PHOTOS

Smartphone: વારંવાર કેમ ફૂલી જાય છે સ્માર્ટફોનની બેટરી? જાણો શું રાખવી જોઈએ સાવધાની

સ્માર્ટફોનના દોરમાં એક સમસ્યા સૌથી કોમન છે. કોઈપણ મોંઘો ફોન હોય પણ તેની બેટરી ગમે ત્યારે ખરાબ થઈ શકે છે. આ એક ગંભીર બાબત છે. શું ...

Advertisement
1/5

તમારા સ્માર્ટફોનની બેટરીની આવરદા વધારવા સ્ક્રીનની બ્રાઇટનેસ ઘટાડીને, બ્લૂટૂથ અને વાઇ-ફાઇને ઓફ કરીને રાખો. કામ ના હોય ત્યારે આ રીતે બેટરી બચાવી શકાય છે. જ્યારે જરૂર હોય ત્યારે જ તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ. તમારા સ્માર્ટ ફોનમાં જ આપેલાં છે કેટલાંક એવા સેટિંગ્સ જે તમને ખુબ જ હેલ્પ કરશે. સ્માર્ટ ફોનની બેટરીની આવરદા વધારવા માંગતા હોવ તો આજે અપનાવો આ ઉપાય.

2/5

તમારા મોબાઈલની બેટરીનો સૌથી મોટો વપરાશ બેકગ્રાઉન્ડ એપ્લીકેશન જ કરે છે. જે તમારા સ્માર્ટફોન પર સતત ચાલતી રહે છે, જો તમે ઇચ્છો છો કે સ્માર્ટફોનની બેટરી ક્યારેય ખતમ ન થાય તો તમારે તેને હંમેશા ડિસેબલ રાખવી જોઈએ અને આનાથી તમે બેટરીની આવરદા વધારી શકો છો.

3/5

સ્માર્ટફોનની બેટરી ક્યારેક ફૂલી જાય છે? આ સવાલના અનેક જવાબો હોઈ શકે છે. ખાસ કરીને કેટલીકવાર યુઝર્સની ભૂલોના કારણે પણ આવું થાય છે. યુઝર્સ ભૂલો કરતા રહે છે અને બેટરી ધીમે-ધીમે ડેમેજ થવા લાગે છે. આખરે તે ફૂલી જાય છે અને ફૂટે છે અથવા તેની ચાર્જ હોલ્ડિંગ ક્ષમતા ખતમ થઈ જાય છે.

4/5

જ્યારે તમે મોબાઈલનો વધુ પડતો અથવા ખોટી રીતે ઉપયોગ કરવાનું શરૂ કરો છો ત્યારે તેની બેટરી પણ ફૂલવા લાગે છે. જેમ કે લાંબા સમય સુધી વીડિયો જોવાથી બેટરી ખતમ થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારા સ્માર્ટફોનનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનો પ્રયાસ કરો.

5/5

દરરોજ ઘણી સ્માર્ટફોન એપ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી બેટરીનો ભરપુર વપરાશ થાય છે. એટલું જ નહીં તે એપ્લીકેશન બેટરીને ડ્રેઇન કરે છે. આમાં GPS, કેમેરા અથવા વિડિયો કૉલ્સ સંબંધિત એપ્સનો સમાવેશ થાય છે. તમે બિનજરૂરી એપ્સને બંધ કરીને અથવા અનઇન્સ્ટોલ કરીને બેટરીની આવરદા વધારી શકો છો.





Read More