PHOTOS

Sanju Samson: સંજૂ સેમસનનું કરિયર પણ આ ભારતીય ખેલાડીની જેમ થઈ જશે ખતમ... પાક ક્રિકેટરે કહી આ વાત

: વિકેટકીપર બેટર સંજૂ સેમસનને સતત નજરઅંદાજ કરવા પર પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે પણ નિવેદન આપ્યું છે. કેરલથી આવતા આ ક્રિકેટરને ન્યૂઝીલેન્...

Advertisement
1/6
3માંથી માત્ર એક મેચમાં મળી તક
3માંથી માત્ર એક મેચમાં મળી તક

સંજૂ સેમસનને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝની ત્રીજી અને અંતિમ વનડે માટે પણ તક મળી નહીં. સેમસન સિરીઝની પ્રથમ વનડેમાં રમ્યો અને છઠ્ઠા નંબરે બેટિંગ કરી હતી. સેમસને ઓકલેન્ડમાં રમાયેલી પ્રથમ મેચમાં 36 રન બનાવ્યા હતા. પરંતુ બીજી વનડેમાં તેને બહાર કરી દેવામાં આવ્યો હતો. 

2/6
કનેરિયાએ લગાવ્યો રાજનીતિનો આરોપ
કનેરિયાએ લગાવ્યો રાજનીતિનો આરોપ

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ આરોપ લગાવતા કહ્યુ કે બીસીસીઆઈની આંતરિક રાજનીતિને કારણે સેમસનને તક મળી શકી નહીં. તેણે પોતાની યૂટ્યૂબ ચેનલ પર કહ્યું- અંબાતી રાયડૂનું કરિયર આ રીતે ખતમ થયું હતું. તેણે ખુબ રન બનાવ્યા, પરંતુ અન્યાયનો સામનો કરવો પડ્યો. કારણ છે બીસીસીઆઈ અને પસંદગી સમિતિની આંતરિક રાજનીતિ. શું ખેલાડીઓને લઈને પણ પસંદ કે નાપસંદ થાય છે?

3/6
રાયડૂને 2019 નો વિશ્વકપ રમવાની તક મળી નહીં
રાયડૂને 2019 નો વિશ્વકપ રમવાની તક મળી નહીં

અંબાતી રાયડૂને 2019ના વનડે વિશ્વકપ માટે ભારતનો નંબર-4 બેટર માનવામાં આવી રહ્યો હતો પરંતુ એમએસકે પ્રસાદની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ તેને ટીમમાંથી બહાર કરી દીધો હતો. ઓલરાઉન્ડર વિજય શંકરને પ્રાથમિકતા આપવામાં આવી હતી. કનેરિયાએ કહ્યુ- એક ખેલાડી કેટલું સહન કરી શકે છે? તે પહેલાં જ કેટલું સહન કરે છે. જ્યાં પણ તક મળે છે, સ્કોર કરે છે. આપણે એક ખેલાડીને ગુમાવી શકીએ છીએ, કારણ કે તેને ટીમમાં પસંદગીને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.   

4/6
જ્યારે ફટકારી દીધા હતા 177 રન
જ્યારે ફટકારી દીધા હતા 177 રન

અંબાતી રાયડૂને 16 વર્ષની ઉંમરમાં ભારતનું ભવિષ્ય ગણાવવામાં આવી રહ્યો હતો જ્યારે તેણે અન્ડર-19 ક્રિકેટની એક મેચમાં 177 રનની ઈનિંગ રમી હતી. તેણે વનડે દ્વારા 2013માં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તેને ખુબ ઓછી તક મળી હતી. 

5/6
અચાનક લીધી હતી નિવૃત્તિ
અચાનક લીધી હતી નિવૃત્તિ

રાયડૂએ પોતાના કરિયરમાં 55 વનડે અને 6 ટી20 આંતરરાષ્ટ્રીય મુકાબલા રમ્યા છે. તેણે વનડેમાં 3 સદી અને 10 અડધી સદીની મદદથી 1694 રન બનાવ્યા જ્યારે ટી20 મેચમાં તે કુલ 42 રન બનાવી શક્યો હતો. તેણે 2019 બાદ કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નહીં અને અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધુ હતું. 

6/6
સેમસને 7 વર્ષમાં રમી માત્ર 16 ટી20 મેચ
સેમસને 7 વર્ષમાં રમી માત્ર 16 ટી20 મેચ

સંજૂ સેમસને વર્ષ 2015માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. તેણે ઝિમ્બાબ્વે વિરુદ્ધ હરારેમાં પોતાની પ્રથમ ટી20 મેચ રમી હતી. પરંતુ ત્યારબાદ 7 વર્ષમાં તેને માત્ર 16 ટી20 મેચ રમવાની તક મળી છે. તેણે પાછલા વર્ષે વનડેમાં પર્દાપણ કર્યું હતું અને આ ફોર્મેટમાં કુલ 11 મેચ રમી છે. 





Read More