PHOTOS

અંબાલાલ પટેલની હચમચાવી નાંખે તેવી આગાહી! ગુજરાતમાં અહીં તૂટી પડશે વરસાદ અને સર્જાશે પુરની સ્થિતિ

el Scary Prediction: ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં વરસાદને લઈ નવી આગાહી કરી છે. ઓગસ્ટ મહિનામાં પણ બંગાળના ઉપસાગ...

Advertisement
1/7

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, 8 ઓગસ્ટ સુધીમાં મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, ગોધરા, તેમજ ઉતર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. સાબરમતી નદી, નર્મદા નદી, તાપી નદીના જળસ્તરમાં વધારો થશે અને ઓગષ્ટ મહિનમાં ગુજરાતના વિભિન્ન ભાગોમાં વરસાદ રહેશે. 12 અને 13 ઓગસ્ટના રોજ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 16 અને 17 તારીખમાં પણ વરસાદની શક્યતાઓ રહેશે.

2/7

અંબાલાલે વધુમાં જણાવ્યું હતું કે, ઓગસ્ટમાં ધીમે ધીમે વરસાદનું જોર વધશે. આઠ ઓગસ્ટમાં પણ વરસાદનું જોર વધે અને ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે. મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વલસાડ, આહવા, ડાંગ, સુરત, નવસારી, ભરૂચ તથા સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડશે. કોઈપણ ભાગમાં ભારે વરસાદી ઝાંપટા પડશે. કોઈ કોઈ ભાગોમાં ચાર ઈંચ કે તેથી વરસાદ પડવાની શક્યતા રહે.

3/7

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, હવે 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી મેઘરાજાનો તોફાની રાઉન્ડ 4 આવી શકે છે અને જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં અત્યંત વરસાદ પડશે. ક્યાંક 10 ઈંચથી વધારે વરસાદ પડશે, નદી નાળાં છલકાઈ જશે, મેઘરાજા તેમનું રૌદ્ર સ્વરૂપ બતાવશે અને અમુક વિસ્તારો જળબંબાકાર થઈ જશે.   

4/7

હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર પશ્ચિમ ભારતમાં 2 ઓગસ્ટના રોજ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે અને ગુજરાત માટે આવનારા 15 દિવસ ખૂબ જ મુશ્કેલી જનક બની શકે છે. પૂર્વીય બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન વિરાટ બનતા તેનો માર્ગ ઉત્તર પશ્ચિમ ભારત તરફ રહેવાની શક્યતા છે. 

5/7

અરબસાગરના ભારે ભેજવાળા અને પશ્ચિમ ભારતમાં ફુંકાતા ભારે ભેજવાળા પવનના લીધે દક્ષિણ ગુજરાતમાં અતિ ભયંકર વરસાદ થવાની શક્યતા બતાવી છે. જોરથી ફૂંકાતા પવનના સુસવાટા સાથે મધ્ય ભારત, રાજસ્થાન, ઉત્તર ગુજરાત, કચ્છના કેટલાક ભાગો, પંચમહાલના કેટલાક ભાગો અને, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે આવા સમયે પરિવારની અને પોતાની સાવચેતી રાખવી ખૂબ જરૂરી બની જાય છે.

6/7

ખેડૂતો માટે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 17 ઓગસ્ટ પછીનું મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો પાણી કૃષિ પાક માટે સારું ગણાય છે. તે સ્ટોર કરવા માટે પણ સારું ગણાય છે. આ અરસામાં મધ્યપ્રદેશ ઉત્તર ભારતના ભાગોમાં વરસાદની શક્યતાઓ રહેશે. 23 ઓગસ્ટ પછી પણ વરસાદ થશે અને વરસાદનું જોર ઘટશે. અને ઝાંપટા પડી શકે છે. 27થી 30 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. 

7/7

30 અને 31માં રાજ્યના કોઈ ભાગમાં વધુ વરસાદ પડવાની શક્યતા રહેશે. જો કે હાલમાં સતત વરસાદના કારણે કૃષિ પાકને નુકસાન થયુ છે. હવે વરસાદ વિરામ લે તેની ખેડુતો રાહ જોઈએ રહ્યા છે. પરંતુ ઓગસ્ટ મહિનામા પણ વરસાદને લઈ અંબાલાલની આગાહી હવે ખેડૂતો માટે ચેતવણીરૂપ બનીને રહી ગઈ છે.





Read More