PHOTOS

18 વર્ષ બાદ રાહુ-શુક્ર આવશે એકસાથે, બદલાઇ જશે કિસ્મતના સ્ટાર, ધન-સંપત્તિ થશે બમણી

તિષ ગણનાઓ અનુસાર માર્ચ મહિનામાં શુક્ર ગ્રહ 2 વખત પોતાની રાશિ બદલશે અને 31 માર્ચના રોજ રાહુની સાથે મીન રાશિમાં બિરાજમાન ...

Advertisement
1/4

Rahu-Shukra Yuti March 2024: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ ગ્રહ એક નિશ્વિત સમયગાળા બાદ પરિવર્તન કરે છે. માર્ચ મહિનામાં સૂર્ય, મંગળ, બધુ અને શુક્ર સહિત 4 મોટા ગ્રહ રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યા છે. ગ્રહોની ઉથલ પાથલ સાથે ઘના શુભ સંયોગનું નિર્માણ થશે. માર્ચ મહિનાના અંતમાં 31 માર્ચના રોજ ધન વૈભવના દાતા શુક્ર મીન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલાંથી માયાવી ગ્રહ રાહુ બિરાજમાન છે. મીન રાશિમાં શુક્ર અને રાહુની યુતિથી કેટલીક રાશિઓને જોરદાર લાભ થશે. નોકરી-ધંધામાં પ્રગતિના યોગ બનશે. કાર્યોની બધાઓ દૂર થશે અને ભૌતિક સુખ-સંપદામાં વધારો થશે.  

2/4
કર્ક
કર્ક

કર્ક રાશિના જાતકોને રાહુ-શુક્રની યુતિથી ઘણો ફાયદો થશે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે. વેપારની સ્થિતિ મજબૂત રહેશે. લાંબા સમયથી અટકેલા કામ સફળ થશે. વિદેશ પ્રવાસની તક મળશે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. ભૌતિક સુખ-સુવિધાઓમાં જીવન જીવશે.  

3/4
કન્યા
કન્યા

પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. વૈવાહિક જીવનની સમસ્યાઓ દૂર થશે. તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે. વેપારમાં આર્થિક લાભ થશે. આકર્ષણનું કેન્દ્ર રહેશે. નોકરી અને વ્યવસાય માટે વાતાવરણ અનુકૂળ રહેશે. કરિયરમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે.

4/4
કુંભ
કુંભ

આવકમાં વધારો થવાની સંભાવના રહેશે. વાણીમાં મધુરતા રહેશે. તમને પૈતૃક સંપત્તિ મળી શકે છે. ઓફિસમાં નવી ઓળખાણ થશે. કાર્યોની પ્રશંસા થશે. બહાદુરી ફળ આપશે. નોકરી-ધંધામાં પ્રગતિ થશે. વિવાહિત જીવનમાં આનંદનું વાતાવરણ રહેશે.

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)





Read More