PHOTOS

મહિલાએ બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવી દીધુ, પછી જે હાહાકાર મચ્યો... જુઓ PHOTOS

Advertisement
1/5

જો કે રાહતની વાત એ હતી કે કાર ચલાવનારી મહિલાને બચાવી લેવાઈ. કારને પણ સાવધાની પૂર્વક ઉપર ખેંચી લેવામાં આવી. આથી કોઈ જાનહાનિ થઈ નહીં.

 

2/5

આ કિસ્સો અમેરિકાના કેલિફોર્નિયાનો છે. જ્યાં સેન્ટા મોનિકામાં એક મલ્ટિલેવલ પાર્કિંગમાં આ દુર્ઘટના ઘટી મહિલા પાર્કિંગમાં ગાડી લઈને પહોંચી. ચોથા માળે પહોંચી તો તેણે બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવી દીધુ.

3/5

મહિલા કઈ સમજે તે પહેલા તો કાર પૂરપાટ ઝડપે પાર્કિંગ વિસ્તારની બાઉન્ડ્રી વાયરિંગ સાથે ટકરાઈ અને ચોથા માળેથી અડધી બહાર લટકી ગઈ. ડ્રાઈવર સાઈડનો ગેટ પણ ખુલી ગયો. ઘટનાસ્થળે એક વ્યક્તિ હાજર હતો તે મહિલાને બચાવવા માટે પહોંચ્યો. જેમ તેમ કરીને મહિલાને સુરક્ષિત બહાર કાઢી અને પોલીસ તથા પ્રશાસનને જાણકારી આપી.

4/5

સેન્ટા મોનિકા ફાયર ડિપાર્ટમેન્ટે ચોથા માળેથી પાર્કિંગમાંથી લટકી રહેલા કારની તસવીરો પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યાં અને લોકોને ત્યાં ન જવાની સૂચના આપી.

5/5

કહેવાય છે કે લગભગ એક કલાકની જદ્દોજહેમત બાદ કાર રેલિંગ પરથી ઉપર ખેંચી લેવામાં આવી. ત્યારે બધાએ રાહતના શ્વાસ લીધા.





Read More