય નહીં એ જ રીતે પુરુષે તેની પત્ની અને કાર્ય પ્રત્યે હંમેશા વફાદાર રહેવું જોઈએ. જે પુરુષ અજાણી મહિલાઓને જોઈને લલચાઈ જાય છે તેના ઘરમાં કલેશ રહે છે. આવા પુરુષો સ્ત્રીને ક્યારેય ખુશ રાખી શકતા નથી. કારણ કે પત્ની તેના પતિની વફાદારીથી જ આનંદીત રહેતી હોય છે. 

4. વીરતા
ઊંટ નીડર અને વીર પ્રાણી હોય છે. જે પ્રકારે તે પોતાના માલિકની રક્ષા માટે જીવ સુદ્ધા ગુમાવી શકે છે એ જ રીતે પુરુષોએ પણ વીર હોવું જોઈએ. જરૂર પડ્યે પત્ની અને પરિવાર માટે પોતાનો જીવ દાવ પર લગાવતા પણ પીછે હટવું જોઈએ નહીં. 

5. પત્નીને સંતુષ્ટ રાખવી
પુરુષની પહેલી જવાબદારી એ છે કે પત્નીને દરેક રીતે સંતુષ્ટ રાખવી. જે પુરુષ શારીરિક અને માનસિક રીતે પત્નીને સંતુષ્ટ રાખે છે તેની પત્ની હંમેશા ખુશ રહે છે. આમ કરનારો પુરુષ તેની પત્નીનો પણ પ્રિય બનીને રહે છે.

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More