PHOTOS

Shani Vakri 2024: 139 દિવસ સુધી વક્રી શનિ આ રાશિઓને કરશે પરેશાન, જાણો કઈ બાબતોમાં રાખવું વધારે ધ્યાન

rong>કર્મ અનુસાર ફળ આપનાર શનિદેવ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં વક્રી થયા છે. શનિ હવે 15 નવેમ્બર 2024 સુધી વક્રી અવસ્થામાં રહેશે. શનિની ...

Advertisement
1/5
વૃષભ રાશિ 
વૃષભ રાશિ 

આ રાશિના જાતકોને વક્રી શનિ નકારાત્મક ફળ આપશે. આ સમય દરમિયાન ધીરજથી કામ લેવું નહીં તો નુકસાન થશે. શત્રુ નુકસાન પહોંચાડવાના પ્રયત્ન કરશે. વેપારી વર્ગને ધનહાનિ થઈ શકે છે. જીવનમાં પડકારનો સામનો કરવો પડી શકે છે. 

2/5
મિથુન રાશિ 
મિથુન રાશિ 

મિથુન રાશિના લોકોના જીવનમાં પણ ઘણા બધા ફેરફાર થશે. આ સમય દરમિયાન આર્થિક તંગીનો સામનો પણ કરવો પડી શકે છે. આ સમય દરમિયાન ખર્ચ પર કાબુ રાખો અને બચત પર ફોકસ કરો. 

3/5
કર્ક રાશિ 
કર્ક રાશિ 

પોતાના લક્ષ્ય પર ફોકસ કરો અને કારકિર્દીમાં સમસ્યા ન આવે તે માટે સતત પ્રયત્ન કરતા રહો. નોકરી બદલવાનો વિચાર પણ હમણાં કરવો નહીં. બિઝનેસ કરતા લોકોને પ્લાનિંગ સાથે આગળ વધવું. આર્થિક બાબતોમાં રિસ્ક ન લેવું. 

4/5
વૃશ્ચિક રાશિ 
વૃશ્ચિક રાશિ 

પ્રોફેશનલ લાઇફ માટે આ સમય સારો નથી. મનમાં એકાગ્રતા નહીં જળવાય. અંગત જીવનમાં પણ સમસ્યાઓ વધી શકે છે. 

5/5
કુંભ રાશિ 
કુંભ રાશિ 

કુંભ રાશિ માટે પણ વક્રી શનિ સમસ્યાનું કારણ બની શકે છે. આ સમય દરમિયાન પ્રગતિ અટકી શકે છે અને સ્વાસ્થ્ય સમસ્યા પણ વધી શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી.