PHOTOS

સલમાન સાથે પંગો લેનાર આ સ્ટાર્સને દેખાઈ ગયા છે ધોળા દિવસે તારા

Advertisement
1/6

વિવેક ઓબેરોય : સલમાનના જાની દુશ્મનોની યાદીમાં ટોચ પર છે વિવેક ઓબેરોય.  વિવેકની ઐશ્વર્યા સાથેની નિકટતાને કારણે સલમાનની લવસ્ટોરીમાં પંક્ચર પડ્યું હતું. આ દરમિયાન વિવેકે એક પ્રેસ કોન્ફ્રન્સ બોલાવી સલમાન તેની હેરાનગતિ કરતો હોવાનો આરોપ લગાવ્યો હતો. વિવેકને પોતાની ભૂલ સમજાઈ ત્યાંસુધી ઘણું મોડું થઈ ગયું હતું અને તે બોલિવૂડમાંથી ફેંકાઈ ગયો હતો. આ મુશ્કેલ પરિસ્થિતિમાં ઐશ્વર્યાએ પણ સાથ નહોતો આપ્યો. આ ઘટના પછી વિવેક વારંવાર માફી માગી ચૂક્યો છે પણ સલમાન તેને માફ કરવાના મૂડમાં નથી. હાલમાં વિવેક વેબ સીરિઝ અને અમુક ફિલ્મ થકી પોતાના એક્ટિંગ કરિયરને બચાવવા ઘણા સમયથી સંઘર્ષ કરી રહ્યો છે.

2/6

રણબીર કપૂર : સલમાન ખાનની ગર્લફ્રેન્ડ કેટરીના કૈફે જ્યારે સલમાનનો સાથ છોડી રણબીરને ડેટ કરવાનું શરૂ કરતા આ બંને વચ્ચે દુશ્મનીનો પ્રારંભ થયો હતો. રણબીર સાથે બ્રેક-અપ થયા બાદ કેટરીના ફરી સલમાનની નિકટ ગઈ અને માફી પણ મેળવી લીધી. જોકે રણબીર સાથે હજી પણ સલમાનના સંબંધો નોર્મલ નથી થયા.

3/6

અનુરાગ કશ્યમ : ફિલ્મમેકર અનુરાગ કશ્યપનું નામ પણ સલમાનના દુશ્મનોની યાદીમાં થાય છે. મળતી માહિતી પ્રમાણે સલમાને અનુરાગના ભાઈ અભિનવને ‘દબંગ-2’ ડિરેક્ટ કરવા માટે ઓફર કરી હતી પણ તેણે આ ઓફરને નકારી કાઢી. આ ફિલ્મ પછી અરબાઝ ખાને ડિરેક્ટ કરી હતી. દુશ્મનીની આ આગમાં ઘી નાંખવાનું કામ અનુરાગે પોતે જ કર્યું હતું, તેણે એક ટ્વિટમાં લખ્યું હતું કે,"સલમાનને લાગે છે કે તે ફિલ્મ ‘દબંગ-2’ થકી મારા ભાઈની લાઈફ બનાવી રહ્યો છે.પરંતુ મને આશા છે કે તેઓ ‘દબંગ-2’ થકી પોતાના ભાઈની કરિયર બનાવી લેશે.  મારા ભાઈને તેમની જરૂર નથી પરંતુ તેમને અમારી જરૂર છે."

4/6

અરિજિત સિંહ : ફેમસ સિંગર અરિજિત સિંહ પર સલમાનના ગુસ્સાનો શિકાર બની ચૂક્યો છે. એક એવોર્ડ શોમાં સલમાનના એન્કરિંગ દરમિયાન તેમણે અરિજિતને ઉંઘતા જોયો હતો અને પછી પોતાની એક ફિલ્મમાંથી અરિજિતનું ગીત હટાવડાવી લીધુ. આ ઘટના બાદ અરિજિતે સલમાન પાસે ઘણીવાર માફી માગી પરંતુ ભાઈજાને એક પણ વાર તેની વાત સાંભળી નથી.

5/6

રેણુકા શહાણે : ફિલ્મ 'હમ આપ કે હૈં કૌન!...'માં સલમાન ખાનની ભાભીનો રોલ  કરનાર એક્ટ્રેસ રેણુકા શહાણેએ કાળિયાર કેસ મામલે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી હતી. રેણુકાની આ હરકત સલમાનને ના ગમી અને તે નારાજ થયો.

6/6

સોના મહાપાત્રા : સોના મહાપાત્રા અને સલમાન વચ્ચે દુશ્મનીનો પ્રારંભ ફિલ્મ ‘સુલતાન’ દરમિયાન થયો હતો. વાસ્તવમાં સલમાનના એક નિવેદન પર સોનાએ વિરોધ વ્યક્ત કર્યો ત્યારથી જ સલમાન સિંગરથી નારાજ છે.





Read More