PHOTOS

લખી રાખજો! આ વિસ્તારોમાં પડશે 10 ઈંચ જેટલો વરસાદ! તારીખ સાથે અંબાલાલે કરી નવી આગાહી

ં ઑગસ્ટના પહેલા સપ્તાહથી હળવાથી મધ્યમ વરસાદી માહોલ વચ્ચે ક્યાંક ભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે રાજ્યમાં આગામી છ દિવસ સુધી ભારેથી અતિભારે...

Advertisement
1/5

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આવતીકાલ (22 ઓગસ્ટ)થી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં હાળવો વરસાદ પડશે. પરંતુ 24થી 27 ઓગસ્ટ ગુજરાતના અમુક વિસ્તારો માટે આફત લઈને આવશે. સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં 10 ઈંચ જેટલો વરસાદ થવાની સંભાવના સેવવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પંચમહાલ અને વડોદરામાં પણ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

2/5
અંબાલાલની આગાહી
અંબાલાલની આગાહી

 અંબાલાલ પટેલની પણ લેટેસ્ટ આગાહી આવી ગઈ છે. તેમણે કહ્યું છે કે આગામી આગામી તારીખ 23 થી 26 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે. કારણ કે બિહાર અને બંગાળ તરફ થતો લો પ્રેશર ત્યાની મધ્યપ્રદેશ અને ગુજરાતમાં થશે. અરબ સાગરની સિસ્ટમ મજબુત થશે, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. 26મી પછી વધુ એક સિસ્ટમ સક્રિય થશે. સપ્ટેમ્બર અને ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદની શક્યતા રહેશે. 

3/5

તેમણે એમ પણ કહ્યું કે 24 ઓગસ્ટ સુધીમાં  દક્ષિણ ગુજરાત અને દક્ષિણ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. સાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. તેમણે વધુમાં કહ્યું કે, ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે.

4/5

20થી 25 ઓગસ્ટે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છેકે, આ દિવસો દરમિયાન મેઘરાજા ગુજરાત પર મનમુકીને વરસશે. ખાસ કરીને આગામી સપ્તાહ ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરી દેવામાં આવી છે. આગામી 48 કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારબાદ વરસાદની સિસ્ટમનું જોર ઘટવાથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે.

5/5
ગુજરાતમાં સરેરાશ 27 ટકા વરસાદની ઘટ
ગુજરાતમાં સરેરાશ 27 ટકા વરસાદની ઘટ

ગુજરાતમાં સરેરાશ 27 ટકા વરસાદની ઘટ હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના 13 જિલ્લામાં વરસાદની અછતનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓગસ્ટ મહિનામાં અનિયમિત વરસાદના લીધે વરસાદની ઘટ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 33માંથી 20 જિલ્લામાં વરસાદની અછત છે, જેમાંથી 13 જિલ્લામાં 20 ટકા કરતા વધુ વરસાદની અછતના હોવાથી ઓરેન્જ અલર્ટમાં મુકાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ 70.23 ટકા વરસાદની ઘટ છે.  





Read More