PHOTOS

Snowfall : બરફની સફેદ ચાદરમાં ઢંકાયા ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ

ેના સંલગ્ન વિસ્તારોમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના (Western Disturbance) કારણે બ...

Advertisement
1/7
પર્વતિય માર્ગો પર પણ પથરાયો બરફ
પર્વતિય માર્ગો પર પણ પથરાયો બરફ

ભારે હિમવર્ષાના કારણે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના મોટાભાગના પર્વતિય વિસ્તારોમાં આવેલા માર્ગો પર પણ બરફ પથરાઈ ગયો છે. જેના કારણે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે. (ANI Photo)

2/7
ગુલમર્ગે પણ ઓઢી બરફની ચાદર
ગુલમર્ગે પણ ઓઢી બરફની ચાદર

પ્રવાસીઓના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર એવા શ્રીનગરના ગુલમર્ગે પણ બરફની ચાદર ઓઢી લીધી છે. પ્રવાસીઓ પણ અહીં હિમવર્ષાનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. (ANI Photo)

3/7
વાહનો પણ બરફના થર જામ્યા
વાહનો પણ બરફના થર જામ્યા

લાહોલ-સ્પિતિ જિલ્લાના કેલોંગ વિસ્તારમાં થયેલી હિમવર્ષાના કારણે વાહનો પર પણ બરફના થર જામ્યા હતા. (ANI Photo)

4/7
કેદારનાથ ધામ ઢંકાયું બરફમાં
કેદારનાથ ધામ ઢંકાયું બરફમાં

બદ્રીનાથ મંદિરની જેમ જ કેદારનાથ મંદિર પણ બરફની ચાદરમાં લપેટાઈ ગયું છે. (ANI Photo)

5/7
મનાલીમાં પથરાઈ સફેદ ચાદર
મનાલીમાં પથરાઈ સફેદ ચાદર

પ્રવાસીઓ માટેના સૌથી મનપસંદ સ્થળ મનાલીના કોઠી વિસ્તારમાં પણ ભારે હિમવર્ષાના કારણે ઠેર-ઠેર બરફ જોવા મળી રહ્યો છે. (ANI Photo)

6/7
કિન્નોર જિલ્લાની સાંગલા ખીણનું મનોરમ્ય દૃશ્ય
કિન્નોર જિલ્લાની સાંગલા ખીણનું મનોરમ્ય દૃશ્ય

કિન્નોર જિલ્લાની સાંગલા ખીણમાં બુધવારે પડેલા બરફના કારણે વૃક્ષો પણ બરફથી ઢંકાઈ જતાં મનોરમ્ય દૃશ્ય સર્જાયું હતું. (ANI Photo)

7/7
બદ્રીનાથ ધામ ઢંકાયું બરફની ચાદર હેઠળ
બદ્રીનાથ ધામ ઢંકાયું બરફની ચાદર હેઠળ

બદ્રીનાથ મંદિર પણ બુધવારે થયેલી ભારે હિમવર્ષાના કારણે સંપૂર્ણપણે બરફથી ઢંકાઈ ગયું છે. (ANI Photo)





Read More