Home> Relationship
Advertisement
Prev
Next

Relationship Tips: લવ પાર્ટનરને પુછેલા આ 4 પ્રશ્નો તમારા સંબંધો પર પડશે ભારી, પુછવાની ભુલ ક્યારેય ન કરવી

Relationship Tips:દરેક સંબંધમાં એક મર્યાદા હોય છે. જો સંબંધોની શરૂઆતમાં જ તમે પાર્ટનરની પર્સનલ સ્પેસનું ધ્યાન નહીં રાખો અને તેને કેટલાક પ્રશ્નો કરશો તો તમારો સંબંધ તૂટી પણ શકે છે. 

Relationship Tips: લવ પાર્ટનરને પુછેલા આ 4 પ્રશ્નો તમારા સંબંધો પર પડશે ભારી, પુછવાની ભુલ ક્યારેય ન કરવી

Relationship Tips: પ્રેમ સંબંધ ખૂબ જ ખાસ હોય છે. જે લોકો લકી હોય છે તેમના પ્રેમ સંબંધ લગ્ન સુધી પહોંચે છે. આમ તો દરેક કપલ ઈચ્છા રાખે છે કે તેમના પ્રેમ સંબંધ ક્યારેય ન તૂટે અને તેમનો સાથ જનમો જન્મનો રહે. પરંતુ ઘણી વખત સંબંધોનો અંત ધાર્યો ન હોય તે રીતે આવે છે. મોટાભાગે આવું ત્યારે થાય છે જ્યારે લવ પાર્ટનરને દુઃખ પહોંચે તેવી કોઈ વાત કરવામાં આવે. 

લવ પાર્ટનર્સ ધીરે ધીરે એકબીજાની નજીક આવે છે અને આ સમય દરમિયાન તેઓ એકબીજાથી કંઈ છુપાવતા પણ નથી. પરંતુ દરેક સંબંધમાં એક મર્યાદા હોય છે. જો સંબંધોની શરૂઆતમાં જ તમે પાર્ટનરની પર્સનલ સ્પેસનું ધ્યાન નહીં રાખો અને તેને કેટલાક પ્રશ્નો કરશો તો તમારો સંબંધ તૂટી પણ શકે છે. તો ચાલો તમને આજે એવા ચાર પ્રશ્ન વિશે જણાવીએ જે તમારા સંબંધો પર ભારી પડી શકે છે. તેથી પોતાના પાર્ટનરને આ ચાર પ્રશ્નો ક્યારેય ન પૂછવા.

આ પણ વાંચો: બ્રેકઅપ એટલે ખુશીઓનો અંત નહીં... બ્રેકઅપ બાદ આ રીતે લાઈફને બનાવો વધુ સારી

કોલ ડિટેલ

શક્ય છે કે રિલેશનશિપમાં હોવાના કારણે તમારા પાર્ટનર તમારી સાથે સૌથી વધુ વાત કરે. પરંતુ જરૂર પડે તો તે અન્ય વ્યક્તિ સાથે પણ વાત કરી શકે છે. તેથી ક્યારેય તેની કોલ ડીટેલ માંગવી કે ચેક કરવી નહીં. તે કોની સાથે ફોન પર બીઝી હોય છે તેવું પણ પૂછવું નહીં.

મિત્રો વિશે પ્રશ્ન

ઘણા લોકોને એવું લાગે છે કે જો તેના પાર્ટનરના મિત્રો વધારે હશે તો લગ્ન પછી તે તેને સમય નહીં આપે. અટેન્શન મેળવવા માટે પાર્ટનરને ક્યારેય મિત્રો વિશે પણ પ્રશ્ન ન કરો તેનાથી તમારા સંબંધ ખરાબ થઈ શકે છે. 

આ પણ વાંચો: હસબન્ડ મટીરિયલ હોય છે આ 5 ગુણ ધરાવતા છોકરા, બોયફ્રેન્ડમાં હોય તો તુરંત બનાવી લો પતિ

પાસવર્ડ માંગવા

રિલેશનશિપમાં આવે એટલે કપલ એકબીજાના સોશિયલ મીડિયા અકાઉન્ટ અને મોબાઈલના પાસવર્ડ શેર કરતા હોય છે. આવી રીતે કોઈપણ વ્યક્તિના સોશિયલ મીડિયા એકાઉન્ટના પાસવર્ડ બળજબરીથી લેવા જોઈએ નહીં.

ભૂતકાળ વિશે પ્રશ્નો

શક્ય છે કે તમારા પાર્ટનરનો પણ કોઈ પાસ્ટ હોય કે રિલેશનશિપ હોય. પરંતુ જો તે પાસ્ટ ને ભૂલીને તમારી સાથે આગળ વધવા માંગે છે તો વારંવાર પાર્ટનરને તેના એક્સ વિશે પૂછીને તેને પરેશાન ન કરો. આમ કરવાથી તમારા સંબંધ ખરાબ થશે.

આ પણ વાંચો: રિલેશનશીપને સ્ટ્રોંગ બનાવવા આ 5 પ્રકારના બ્રેક જરૂરી, દરેક કપલને જાણવું જરૂરી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More