PHOTOS

30 વર્ષ બાદ શક્તિશાળી ગ્રહોએ બનાવ્યો દુર્લભ યોગ, આ રાશિવાળાના ઘરમાં ધનના ઢગલા થશે, ગુપ્ત શત્રુઓ ઊંધા માથે પછડાશે

્રિકોણ રાશિમાં હાલ ગોચર કરી રહ્યા છે. વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો પોતાની ઉચ્ચ રાશિ બાદ સૌથી વધુ શક્તિશાળી પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં હોય છ...

Advertisement
1/7

તમામ નવ ગ્રહોમાં શનિ ગ્રહ સૌથી ધીમી ગતિથી ગોચર કરે છે. એક જ રાશિમાં શનિ અઢી વર્ષ સુધી બિરાજમાન રહ્યા બાદ તેઓ બીજી રાશિમાં ગોચર કરે છે. હાલમાં શનિ કુંભ રાશિમાં છે. જે તેમની મૂળ ત્રિકોણ રાશિ છે. આ રાશિમાં શનિદેવે 17 જાન્યુઆરી 2023ના રોજ પ્રવેશ કર્યો હતો. હવે તેઓ 29 માર્ચ 2025ના રોજ મીન રાશિમાં પ્રવેશ  કરશે. આ પ્રકારે શનિને ફરીથી કુંભ રાશિમાં આવતા 30 વર્ષનો સમય લાગશે. જ્યારે 16 ઓગસ્ટ 2024ના રોજ ગ્રહોના રાજા સૂર્યએ સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. આ રાશિ સૂર્યની મૂળ ત્રિકોણ રાશિ છે. 

આ રીતે બંને ગ્રહો એટલે કે શનિ અને સૂર્ય પોત પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં હાલ ગોચર કરી રહ્યા છે. વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો પોતાની ઉચ્ચ રાશિ બાદ સૌથી વધુ શક્તિશાળી પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં હોય છે અને સારું ફળ આપવાની સ્થિતિમાં હોય છે. 16 ઓગસ્ટના ગોચર બાદ સિંહસ્થ સૂર્યએ શનિ સાથે સમસપ્તક યોગ બનાવ્યો છે. જે મોટાભાગની રાશિઓ માટે શુભ છે. પરંતુ 5 રાશિઓને તે ધન અને ખુશીઓથી છલકાવી શકે છે. જાણો આ 5 ભાગ્યશાળી રાશિઓ વિશે...  

2/7
મેષ રાશિ
મેષ રાશિ

મેષ રાશિ: તમારામાં ઉર્જાનું ઉચ્ચ સ્તર રહેશે. તમે પૂરા જોશમાં અને ઉત્સાહ સાથે તમારા લક્ષ્યોની પ્રાપ્તિ તરફ અગ્રેસર રહેશો. વિદ્યાર્થીઓને કરિયરમાં ઉન્નતિ થશે. તમે કરિયરમાં નવી ઊંચાઈ સ્પર્શી શકો છો. સ્વાસ્થ્ય સારું રહેશે. તમે શારીરિક અને માનસિક રીતે ફીટ રહેશો. આધ્યાત્મિક જ્ઞાનમાં વધારો થશે. 

3/7
સિંહ રાશિ
સિંહ રાશિ

સિંહ રાશિ: આ સમય તમારા માટે સ્વયંને વ્યક્ત કરવાનો અને તમારી ક્ષમતાને પ્રદર્શિત કરવાનો સમય છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. નેતૃત્વના ક્ષેત્રમાં તમારી પ્રતિભા ચમકશે. સામાજિક દાયરો વધશે. લવ લાઈફમાં મજબૂતી આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે. કૌટુંબિક જીવન સુખદ રહેશે. 

4/7
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ: તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. તમે તમારા પર પહેલા કરતા વધુ વિશ્વાસ કરશો. સમસપ્તક યોગની અસરથી તમારી જ્યોતિષ શાસ્ત્રના અભ્યાસમાં રૂચિ વધશે. વેપાર અને નોકરીમાં ગુપ્ત શત્રુઓ પર વિજય મળશે. તમારા સારા કાર્યથી સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. અટકાયેલા અને અધૂરા કાર્યો પૂરા થશે. 

5/7
ધનુ રાશિ
ધનુ રાશિ

ધનુ રાશિ: વિદ્યાર્થીઓને મુસાફરીની નવી તકો મળશે અને જ્ઞાનમાં વધારો થશે. રચનાત્મકતામાં વધારો થશે. તમારા મનમાં નવા નવા વિચારો આવશે. નવા મિત્રો  બનશે અને જૂના મિત્રો સાથે સંબંધ મજબૂત થશે. આવક વધવાના પ્રબળ યોગ બની રહ્યા છે. આ સાથે જ આધ્યાત્મિકતા તરફ ઝૂકશો. મિત્રોનો સહયોગ મળશે.   

6/7
મકર રાશિ
મકર રાશિ

મકર રાશિ: વિદ્યાર્થીઓની કરિયરમાં ઉન્નતિ થશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. રાજનીતિ સાથે જોડાયેલા જાતકોની સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. નોકરીયાતો પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સફળ રહેશે. તમારી કલાત્મક પ્રતિભા નિખરશે. નવા વિચારો સાથે પ્રયોગ કરવાનું મન થશે. લાઈફ પાર્ટનર સાથે રોમેન્ટિક પળો વિતાવશો. 

7/7
Disclaimer:
Disclaimer:

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.





Read More