PHOTOS

પ્રિયંકા ચોપડાએ દીકરી માલતી અને પતિ નિક જોનસ સાથે કર્યા રામ મંદિરમાં દર્શન, જુઓ Photos

mandir: અભિનેત્રી પ્રિયંકા ચોપડા તેના પતિ નિક જોનસ અને દીકરી માલતી મેરી સાથે અયોધ્યા રામ ભગવાનના દર્શન કરવા માટે પહોંચી હતી. ...

Advertisement
1/4

પ્રિયંકા ચોપડા અને નિક જોનસ હાલ ભારતમાં છે ત્યારે તેઓ અયોધ્યા શ્રીરામના દર્શન કરવા પહોંચ્યા હતા. આ સમયે તેની સાથે દીકરી માલતી મેરી પણ જોવા મળી હતી. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પ્રિયંકા ચોપડાએ પરિવાર સાથે રામ મંદિરમાં દર્શન કર્યા હતા. 

2/4

રામ મંદિરમાં દર્શન કરવા પહોંચેલી પ્રિયંકાએ પીળા રંગની સાડી પહેરી હતી અને દીકરી માલતી મેરીને પિંક કલરનો ડ્રેસ પહેરાવ્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી દર્શન માટે સફેદ રંગનો કુર્તો પહેર્યો હતો.  

3/4

અયોધ્યા રામ મંદિરમાં પ્રિયંકા ચોપડા અને નિક જોનસે દર્શન કરી, પૂજા કરી કપાળ પર તિલક કરાવ્યું અને ગળામાં રામ નામનું પટકન પણ પહેર્યું હતું.

4/4

પ્રિયંકા ચોપડા, નિક જોનસ અને માલતી મેરીની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વાયરલ થયેલી આ તસવીરોમાં લોકો પ્રિયંકા ચોપડા અને માલતી મેરીના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.





Read More