PHOTOS

મફતમાં મેળવી શકો છો Netflix અને Amazon Prime નું સબ્સક્રિપ્શન, જાણો શું છે રીત

Advertisement
1/3
Vodafone
Vodafone

વોડાફોન પણ પોતાના સબ્સક્રાઇબર્સને ફ્રીમાં Amazon Prime મેંબરશિપ આપી રહ્યું છે. આ મેંબરશિપ તે બધા પોસ્ટપેડ યૂજર્સને આપવામાં આવી રહ્યું છે જે 399 રૂપિયા અથવા તેનાથી વધુનો પ્લાન ઉપયોગ કરી રહ્યા છે. Amazon Prime ઉપરાંત વોડાફોન પોતાના 1,999 રૂપિયાના RED પોસ્ટપેડવાળા ગ્રાહકોને ત્રણ મહિનાનું Netflix સબસ્ક્રિપ્શન ફ્રી આપી રહ્યું છે. જે ગ્રાહકો 2,999 રૂપિયાના RED પોસ્ટપેડ પ્લાનનો ઉપયોગ કરે છે તે આખા વર્ષ માટે ફ્રીમાં Netflix ની મજા માણી શકે છે. 

2/3
Bharti Airtel
Bharti Airtel

Airtel પોતાના તે બધા ગ્રાહકોને ફ્રીમાં એક વર્ષની Amazon Prime મેંબરશિપ આપી રહી છે જેની પાસે 499 રૂપિયા અથવા તેનાથી વધુવાળો પોસ્ટપેડ પ્લાન છે. તેને આ ઓફરનો લાભ ઉઠાવવા માટે તમારે My Airtel એપમાં લોગ-ઇન કરવાનું રહેશે અને Amazon Prime વીડિયો આઇકોન પર ક્લિક કરવું પડશે. Airtel પોતાના V-Fiber યૂજર્સને પણ આ ઓફર આપી રહ્યું છે. 1,999 રૂપિયા અથવા તેનાથી વધુના V-Fiber યૂઝ કરનાર ગ્રાહકોને Amazon Prime ની મેંમરશિપ ફ્રીમાં મળશે. તાજેતરમાં જ પોતાના ‘Thank You’ કેમ્પેન હેઠળ યૂજર્સને ત્રણ મહિનાનું સબસ્ક્રિપ્શન પણ ફ્રી આપ્યું હતું. 

3/3
BSNL
BSNL

જો તમે BSNL ના ગ્રાહક છો અને 399 રૂપિયા અથવા તેનાથી વધુનો પોસ્ટપેડ પ્લાન યૂઝ કરી રહ્યા છો તો તમને ફ્રી અમેજોન પ્રાઇમ સબસ્ક્રિપ્શન મળશે. આ ઓફર 745 રૂપિયા અને તેનાથી વધુના બ્રોડબેંડ ગ્રાહકો માટે પણ ઉપલબ્ધ છે. તેનો ઉપયોગ કરવા માટે યૂજર્સને BSNL ની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે અને ‘BSNL Amazon Offer’ પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તેમને OTP મળશે, જેને તે પોતાના લિંક્ડ અમેઝોન એકાઉંટમાં નાખીને પોતાના સબસ્ક્રિપ્શનને એક્ટિવ કરી શકો છો. 





Read More