PHOTOS

ઓન ડ્યૂટી DSP પુત્રીને પોલીસ ઈન્સ્પેક્ટર પિતાની સેલ્યૂટ, ભાવુક કરી નાખે તેવા PHOTOS

ોસ્પિટલ પદ પર તૈનાત શ્યામ સુંદરે જ્યારે ઓન ડ્યૂટી પર તેમની પુત્રીને સલામ કરી ...

Advertisement
1/6
સોશિયલ મીડિયા પર ખુબ વખાણ
સોશિયલ મીડિયા પર ખુબ વખાણ

આંધ્ર પ્રદેશ પોલીસમાં સર્કિલ હોસ્પિટલ પદ પર તૈનાત શ્યામ સુંદરે જ્યારે ઓન ડ્યૂટી પર તેમની પુત્રીને સલામ કરી તો ત્યાં હાજર તમામ લોકોની આંખો ભરાઈ ગઈ. આંધ્ર પ્રદેશ પોલીસે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ હેન્ડલથી આ તસવીરો શેર કરી. જે ખુબ વાયરલ થઈ રહી છે અને લોકો વખાણ કરી રહ્યા છે. 

2/6
પોલીસ ડ્યૂટી મીટમાં પહોંચ્યા હતા પિતા-પુત્રી
પોલીસ ડ્યૂટી મીટમાં પહોંચ્યા હતા પિતા-પુત્રી

આંધ્ર પ્રદેશ રાજ્ય પોલીસ ડ્યૂટી મીટ 'ઈગ્નાઈટ'માં ભાગ લેવા માટે પિતા પુત્રી તિરુપતિ પહોંચ્યા હતા. 

3/6
ગર્વ અને સન્માન સાથે સલામ કરી
ગર્વ અને સન્માન સાથે સલામ કરી

આંધ્ર પ્રદેશ પોલીસે ફોટો શેર કરતા ટ્વીટ કરી કે આંધ્ર પ્રદેશ પોલીસ ડ્યૂટી મીટ પરિવારને સાથે લાવે છે! સર્કિલ ઈન્સ્પેક્ટર શ્યામ સુંદર પોતાની જ પુત્રી જેસી પ્રશાંતિ (Jessi Prasanti)ને ગર્વ અને સન્માન સાથે સલામ કરી રહ્યા છે. જે ડીએસપી છે. 

4/6
કોણ છે જેસી પ્રશાંતિ?
કોણ છે જેસી પ્રશાંતિ?

જેસી પ્રશાંતિ (Jessi Prasanti) 2018 બેચના અધિકારી છે અને હાલ ગુંટૂર જિલ્લામાં ડીએસપી પદે તૈનાત છે. તેમના પિતા સુંદરે 1996માં પોલીસ વિભાગમાં સબ ઈન્સ્પેક્ટર તરીકે જોઈન કર્યું હતું. હાલ તેઓ સર્કિલ હોસ્પિટલ છે અને પોલીસ ટ્રેનિંગ સેન્ટર (પીટીસી)માં તૈનાત છે. 

5/6
પુત્રીને જોઈને ભાવુક થયા પિતા
પુત્રીને જોઈને ભાવુક થયા પિતા

સર્કિલ ઈન્સ્પેક્ટર શ્યામ સુંદર પોતાની પુત્રીને ડ્યૂટી પર જોઈને ભાવુક થઈ ગયા. ત્યારબાદ તેઓ પુત્રી પાસે ગયા અને ગર્વથી 'નમસ્તે મેડમ' કહીને સલામ કરી. જવાબમાં જેસી પ્રશાંતિએ પણ સેલ્યુટ કર્યું અને કહ્યું 'થેંક્યુ ડેડ.'

6/6
પિતાને છે આ વાતનો વિશ્વાસ
પિતાને છે આ વાતનો વિશ્વાસ

Zee Media સાથે વાતચીત કરતા શ્યામ સુંદરે  કહ્યું કે મને વિશ્વાસ છે કે મારી પુત્રી ઈમાનદારીથી પોતાનું કર્તવ્ય નિભાવશે અને જરૂરિયાતવાળાની સેવા કરશે. આ બાજુ તિરુપતિ અર્બન ડિસ્ટ્રિક્ટ એસપી એ રમેશ રેડ્ડીએ કહ્યું કે આપણે સામાન્ય રીતે ફિલ્મોમાં આવા દ્રશ્યો જોઈએ છીએ અને આ અવસરે મને હિન્દી ફિલ્મ ગંગાજળની યાદ આવી ગઈ. પિતાના સપનાને સાકાર કરવા બદલ હું પ્રશાંતિને બિરદાવું છું અને શુભકામનાઓ આપું છું. 





Read More