PHOTOS

ટ્વિન્કલ મ્હાલી ડુંગળીના ઇયરિંગ પહેરીને, તસવીર પણ કરી પોસ્ટ

Advertisement
1/5

હાલમાં અક્ષયકુમાર પોતાની આગામી ફિલ્મ ગુડ ન્યૂઝના શૂટિંગમાં વ્યસ્ત છે. 

2/5

અક્ષય કુમાર તેના કોમિક અંદાજ માટે જાણીતો છે. તેણે પત્નીને આ ખાસ ઇયરિંગ આપ્યા છે જે તેની પત્નીને બહુ પસંદ પડ્યા છે. 

3/5

આ તસવીરને શેર કરતા ટ્વિંકલે જણાવ્યું કે, કપિલ શર્માના શો પર ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ના પ્રમોશન દરમિયાન આ ઈયરરિંગ્સ કરીનાને આપવામાં આવી, પરંતુ આ કરીનાને ખાસ પસંદ ન આવી તો અક્ષય મારા માટે લઈ આવ્યો. ટ્વિંકલ લખે છે, મારો પાર્ટનર કપિલ શર્મા શોમાં પરફોર્મ કરીને આવ્યો અને કહ્યું કે આ ઈયરરિંગ્સ કરીનાને બતાવી રહ્યા હતા, પરંતુ મને નથી લાગતું કે તે વધારે ઈમ્પ્રેસ થઈ, પરંતુ હું જાણતો હતો કે આ તને ખૂબ પસંદ આવશે, આથી હું આ તારા માટે લઈને આવ્યો. 

4/5

આ ગિફ્ટ મળી એ પહેલાં ટ્વિન્કલે મોંઘીદાટ ડુંગળી સાથેની તસવીર પોસ્ટ કરી હતી અને ડુંગળી વગરની પાંચ રેસિપી શેયર કરી હતી. 

5/5

કપિલના શો પર અક્ષય અને કરીના પોતાની આગામી ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ના પ્રમોશન માટે પહોંચ્યા હતા. 27 ડિસેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મની સ્ટોરી બે એવા મેરિડ કપલની છે, જે લગ્ન બાદ સંતાન માટે IVF ટેકનિકનો સહારો લે છે.





Read More