PHOTOS

વિદેશ જવાનું છે સપનું? આ 5 દેશોમાં જાઓ, જ્યાં મળે છે પૈસા, ઘર અને ગાડી પણ!

ું સપનું પૂરુ કરવા ઈચ્છો છો પરંતુ તમારી પાસે એટલું ફંડ નથી, તો કોઈ ચિંતા નથી. આજે અમે તમને દુનિયાના તે પાંચ અનોખા દેશ વિશે જણાવીશું, જ્...

Advertisement
1/5
1. સ્વિટ્ઝર્લૅન્ડ
1. સ્વિટ્ઝર્લૅન્ડ

તમે સ્વિટ્ઝર્લૅન્ડ વિશે તો સાંભળ્યું હશે. તેને દુનિયાનું સ્વર્ગ કહેવામાં આવે છે. પરંતુ અહીં એક નાનું ગામ છે Albinen. આ ગામમાં વસવા માટે ત્યાંની સરકાર તરફથી પૈસા આપવામાં આવે છે. જો 45 વર્ષથી નાની ઉંમરના લોકો ત્યાં જઈને રહે છે તો તેને 20 લાખ રૂપિયા આપવામાં આવે છે. તો કપલ્સને સરકાર 40 લાખ રૂપિયા આપે છે. આ સિવાય જો બાળકો હોય તો પ્રતિ બાળક સરકાર 8 લાખ રૂપિયા આપે છે. પરંતુ એક શરત છે કે પૈસા લીધા બાદ તમે આ જગ્યાને 10 વર્ષ સુધી છોડી શકશો નહીં. 

2/5
2. ઇટલી
2. ઇટલી

તમે યુરોપના દેશ ઇટલી વિશે સાંભળ્યું હશે. અહીં પર એક જગ્યા છે Presicce, ત્યાં રહેવા માટે સરકાર લોકોને 25 લાખ રૂપિયા સુધી આપે છે. અહીંની મોટા ભાગની વસ્તી વૃદ્ધ છે અને ત્યાં વસ્તી વધી રહી નથી.  

3/5
3. ગ્રીસ આઈલેન્ડ
 3. ગ્રીસ આઈલેન્ડ

તમે લગભગ ગ્રીસ આઈલેન્ડનું નામ પહેલા સાંભળ્યું હોય, જ્યાંની Antikythera જગ્યા પર કોઈ વસે છે, તો ત્યાંની સરકાર તે વ્યક્તિને આગામી ત્રણ વર્ષ સુધી દર મહિને 50 હજાર રૂપિયા આપે છે. તમને જણાવી દઈએ કે આજના સમયમાં આ આઈલેન્ડ પર માત્ર 50 લોકો રહે છે. 

4/5
4. સ્પેન
4. સ્પેન

આ રીતે સ્પેનમાં એક જગ્યા છે  Ponga. આ એક પ્રકારનું ગામ છે, જેની જનસંખ્યા ખુબ ઓછી છે. તેવામાં અહીંની અર્થવ્યવસ્થાને વધારવા અને યુવા નાગરિકોને આકર્ષિત કરવા માટે અહીંની લોકલ ઓથોરિટીઝ દરેક કપલને અહીં વસવા પર 1.5 લાખ રૂપિયા આપે છે. તો જો તમે ત્યાં રહો છો અને બાળકને જન્મ આપો છો તો ઓથોરિટી તરફથી 2 લાખ રૂપિયા આપવામાં આવે છે.

5/5
5. અમેરિકા
5. અમેરિકા

અમેરિકાની અંતર્ગત આવતી જગ્યા અલાસ્કામાં પણ લોકોને રહેવા માટે પૈસા આપવામાં આવે છે. તેની પાછળનું કારણ છે કે અહીં રહેતા લોકો ખુબ ઓછા છે, કારણ કે બરફ અને ઠંડીને કારણે ખુબ ઓછા લોકો રહે છે. પરંતુ અહીં જે મનુષ્યો રહે તેને સરકાર તરફથી 1.5 લાખ રૂપિયા દર વર્ષે આપવામાં આવે છે. પરંતુ તેની એક શરત છે કે તમારે ઓછામાં ઓછા એક વર્ષ ત્યાં રહેવું પડશે.





Read More