PHOTOS

Shaniwar Upay: શનિવારે કરેલા આ 5 મહા ઉપાયથી શનિદેવ થાય છે પ્રસન્ન, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા

> સનાતન ધર્મમાં શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. શનિદેવ કર્મફળના દાતા છે. માન્યતા છે કે દરેક વ્યક્તિને શનિદેવ તેના કર્મ અનુસાર ફળ આપે...

Advertisement
1/6
આ વસ્તુઓનું કરો દાન 
આ વસ્તુઓનું કરો દાન 

હિન્દુ ધર્મમાં દાન પુણ્યનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શનિવારના દિવસે જો તમે કાળા તલ, અડદ, ગોળ, તેલ કે કાળા વસ્ત્રનું દાન કરો છો તો શનિદેવની કૃપા હંમેશા રહે છે. 

2/6
નોકરી માટે ઉપાય
નોકરી માટે ઉપાય

જો તમને અથાગ પ્રયત્નો છતાં પણ નોકરી નથી મળી રહી તો શનિવારના દિવસે પીપળાના ઝાડની નીચે 9 દીવા કરો અને ત્યારપછી તેની પરિક્રમા કરો. કહેવાય છે કે તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે. 

3/6
દીવામાં લવિંગ
દીવામાં લવિંગ

 આર્થિક સમસ્યાઓથી પરેશાન હોય તો શનિવારના દિવસે દીવો કરો તો તેમાં લવિંગ ઉમેરી દેવું. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. 

4/6
શનિદોષ માટે 
શનિદોષ માટે 

જો કુંડળીમાં શનિદોષ હોય તો શનિવારે "ઓમ એં હ્રીં શ્રીં શનૈશ્ચરાય નમ:" મંત્રનો 108 વખત જાપ કરવો. તેનાથી શનિદોષનો પ્રભાવ ઓછો થાય છે. 

5/6
કાળા કૂતરાની સેવા 
કાળા કૂતરાની સેવા 

શનિવારના દિવસે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવી હોય તો કાગડાને અને કાળા રંગના કૂતરાને રોટલી ખવડાવો. કહેવાય છે કે તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

6/6




Read More