PHOTOS

Mona Lisa : મોનાલિસાને કોઈએ મામી બનાવી તો કોઈએ કાકી, આ તસવીરો જોઈ લિયોનાર્ડો પણ સ્વર્ગમાં હસતા હશે

ીની શરૂઆતમાં લિયોનાર્ડો ધ વિન્ચી (Leonardo da Vinci) દ્વારા બનાવાયેલું મોનાલિસા (Mona Lisa) દુનિયામાં સૌથી પ્રસિદ્ધ ચિત્રોમાંથી એક છે. ...

Advertisement
1/5

મોનાલિસા એક વર્લ્ડ ફેમસ પેઈન્ટિંગ છે. ત્યારે મોનાલિસાની મજેદાર સીરિઝ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. ટ્વિટર યુઝર પૂજા સાંગવાને એક તસવીર શેર કરી. જેમાં જોવા મળ્યું કે, જો મોનાલિસા દેશના વિવિધ રાજ્યમાં હોય તો કેવી હોય.

2/5
સાઉથ દિલ્હીની લીસા મૌસી
સાઉથ દિલ્હીની લીસા મૌસી

પૂજા સાંગવાને પોતાની પહેલી ટ્વિટમાં સાઉથ દિલ્હી સીરીઝ લીસા મૌસી (Lisa Mausi) ને બતાવી. બીજી ટ્વિટમાં મોનાલિસાને મહારાષ્ટ્રીય લીસા તાઈ ના રૂપમાં બતાવી છે. સાડી અને લાલી મોટી બિંદી પહેરાવીને બીજી ટ્વિટમાં બિહારમાં રહેનારા લિસા દેવી બતાવાયા છે.

3/5
રાજસ્થાનની લિસા મહારાણી
રાજસ્થાનની લિસા મહારાણી

ટ્વિટર ટ્રેન્ડમાં રાજસ્થાનની મહારાણી લિસા અને કોલકાત્તાની શોના લિસા પણ બતાવાઈ છે. તસવીરો શેર કરયા બાદ ટ્વિટર થ્રેડને હજારો લાઈક અને કોમેન્ટ્સ મળી છે. ઈન્ટરનેટ યુઝર ફેમસ પેઈન્ટિંગ પેરોડી સીરિઝથી પ્રભાવિત થયા છે.

4/5
ગુજરાતની લિસા બેન
ગુજરાતની લિસા બેન

કેરળની લિસા મોલ, તેલંગણાની લિસા બોમ્મા અને અંતે ગુજરાતના લિસાબેનની સાથે સાથે સોશિયલ મીડિયા પોસ્ટ પૂરી કરાઈ હતી. તસવીરો જોઈને એક યુઝરે લખ્યું કે, આ સાચુ છે કે પોષાક અને ગેટઅપ અલગ હોવા થતા તસવીરો બહુ જ સુંદર છે.  

5/5
મળી આવી પ્રતિક્રીયા
મળી આવી પ્રતિક્રીયા

તસવીરો જોયા બાદ લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રીયાઓ આપી રહ્યાં છે. ફેમસ પેઈન્ટિંગને લઈને એક યુઝરે લખ્યું કે, અદભૂત થ્રેડ, ધ વિન્ચીના પ્રશંસક સારી પ્રતિક્રીયા આપી રહ્યાં છે.