PHOTOS

Weird Festival: માણસના આખા શરીરને રંગવાની હોય છે કોમ્પ્ટિશન, 40 દેશોના લોકો આવે છે અહીં

Austria: ઑસ્ટ્રિયાનો વર્લ્ડ બોડી પેઈન્ટિંગ ફેસ્ટિવલ 40થી વધુ દેશોમાંથી બેસ્ટ લઇને આવે છે જે બોડી અને ફેસ પેન્ટિંગ સ્પર્ધામાં એવોર્ડ્સ ...

Advertisement
1/5
બોડી સાથે કરે છે કંઇક આવું
બોડી સાથે કરે છે કંઇક આવું

આ ફેસ્ટિવલ તમામ આર્ટ લવર્સને ઘણા પ્રદર્શનીઓ, કાર્યશાળાઓ અને ડેમોમાં લેવા અથવા બોડી સર્કસમાં ભાગ લેવા માટે એક સ્ટેજ આપે છે. આ એક એવો પ્રોગ્રામ છે જ્યાં મહેમાનોને બોડી પેન્ટ, માસ્ક અને મેકઅપ લુકવાળા સૌથી વિચિત્ર ડ્રેસ પહેરવાની તક મળે છે. 

2/5
1970 ની તસવીરો છે તેની પ્રેરણા
1970 ની તસવીરો છે તેની પ્રેરણા

1990 ના દાયકાના અંતમાં ઓસ્ટ્રિયાઇ એલેક્સ બેરેન્ડ્રેટની નજર 1970 ના દાયકાની જર્મન મોડલ વેરૂસ્કાની ફેશન તસવીરો પર પડી, જેમાં માથાથી પગ સુધી બોડી પેન્ટ સુધી ઢંકાયેલું હતું. તે ઉત્સુક હતા, પરંતુ તેના આર્ટ ફોર્મને લોકોને સામે લાવવામાં નિષ્ફળ રહ્યા. એટલા માટે 1998 માં તેમણે તેને યૂરોપમાં પહેલો બોડી પેંટિંગ ફેસ્ટિવલ લાવવાનો નિર્ણય લીધો. 

3/5
ક્યાં અને કેવી રીતે ઉજવવામાં આવે છે આ ફેસ્ટિવલ
ક્યાં અને કેવી રીતે ઉજવવામાં આવે છે આ ફેસ્ટિવલ

દક્ષિણ ઑસ્ટ્રિયન શહેર ક્લાગેનફર્ટમાં વર્લ્ડ બોડીપેઇન્ટિંગ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. સહભાગીઓ બ્રશ, સ્પોન્જ, એરબ્રશિંગ સાથે સ્પર્ધા કરે છે. બોડી પેન્ટિંગ કાર્યક્રમમાં એક મ્યુઝિક ફેસ્ટિવલ, ફૂડ માર્કેટ અને મુખ્ય સ્પર્ધા શરૂ થતાં પહેલાં એક અઠવાડિયાનો વર્કશોપ હોય છે. 

4/5
સમય સાથે ફેરફારો
સમય સાથે ફેરફારો

મનુષ્યના શરૂઆતી દિવસોથી જ બોડી પેંટિંગ અભિવ્યક્તિનું એક માધ્યમ રહી છે. આધુનિક સમયમાં કલાકારોએ કલાના ક્ષેત્રમાં અવનવી રીતે હાથ અજમાવ્યો છે અને સમયાંતરે ફેશનમાં પણ બદલાવ આવ્યો છે, જેણે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

5/5
રિયાલિટી ટીવી શોમાં પણ આ કળા
રિયાલિટી ટીવી શોમાં પણ આ કળા

બોડી પેઈન્ટીંગે વિદેશમાં લોકોમાં ઘણી જાગૃતિ ફેલાવી છે અને ઘણા લોકો તેમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. આવા તહેવારોએ મીડિયાનું ધ્યાન આકર્ષિત કર્યું છે. રિયાલિટી ટીવી શો તરીકે બોડી પેઇન્ટિંગ પણ શરૂ કરવામાં આવી છે.





Read More