PHOTOS

શું તમે પણ ઘરમાં ગમે ત્યાં રાખો સાવરણી? સુખ-સમૃદ્ધિ જોઈતી હોય તો આ દિશામાં મુકો સાવરણી

્તુશાસ્ત્રમાં ઝાડુને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. તેનો સંબંધ ધન અને માતા લક્ષ્મી સાથે છે. વાસ્તુ અનુસાર ઘરમાં સાવરણી રાખવાના નિયમો છે, ...

Advertisement
1/5
સાવરણીની દિશા
સાવરણીની દિશા

વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણીને યોગ્ય જગ્યાએ અને યોગ્ય રીતે રાખવી જરૂરી છે. નહીં તો ઘરમાં સાવરણીને ખોટી દિશામાં રાખવી ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

2/5
બરકત આવે છે
બરકત આવે છે

જો સાવરણી યોગ્ય દિશામાં રાખવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. ઘરની સમૃદ્ધિ વધે છે. માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી આવતી.

3/5
સૌથી શુભ દિશા
સૌથી શુભ દિશા

ઘરમાં સાવરણી રાખવા માટે દક્ષિણ અને પશ્ચિમ દિશાની વચ્ચેની જગ્યા શ્રેષ્ઠ માનવામાં આવે છે. અહીં સાવરણી રાખવાથી ઘરમાં સંપત્તિ વધે છે.

4/5
સાવરણી ઉભી ન રાખવી
સાવરણી ઉભી ન રાખવી

ધ્યાન રાખો કે સાવરણી ક્યારેય ઉભી ન રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણી હંમેશા નીચે અથવા આડી અવસ્થામાં રાખવી જોઈએ.

5/5
કિચન-બેડરૂમમાં ન રાખો
કિચન-બેડરૂમમાં ન રાખો

રસોડામાં અને બેડરૂમમાં ક્યારેય સાવરણી ન રાખો. મુખ્ય દરવાજા પાસે પણ ન રાખો. આમ કરવાથી દરિદ્રતા, રોગ અને દુ:ખ વધે છે. સાવરણીને હંમેશા એવી રીતે છુપાવો કે કોઈ બહારની વ્યક્તિ સાવરણી જોઈ ન શકે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)





Read More