PHOTOS

કોણ છે KGF Chapter 2 ના રોકી ભાઈ ઉર્ફ સુપરસ્ટાર યશની પત્ની રાધિકા પંડિત?

શની પત્ની રાધિકા પંડિત આજે તેનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. રાધિકાને પતિ યશથી લઇને સેલેબ્સ અને ફેન્સથી જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી ...

Advertisement
1/8

રાધિકા પંડિત કન્નડ સિનેમાની જાણીતી એક્ટ્રેસ છે. તેનો જન્મ 7 માર્ચ 1984 ના રોજ બેંગ્લોરમાં થયો હતો. તેમની માતા ગોવાના છે અને પિતા કૃષ્ણ પંડિત સારસ્વત છે. રાધિકાના પિતા ફિલ્મ અને સ્ટેજ પર્સનાલિટી રહી ચૂક્યા છે. રાધિકાએ બેંગ્લોરની Cluny Convent High School માંથી અભ્યાસ કર્યો છે.

2/8

ત્યારબાદ બેંગ્લોરના Mount Carmel College માંથી તેણે બી.કોમમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. Master of Business Administration નો કોર્સ કર્યા બાદ રાધિકા પંડિત ટીચર બનવાનું સ્વપ્ન જોઈ રહી હતી. જો કે 2007 માં જ્યારે તે તેના બી.કોમના છેલ્લા વર્ષમાં હતી ત્યારે તેના એક મિત્રએ તેને કન્નડ ટીવી શોના ઓડિશન માટે અપ્રોચ કર્યો હતો.

3/8

આ શોનું નામ Nandagokula હતું. ડાયરેક્ટર અશોક કશ્યપના આ શોમાં રાધિકા પંડિતને ઓડિશન વિના કામ મળ્યું હતું. આ પછી તેણે Sumangali નામના ટીવી શોમાં કામ કર્યું. રાધિકાના ફોટા સ્થાનિક મેગેઝીનમાં આવવા લાગ્યા, ત્યારબાદ ડાયરેક્ટર શશાંકે તેની નોંધ લીધી.

4/8

ડાયરેક્ટર શશાંક તે સમયે ફિલ્મ 18th Cross અને Moggina Manasu માટે એક્ટ્રેસની શોધમાં હતા. આ બંને ફિલ્મમાં તેને કાસ્ટ કરવામાં આવી હતી. Moggina Manasu માં રાધિકાનું કામ ખૂબ જ પસંદ આવ્યું હતું. આ માટે તેને Karnataka State Film Award for Best Actress અને Filmfare Award for Best Actress પણ આપવામાં આવ્યો હતો.

5/8

કેજીએફના સ્ટાર યશ સાથે રાધિકાની મુલાકાત 2007 માં થઈ હતી. બંનેએ સીરિયલ Nandagokula માં સાથે કામ કર્યું હતું. ત્યારબાદ બંને ફિલ્મ Moggina Manasu માં પણ સાથે કામ કર્યું હતું. યશ અને રાધિકાએ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યા બાદ એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. જોકે તેમનો સંબંધ ખાનગી રાખ્યો હતો.

6/8

ઓગસ્ટ 2016 માં બંનેએ સગાઈ કરી હતી અને ડિસેમ્બરમાં બેંગ્લોરમાં બંનેએ પ્રાઈવેટ સેરેમનીમાં લગ્ન કર્યા. 2018 માં તેમની પુત્રીનો જન્મ થયો. ત્યારબાદ 2019 માં બંનેએ પુત્રનું સ્વાગત દુનિયામાં કર્યું હતું.

7/8

યશ સાથે લગ્ન બાદ રાધિકા પંડિતે પર્સનલ લાઈફ પર ફોકસ કરવા માટે ફિલ્મોથી બ્રેક લીધો હતો. તે છેલ્લે 2019 માં ફિલ્મ આદિ લક્ષ્મી પુરાણમાં જોવા મળી હતી. લગ્ન પછી રાધિકાએ Yasho Marga Foundation નામના ફાઉન્ડેશનમાં ભાગ લીધો હતો. યશ દ્વારા શરૂ કરાયેલું આ ફાઉન્ડેશન મજૂરો અને ખેડૂતોને મદદ કરવાનું કામ કરે છે.

8/8

રાધિકા પંડિતે ઘણી સારી ફિલ્મોમાં કામ કરીને નામ કમાવ્યું છે. આ સાથે તેણે કેટલીક ફિલ્મોમાં ગીતો પણ ગાયા છે. આવી સ્થિતિમાં તે સ્પષ્ટ છે કે તે ખૂબ જ પ્રતિભાશાળી અભિનેત્રી છે.





Read More