PHOTOS

રાશિફળ 15 ફેબ્રુઆરી: ઈન્ટરવ્યુ, સંબંધ કે પૈસાની ટેન્શનમાં આજે તમારો દિવસ કેવો જશે તે પહેલા ચેક કરી લો...

Advertisement
1/12
મેષ
મેષ

આજે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. આગળ વધવાની સારી તકો મળી શકે છે. લવ પાર્ટનરનો સહયોગ મળશે. મૂડ સારો રહેશે. આજે કરાયેલું રોકાણ આવનારા દિવસોમાં ફાયદો કરાવશે. ભાગ્યનો સાથ મળી શકે છે. મહેનતથી પૈસા કમાવવાનો દિવસ છે. તણાવમાં ઘટાડો થઈ શકે છે.

2/12
વૃષભ
વૃષભ

ઓફિસ કે ફિલ્ડમાં સંભાળીને કામ કરો. પૈસાનું ધ્યાન રાખો અને વિવાદથી પણ બચો. ધન લાભ અને કરાયેલા કામોનો ફાયદો પણ થોડો ઓછો થશે. તમારા આક્રમક વલણને છોડીને દરેક કામમાં મગજ લગાવો અને પોતાને પણ નિયંત્રણમાં રાખો. તમારા સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવી શકે છે. 

3/12
મિથુન
મિથુન

સમજી વિચારીને નિર્ણય લો. પોતના વિચારોથી બીજાને સહમત કરાવી શકશો. કોઈ નવી જગ્યાએ જવાનાય યોગ છે. નવા લોકો સાથે મુલાકાત થશે જે ફાયદો કરાવશે. જેટલી મહેનત કરશો તેટલા સફળ થશો. બેરોજગારોને નોકરીની તકો છે. 

4/12
કર્ક
કર્ક

દિવસ સારો છે. ઉત્સાહ વધશે. ઘર અને આસપાસની ચીજો તમારા કંટ્રોલમાં રહેશે. અટવાયેલા નાણા પરત મળશે. આવક, ખર્ચ અને પૈસાના દરેક પ્રકારના મામલાની ઝીણવટભરી તપાસ કરો. મોટા નિર્ણયો લેવા માટે સારો દિવસ છે. 

5/12
સિંહ
સિંહ

મોટા કામ પતાવવામાં ધ્યાન આપશો. પૈસા અને જુસ્સો પણ વધશે. મોટાભાગના કામ સમયસર પૂરા થશે. પાર્ટનર સાથે સંબંધમાં સુધાર થશે. વિવાદનો ઉકેલ આવશે. નોકરી કે બિઝનેસમાં નવી રૂપરેખા તૈયાર કરશો. 

6/12
કન્યા
કન્યા

જે કામ કરવાનું છે કે જવાબદારી મળી છે તે ખુશીથી સ્વીકારો. બધુ સરળતાથી પતશે. તમારા કામથી બીજાને  પ્રેરણા મળશે. નાણાકીય સ્થિતિમાં સુધાર થશે. મહેનતનું ફળ મળશે. સંબંધો મામલે વ્યવહારિક રહો. 

7/12
તુલા
તુલા

અટવાયેલા કામો પૂરા થઈ શકે છે. નોકરી અને બિઝનેસમાં સમય પર સહયોગ નહી મળવાથી પરેશાની થશે. કેટલાક લોકો તમારા કામનો વિરોધ કરી શકે છે. અપરણિત લોકોને વિવાહના પ્રસ્તાવ મળી શકે છે. 

8/12
વૃશ્ચિક
વૃશ્ચિક

સારા લોકો સાથે મુલાકાત થશે. જેનો ફાયદો પણ થશે. મિત્રો સાથે સમય પસાર થશે. આજે કરાયેલી બિઝનેસ ડીલ ફાયદાકારક રહેશે. બિઝનેસ સારો ચાલશે. પરિવારમાંથી પણ મદદ મળશે. માહોલ ખુશનુમા રહેશે. 

9/12
ધન
ધન

ભાવનાઓ સારી રીતે પ્રદર્શિત કરી શકશો. ઈન્ટરવ્યુ કે સંબંધની વાત થશે તો સારું છે. ગંભીરતાથી કરાયેલી ચર્ચાથી કોઈ ખાસ મામલાનો ઉકેલ આવી શકે છે. કાર્યક્ષેત્રમાં ઘણુખરું સફળ થશો. સંતાન તરફથી સારા સમાચાર મળશે.

10/12
મકર
મકર

નાની મોટી યાત્રા કે મહત્વપૂર્ણ વાતચીત થશે. ખાસ લોકો તમને અને કામને નોટિસ કરશે. તમારી બુદ્ધિમત્તાથી કપરાં કામો પતાવશો. વધુ મહેનતવાળું કામ પણ કરવું પડી શકે છે. પૈસાનું ટેન્શન દૂર થવાની શક્યતા છે. સારા સમાચાર મળી શકે છે. 

11/12
કુંભ
કુંભ

લોકોને મળવામાં અને વાત કરવામાં સફળ થશો. આસપાસના લોકો પર ધ્યાન રાખો. ઓફિસમાં વધુ જવાબદારીવાળું કામ મળી શકે છે. બીજાની મદદથી કરાયેલા કામોમાં અટવાઈ શકો છો. માંગલિક કામો થઈ શકે છે. મોટા ભાઈ કે મિત્રોની મદદ મળશે.  

12/12
મીન
મીન

પોતાના પર ભરોસો કરો અને આગળ વધવાનું કામ કરો. બિઝનેસ કે નોકરીમાં ખાસ કામ પતાવવા માટે સારો દિવસ છે. ભાગ્યનો સાથ મળશે. મહત્વ અને સન્માન વધવાના યોગ છે. પૈસાની સ્થિતિમાં સુધાર અને ઉન્નતિ થવાની તકો મળી શકે છે. 





Read More