PHOTOS

રાજસ્થાનમાં 12 ગુજરાતીઓને કાળમુખી ટ્રકે કચડ્યા, હાઈવે પર વેરવિખેર પડ્યા હતા મૃતદેહો

sthan Accident : રાજસ્થાનના ભરતપુરમાં જયપુર-આગ્રા હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત... રસ્તા પર ઉભી રહેલી બસને બેકાબૂ ગાડીએ ટક્...

Advertisement
1/6

ભાવનગરના શ્રદ્ધાળુઓના રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા છે. ભરતપુર નેશનલ હાઈવે પર થયેલા અકસ્માતમાં મથુરા જઈ રહેલા 12 શ્રદ્ધાળુઓએ ગમખ્વાર અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. જ્યારે 12 જેટલા લોકો ઘાયલ છે. 60 લોકો આ બસમાં સવાર હતા.  યાત્રિકોને લઈને જઈ રહેલી બસ ખરાબ થઈ જતા રસ્તાની સાઈડ પર ઉભી હતી. જેની સાથે પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેલરની ટક્કર થઈ અને પાછળથી બસનો કચ્ચરઘાણ નિકળી ગયો. છેલ્લી 2 હરોળમાં રહેલા લોકોને ખૂબ જ ઈજાઓ થઈ અને કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે. લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઈવે 21 પર હંતારા પાસે વહેલી સવારે ઘટના બની છે. મૃતકોમાં 6 મહિલાઓ અને 5 પુરુષોનો સમાવેશ થાય છે. ઘટના પર સરકાર સતત નજર રાખી રહી છે અને મૃતકોના પરિવારજનો તેમજ ઘાયલોને શક્ય એટલી તમામ મદદ પહોંચાડવામાં આવી રહી છે. સાંસદ અને ધારાસભ્ય પણ સ્થાનિક તંત્ર સાથે સંકલનમાં રહી કામ કરી રહ્યા છે. ગુજરાતની GJ 47747 બસને અકસ્માત નડ્યો હતો. ટ્રેલરનો ચાલક ફરાર છે.

2/6
રોડ પર વેરવિખેર મૃતદેહો, હાઈવે પર જામ
રોડ પર વેરવિખેર મૃતદેહો, હાઈવે પર જામ

અકસ્માત બાદ મૃતદેહો હાઈવે પર વેરવિખેર થઈ ગયા હતા. ત્યાં હાજર લોકોએ દરેક મૃતદેહને રસ્તા વચ્ચેથી હટાવીને એક બાજુએ રાખ્યા. સાથે જ હાઈવે પર પણ જામ થઈ ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ઘાયલોની હાલત નાજુક છે. જ્યારે તેઓ ભાનમાં આવશે ત્યારે તેમની પૂછપરછ કરવામાં આવશે.

3/6

રાજસ્થાનના ભરતપુરમા અકસ્માતમા ગુજરાતીઓના મોત મામલે પીએમ મોદીએ ટવીર કરી દુખ વ્યકત કર્યુ. ઇજાગ્રસ્ત લોકો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરી. મુતકોને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તાોને 50 હજારની પીએમ રીલીફ ફંડમાથી સહાય આપવાની જાહેરાત

સ્થાનિકોએ કહ્યું કે, અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સ બહુ જ મોડી હતી આવી હતી. 108 સમયસર પહોંચી હોય તો આટલા લોકોનો જીવ ન ગયો હોત અને વધુ લોકોને બચાવી શકાયા હોત.

4/6

રાજસ્થાનના ભરતપુરમાં ગુજરાતીઓને થયેલા અકસ્માતનો મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું. મુખ્યમંત્રીએ ટ્વીટમાં લખ્યું કે, રાજસ્થાનના ભરતપુર નજીક થયેલ માર્ગ અકસ્માતની ઘટના ખૂબ આઘાતજનક છે. અકસ્માતમાં ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો છે. સૌ મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્ત યાત્રિકો જલ્દીથી સાજા થાય તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું.

5/6

તો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. મૃતકોના પરિજનો પ્રત્યે અશોક ગેહલોતે સંવેદના વ્યક્ત કરી. તો કૃષિમંત્રી રાઘવજી પટેલે ટ્વીટ કરી ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું

6/6

ઉલ્લેખનીય છે કે, આજે રાજસ્થાનમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ભાવનગર જિલ્લાના 12 લોકોએ જીવ ગુમાવ્યો છે.  એક મહિનાના અંતરમાં ભાવનગરના યાત્રિકો સાથે આ બીજી વાર અકસ્માત થયો છે. ગયા મહિને ઉત્તરાખંડમાં ગુજરાતીઓને અકસ્માત થયો હતો. જેમાં સાત મુસાફરોના મૃત્યુ થયા હતા.ભાવનગરની એક ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારા આ 33 જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા હતા અને ત્યાંથી સ્થાનિક ખાનગી પ્રવાસી બસ મારફતે આગળનો પ્રવાસ કરતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. જ્યારે રાજસ્થાનમાં સર્જાયેલા અકસ્માતમાં પણ તમામ લોકો ખાનગી બસથી મથુરાની યાત્રાએ જઈ રહ્યા હતા. રાજસ્થાનની દુર્ઘટનામાં 12 લોકો ઘાયલ છે જેમની સારવાર ચાલી રહી છે.  





Read More