PHOTOS

પહેલા વરસાદમાં જ ડાંગના આહવામાં આભ ફાટ્યું, ખાપરી નદીમાં પૂર આવતા લોકો ગભરાયા

: આહવા તાલુકાના ગલકુંડ વિસ્તારના ડુંગર પર આભ ફાટ્યું છે. જેના કારણે ત્યાં ધોધમાર વરસાદ થયો છે. આ સાથે આભ ફાટતા ખાપરી નદીમાં અચ...

Advertisement
1/5

આહવા તાલુકાના ગલકુંડ વિસ્તારમાં આભ ફાટતા ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. ગુરુવારે સાંજે 4 વાગ્યાના અરસામાં સાપુતારા સહીત છુટા છવાયા વિસ્તારોમાં કાળાડિબાંગ વાદળો ઘેરાતા ગલકુંડ વિસ્તારના ડુંગર પર વાદળ ફાટતા ખાપરી નદીમાં અચાનક ઘોડાપુર આવતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. 

2/5

ખાપરી નદીના કેચમેન્ટ એરિયામાં આવતા ડુબાઉ કોઝવે પર નદીના પૂર ફળી વળતા થોડા સમય માટે વાહન વ્યવહાર ઠપ્પ થયો છે. આમ, ડાંગ જિલ્લામાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. હાલ સમગ્ર ડાંગ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે.   

3/5

હવામાન વિભાગે જાહેર કરેલા મેપ પ્રમાણે, આજે શુક્રવારે, 14મી જૂનના રોજ મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે.

4/5
ત્રણ દિવસ ક્યાં વરસાદની આગાહી
ત્રણ દિવસ ક્યાં વરસાદની આગાહી

ગુજરાતમાં 3 દિવસ છૂટાછવાયા વરસાદની હવામાનની આગાહી છે. આજે દાહોદ, મહીસાગર અને સુરતમાં વરસાદની આગાહી છે. તો આજે ડાંગ, નવસારી અને તાપીમાં પણ વરસાદ પડી શકે છે. તો આવતીકાલે 15 જુને છોટાઉદેપુર, નવસારી અને ડાંગમાં આગાહી છે. આ સાથે જ તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. તો 16 જુને નવસારી, વલસાડ અને તાપીમાં વરસાદ પડી શકે છે. 

5/5
વહેલુ ચોમાસું તો આવ્યું, પણ વરસાદ ગાયબ થયો 
વહેલુ ચોમાસું તો આવ્યું, પણ વરસાદ ગાયબ થયો 

દેશમાં ચોમાસાનું આગમન તો થયું પરંતુ હજુ પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જેનું કારણ છે મોન્સૂન બ્રેક. દક્ષિણ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ તો ગયું પરંતુ હવે તે ધીમું પડી ગયું છે. પહેલા અંદાજ હતો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થશે અને આખા રાજ્યમાં ચોમાસું વરસાદ પડી શકે છે. પરંતુ દક્ષિણ ગુજરાતના રસ્તે રાજ્યમાં પ્રવેશ્યા બાદ ચોમાસું નબળું પડ્યું છે. જેના કારણે લોકોને ફરીથી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. એમાં પણ છુટો છવાયો વરસાદ આવતા બફારાનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં હજુ પણ સાર્વત્રિક વરસાદ માટે રાહ જોવી પડશે. સાથે જ વાવણીલાયક વરસાદ પણ હજુ નથી પડ્યો. આમ તો આ વર્ષે ચોમાસાનું આગમન વહેલું થયું છે. પરંતુ હાલ વ્યાપક અને સારા વરસાદની કોઈ આગાહી નથી. જેથી વાવણી કરવા માંગતા ખેડૂતોને થોડી રાહ જોવી પડશે. ઉત્તર ભારતમાં પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. ચોમાસાની ગતિ ધીમી પડવાના કારણે ઉત્તર ભારત સુધી ચોમાસું પહોંચ્યું જ નથી. જેના કારણે અસહ્ય ગરમી પડી રહી છે. 2016 પછી પ્રી મોન્સૂનની સિઝન આ વર્ષે સૌથી ગરમી રહેવાનું અનુમાન છે.





Read More