PHOTOS

સ્વતંત્રતા દિવસ: PM મોદીએ લાલ કિલ્લા પર લહેરાવ્યો ધ્વજ, જુઓ Pics...

ા દિવસ (Independence Day) ઉજવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લાલ કિલ્લા પર 7મી વાર ત્રિરંગો ફરકાવ્યો છે. તેમજ લાલ કિલ્લ...

Advertisement
1/8

પ્રધાનમંત્રીનું ભાષણ સમાપ્ત થયા બાદ રાષ્ટ્રીય કેડેટ કોરના કેડેટ્સ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. આ વખતે લાલ કિલ્લા પર મહેમાનોની સંખ્યામાં કાપ મૂકવામાં આવ્યો છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા માટે મહેમાનોને લાલ કિલ્લા ખાતે અલગ અલગ બેસાડવામાં આવ્યા હતા. લાલકિલ્લા પરથી પ્રધાનમંત્રી આજે નેશનલ ઈન્ફ્રાસ્ટ્ર્કચર પાઈપલાઈન પ્રોજેક્ટની જાહેરાત કરી હતી.

2/8

કોરોનાકાળમાં પણ અનેક આપત્તિઓ આવી, પણ દેશવાસીઓએ પોતાનો વિશ્વાસ ન ગુમાવ્યો. દેશની અર્થવ્યવસ્થાને કોરોના પ્રભાવથી જલ્દી બહાર કાઢવું આપણી પ્રાથમિકતા છે. નેશનલ ઈન્ફ્રાસ્ટ્ર્કચર પાઈપલાઈન પ્રોજેક્ટમાં 110 લાખ કરોડથી વધુ ખર્ચ કરવામાં આવશે. તે માટે અલગ અલગ સેક્ટરમાં લગભગ 7 હજાર પ્રોજેક્ટની ઓળખ કરાઈ છે. તેનાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવી દિશા મળશે. નવી સદી માટે હવે આગળ વધવુ પડશે. આ સાથે સમુદ્રી તટના સમગ્ર હિસ્સામાં ફોર લેન રોડ બનાવવાની દિશામાં કામ કરીશું.

3/8

રાષ્ટ્રને સંબોધનમાં તેઓએ જણાવ્યું કે, આપણા જવાનો દરેક કોઈ મા ભારતીની રક્ષા અને સામાન્ય માનવીની સુરક્ષામાં જોડાયેલા રહે છે. આજે એ સૌને આદરપૂર્વક સ્મરણ કરવા, તેમના મહાન ત્યાગ તપસ્યાને નમન કરવાનું પર્વ છે. નાના બાળકો મને નજર નથી આવી રહ્યા. કોરોનાએ તમામને રોકી રાખ્યા છે. રોનાકાળમાં કોરોના વોરિયર્સે આટલા લાંબા સમય સુધી સેવા પરમોધર્મના મંત્રને જીવને બતાવ્યું છે, ભારતીયોની સેવા કરી છે.

4/8

આ તમામને હું આજે નમન કરું છું. કોરોનાકાળમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેના માટે સંવેદન પ્રકટ કરું છું. મને વિશ્વાસ છે કે, ગત દિવસોમાં પણ આપણે એક રીતે અનેક સંકટોમાઁથી પસાર થઈ રહ્યાં છે. પૂરનો પ્રકોપમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા. રાજ્ય સરકારો સાથે ખભો મીળાવીને મળીને તત્કાલ મદદ પહોંચાડવાનો પ્રયાસ કરીશું. એકસાથે કામ કરીશું.

5/8

આઝાદીનું પર્વ આપણા માટે આઝાદીના વીરોને યાદ કરીને નવા સંકલ્પોના ઉર્જાનો અવસર હોય છે. તે નવી પ્રેરણા લઈને આવે છે. નવી ઉમંગ, નવો ઉત્સાહ લઈને આવે છે. આ વર્ષે આપણા માટે સંકલ્પ કરવું જરૂરી છે. આપણા પૂર્વજોએ ત્યાગ આપીને આપણને જે રીતે આઝાદી અપાવી છે તે રીતે ન્યોછાવર કર્યાં છે. ગુલામીના કાળખંડમાં કોઈ ક્ષેત્ર અને પળ એવુ ન હતું, જેમાં આઝાદીની ઈચ્છાને લઈને કોઈએને કોઈ પ્રયાસ ન કર્યા હોય, પ્રયાસ ન કર્યા હોય. વીરોને નમન કરું છું. પૂજ્ય બાપુના નેતૃત્વમાં આઝાદીના આંદોલનને નવી ઉર્જા મળી.

6/8

સંબોધનમાં આત્મનિર્ભર ભારત વિશે તેમણે કહ્યું કે, ભારતે પોતાની આઝાદીની લડાઈને ક્યારેય ન છોડી. બલિદાન કરવાની જરૂર પડી, કષ્ટ આપવાની જરૂર પડી, જનઆંદોલન ઉભું કરવાની જરૂર પડી ત્યાં બધુ જ કર્યું. આઝાદી માટે માહોલ બનાવ્યો. ભારતની એક શક્તિથી દુનિયામાં બદલાવ આવ્યો. દેશવાસીઓ, આઝાદીની લડાઈમાં સમગ્ર વિશ્વમાં ભારતે એકજૂટતાની તાકાત, સામૂહિકતાની તાકાત, સંકલ્પ સમર્પણ અને પ્રેરણાને લઈને દેશ આગળ વધતો ગયો. કોરોના વૈશ્વિક મહામારી વચ્ચે 130 કરોડ ભારતીયોએ સંકલ્પ લીધ કે, આત્મનિર્ભર બનીશું.

7/8

આત્મનિર્ભર ભારત હિન્દુસ્તાનમાં છવાયેલું છે. આ સપનું સંકલ્પમાં પરિવર્તિત થઈ રહ્યું છે. તે 130 કરોડ દેશવાસીઓ માટે મંત્ર બની ગયું છે. ભારત આ સપનાના ચરીતાર્થ કરતું રહેશે. મને દેશના યુવા, મહિલા, અપ્રતિમ સામ્યર્થમાં મારો ભરોસો છે. ઈતિહાસ ગવાહ છેકે, ભારત નક્કી કરે છે તો કરીને રહે છે. આત્મનિર્ભર ભારત માટે દુનિયાને ઉત્સુકતા અને અપેક્ષા પણ છે. તેને પૂરી કરવા માટે પોતાની જાતને યોગ્ય બનાવવું આવશ્યક છે.

8/8

ભારત યુવા શક્તિથી ભરેલો દેશ છે. આત્મનિર્ભર ભારત વિકાસને નવી ઉર્જા આપશે. ભારત વિશ્વ એક પરિવારના સંસ્કારોથી આગળ વધ્યું છે. આપણા માટે વિશ્વ એક પરિવાર છે. તેથી આર્થિક વિકાસ પણ હોય, પણ સાથે સાથે માનવ અને માનવતાનું કેન્દ્ર સ્થાન પણ હોવું જોઈએ. આજે દુનિયા ઈન્ટર કનેક્ટેડ અને ઈન્ટર ડિપેન્ડન્ટ છે. તેથી સમયની માંગ છે કે, અર્થતંત્રમાં ભારતનું યોગદાન વધે. જગકલ્યાણ માટે આપણે પોતાની જાતને સામ્યર્થવાન બનાવવું પડશે. આપણું પોતાનું સામ્યર્થ મજબૂત હશે, તો દુનિયાનું કલ્યાણ કરવા સક્ષમ થયું.





Read More