PHOTOS

આ શું થવા બેઠું છે? બંગાળની ખાડીમાં ફરી સક્રિય થયું ડીપ્રેશન, ગુજરાતના આ વિસ્તારોના નીકળશે ભૂક્કા!

તીકાલથી રાજ્યમાં ફરી વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગે કરી વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરતા ગુજરાતીઓ સતર્ક બની...

Advertisement
1/9

આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. બંગાળની ખાડીમાં ડીપ્રેશન સક્રિય થતા ગુજરાતમાં વરસાદ આવશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે કચ્છમાં ઉદ્દભવેલું વાવાઝોડું નલિયાથી 360 km આગળ વધ્યું છે. ગુજરાત ઉપર તેની કોઈ અસર નહી થાય. જેના કારણે આજે વરસાદનું જોર ઘટ્યું છે. વરસાદને લઇ આજના દિવસ અંતે કોઈ અલર્ટ આપવામાં આવ્યું નથી. પરંતુ આવતીકાલે રાજ્યમાં ફરી વરસાદ શરૂ થશે. 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ આવી શકે છે. આવતીકાલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે છુટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે. 

2/9

આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી ગુજરાતમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. એ. કે. દાસે જણાવ્યું છે કે ગઈકાલે બનેલા ચક્રવાત ખુબ ઓછા બનતા હોય છે. આજદીન સુધી આવી સિસ્ટમ માત્ર 3 વખત બની છે. આ પહેલા 1944 ઝારખંડ નજીક, 1976 ઓડિસા નજીક અને 1986 દક્ષિણ ગુજરાતમાં આવી સિસ્ટમ બની હતી.  

3/9

વરસાદને લઈને ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. ચક્રવાત ઓમાન તરફ જતા ગુજરાતને રાહત તો થઈ છે. પરંતુ બીજી એક મજબૂત સિસ્ટમ ગુજરાતમાં આવી રહી છે. 4થી 10 સપ્ટેમ્બર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ થવાની શક્યતા રહેલી છે.

4/9
આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી
આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી

હવામાન વિભાગે જાહેર નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. જેમાં સવારે 7 વાગેથી 10 વાગે સુધી રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, ડાંગ અને, છોટાઉદેપુરમાં આજે હળવા વરસાદની આગાહી છે.   

5/9
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલે પટેલે વાવાઝોડાના અપડેટ આપતા જણાવ્યું કે, આશના વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાતા પહેલાં ગુજરાતમાં સપ્ટેબરમાં 3થી 10 વચ્ચે વરસાદની સંભાવના છે. સપ્ટેમ્બરમાં બીજા સપ્તાહમાં ગુજરાત કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે. તો કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. 

6/9
શું આ ગ્લોબલ વોર્મિગનું પરિણામ?
શું આ ગ્લોબલ વોર્મિગનું પરિણામ?

આમ તો વાવાઝોડું મે અને નવેમ્બર મહિનામાં વધુ જોવા મળતું હોય છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના પૂર્વ સચિવ માધવન રાજીવનને પણ એક્સ હેન્ડ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું છે કે ઉત્તરી અરબ સાગર પર બનેલી સિસ્ટમને જોઈને હું ચોંકી ગયો છું. આપણે હંમેશા એ જાણ્યું છે કે આ સમય દરમિયાન ઉત્તરી અરબ સાગર ઠંડો રહે છે. જો ત્યાં વાવાઝોડું બની રહ્યું હોય છે તો તેનો અર્થ એ કે તે ગરમ છે. જે ગ્લોબલ વોર્મિંગ અને સ્થાનિક સ્તર પર વધતા તાપમાનનું પરિણામ છે. 

7/9

આમ આ રીતે ઉદભવેલા વાવાઝોડાના કારણે એ સવાલ ઉઠે છે કે શું આ ગ્લોબલ વોર્મિંગના કારણે થઈ રહ્યું છે. દેશ અને દુનિયાના વૈજ્ઞાનિકોએ તેની તપાસ કરવી જોઈએ. જેથી કરીને આગળ જઈને તોફાનની જમીનથી સમુદ્રમાં જઈને સાઈક્લોન બનવાની આ દુર્લભ ઘટનાની ભવિષ્યવાણી થઈ શકે.

8/9
એલર્ટ મોડ પર એજન્સીઓ
એલર્ટ મોડ પર એજન્સીઓ

ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 27 પ્રભાવિત છે, પરંતુ 23માં સ્થિતિ ખરાબ છે અને 11 જિલ્લામાં ખૂબ જ ખરાબ છે. ઘરોમાં પાણી ભરાયા છે.  દરિયાકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં મકાનો ધરાશાયી થયા છે. ગઈકાલે પણ કચ્છ અને દ્વારકા જિલ્લામાં કોસ્ટગાર્ડ, આર્મી, એનડીઆરએફ, એસડીઆરએફ અને એજન્સીઓએ 1700 જેટલા લોકોને બહાર કાઢીને રાહત શિબિરોમાં મોકલ્યા છે. આજે અરબી સમુદ્રમાં ચક્રવાતના કારણે તમામ એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ પર છે.

9/9

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બસો, અન્ય વાહનો અને ટ્રેનોની અવરજવર પર ખરાબ અસર પડી છે. ઘણી જગ્યાએ લગભગ 900 રસ્તાઓને નુકસાન થયું છે, પુલ પણ તૂટીને ધોવાઈ ગયા છે. બધું બરાબર થવામાં લાંબો સમય લાગી શકે છે. 30 થી વધુ લોકોના મોત થયા છે. ઘણા લોકો ઈજાગ્રસ્ત છે અને એજન્સીઓના કેમ્પમાં તેમની સારવાર ચાલી રહી છે.





Read More