PHOTOS

સુપરહોટ ફિગર, સારી એક્ટિંગ પણ ફુટેલી કિસ્મત, આ બર્થ-ડે ગર્લનું નામ છે...

Advertisement
1/10

2017માં રિલીઝ થયેલી 'કાબિલ'માં હૃતિક રોશન સાથે જોડી બનાવીને બધાનું ધ્યાન ખેંચનારી એક્ટ્રેસ યામી ગૌતમનો આજે જન્મદિવસ છે. 28 નવેમ્બર, 1988ના દિવસે બિલાસપુરમાં જન્મેલી યામીએ ટીવીના પડદેથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. 

2/10

યામી પાસે ફિલ્મોમાં સફળતા મેળવવા માટે જરૂરી સુપરહોટ ફિગર અને એક્ટિંગ ટેલેન્ટનો સમન્વય હોવા છતાં તેને હજી ખાસ સફળતા નથી મળી. યામીની હૃતિક રોશનની હિરોઇન બનવાની તક મળી હોવા છતાં આજે બોલિવૂડમાં તેની પાસે ખાસ કંઈ કામ નથી. 

3/10

યામીએ 2012માં ફિલ્મ ‘વિકી ડોનર’થી બોલિવૂડમાં સફળ એન્ટ્રી કરી હતી. આ પછી તેણે ‘એક્શન જેક્શન’, ‘બદલાપુર’ અને ‘સનમ રે’ તેમજ ‘જુનૂનિયત’ અને ‘કાબિલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 

4/10

યામી ફિલ્મી બ્રેકગ્રાઉન્ડથી આવે છે. તેના પિતા પંજાબના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર છે. યામીની નાની બહેન પણ પંજાબી ફિલ્મો અને સિરીયલોમાં એક્ટિંગ કરે છે.

 

5/10

નાની વયે જ યામીએ દૂરદર્શનની ‘ચાંદ કે પાર ચલો’ સીરિયલથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. તેને લોકપ્રિયતા મળી ‘યે પ્યાર ન હોગા કમ’ સીરિયલથી. આખરે ૨012માં ‘વિકી ડોનર’ ફિલ્મ સાથે બોલિવૂડમાં કામ કરવાની શરૂઆત કરી હતી.

6/10

એક્ટિંગ પહેલાં યામી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરી રહી હતી. આ સિવાય તે આઇએએસ માટે પણ તૈયારી કરી રહી હતી. જોકે, એક્ટિંગ કરવાની તક મળતા બાકી બધું ભુલાઈ ગયું હતું. 

 

7/10

આશાસ્પદ એક્ટ્રેસ તરીકે બોલિવૂડમાં એન્ટ્રી લેનારી યામીનું નામ સલમાન ખાનની બહેન શ્વેતાને પરણેલા એક્ટર પુલકિત સમ્રાટ સાથે જોડાતા આખી બાજી બગડી ગઈ હતી. આ વિવાદને કારણે તેની કરિયર પર ગ્રહણ લાગી ગયું હતું. 

8/10

ફુકરેમાં ચમકેલા પુલકિત સમ્રાટ અને શ્વેતા રોહિરાએ નવ વર્ષ રોમાન્સ કર્યા પછી લગ્ન કર્યા હતા પણ દોઢેક વર્ષમાં ડિવોર્સ લઈ લીધા હતા. એ સમયે ડિવોર્સનું કારણ યામી અને પુલકિતના સંબંધો હોવાનું ચર્ચાતું હતું. 

9/10

વિવાદો પછી યામી અને પુલકિતના સંબંધોનો અંત આવ્યો હતો. હકીકતમાં યામીના માતા-પિતાને તે કોઈ પરિણીત પુરુષ સાથે સંકળાય એ પસંદ નહોતું. આ સિવાય ફિલ્મ " કાબિલ" માં યામીએ હૃતિક સાથે બોલ્ડ સીન કર્યા હોવાના કારણે તેના અને પુલકિતના પ્રેમસંબંધમાં તિરાડ પડી હતી. આખરે યામી અને પુલકિત અલગ થઈ ગયા હતા. 

10/10

હાલમાં યામી પાસે આદિત્ય ધરની 'ઉરી' છે. આ ફિલ્મમાં તેનો સહકલાકાર વિકી કૌશલ છે.





Read More