PHOTOS

30 નદીઓના જળથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જળાભિષેક કરાયો, એક ક્લિકમાં જુઓ ઐતિહાસિક ક્ષણ

Advertisement
1/7

30 બ્રાહ્મણો દ્વારા સંસ્કૃતમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે સરદારની પ્રતિમાની પૂજાઅર્ચના કરાઈ હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા સંપન્ન કરાઈ હતી. આ માટે 30 નદીઓના પવિત્ર જળને કેવડીયા લાવવામાં આવ્યું હતું, જેના દ્વારા જળાભિષેક કરાયો હતો. આ પ્રસંગે એકતા અને દેશપ્રમે દર્શાવતા ત્રિરંગી ફુગ્ગા આકાશમાં છોડાયા હતા.

2/7

48 મહિનાની મહેનતથી આ વિરાટ પ્રતિમા તૈયાર કરનાર શિલ્પકાર રામ સુતાર અને તેમના પુત્રનું સન્માન કરાયું હતુ. 2 એમઆઈ-14 હેલિકોપ્ટર દ્વારા પ્રતિમા પર પુષ્પવર્ષા કરાઈ હતી. આ નજારો જોનાર ત્યાં ઉપસ્થિત દરેક માટે આ ક્ષણ યાદગાર તેમજ ઐતિહાસિક બની ગઈ હતી. 

3/7

પીએમ મોદીએ અનાવરણ સમયે કહ્યું કે, એક ભારત, શ્રેષ્ઠ ભારત મંત્ર જ વિકાસનો મંત્ર છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તે આપણા એન્જિનિયરિંગ અને ટેકનિકલ આવડતનું પ્રતિક છે. ગત સાડા ત્રણ વર્ષમાં રોજ અઢી હજાર કામદારોએ મિશન મોડ પર કામ કર્યું છે. મૂર્તિકાર રામ સુતારની આગેવાનીમાં તૈયાર થયેલ કલાના આ ગૌરવશાળી સ્મારકને તૈયાર કર્યું. તેમાં યોગદાન આપનાર દરેકનું હું આદરપૂર્વક અભિનંદન કરું છું. 

4/7

પીએમ મોદીએ સંબોધન બાદ પ્રતિમાની વ્યૂઈંગ ગેલેરીની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે 135 મીટરની ઊંચાઈએ બનાવાયેલી આ ગેલેરીમાં સરદારના ચિત્રોને નિહાળ્યા હતા. 

5/7

પીએમ મોદીએ પ્રતિમાના અનાવરણની ક્ષણને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે કહ્યું કે, . કોઈ પણ દેશના ઈતિહાસમાં આવા અવસર ત્યારે આવે છે, જ્યારે તે પૂર્ણતાનો અહેસાસ કરાવે છે. કેટલીક પળ એવી હોય છે જે દેશના રાષ્ટ્રીય ઈતિહાસમાં નોંધાઈ જાય છે, જેને મટાવી શક્તુ મુશ્કેલ હોય છે. 

6/7

પ્રતિમાના અનાવરણ પહેલા પીએમ મોદીએ વેલી ઓફ ફ્લાવર્સ અને મુલાકાતીઓ માટે બનાવાયેલ ટેન્ટ સિટીને ખુલ્લી મૂકી હતી.   

7/7

પોતાના સંબોધનમાં તેમણે આ પ્રતિમાથી સ્થાનિક લોકો અને આદિવાસીઓના રોજગારના સ્ત્રોત ખુલ્લા થશે તેવું કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ પાસે બંધાયેલ ટેન્ટ સિટીમાં આદિવાસીઓનું પરંપરાગત નૃત્ય અને વાનગી બંનેનો સ્વાદ માણી શકાશે. 





Read More