PHOTOS

મોતની બિલ્ડિંગ: ધરાશાયી 5 માળની બિલ્ડિંગ, Photoમાં જુઓ ત્યારબાદની સ્થિતિ

સોમવાર મોડી સાંજે એક પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી થઇ હતી. વર્તમાન જાણકારી અનુસાર 50-60 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જો કે...

Advertisement
1/6
સોમવાર મોડી સાંજે સર્જાઇ દુર્ઘટના
સોમવાર મોડી સાંજે સર્જાઇ દુર્ઘટના

રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન એકમના મંત્રાલય રાજ્ય નિયંત્રણ કક્ષના એક અધિકારીએ જણાવ્યું કે મહાડ તાલુકોના કાજલપુરામાં તારક ગાર્ડન બિલ્ડિંગ સોમવાર મોડી સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ ધરાશાયી થઇ હતી.

2/6
લગભગ 40 ફ્લેટ હતા
લગભગ 40 ફ્લેટ હતા

અધિકારીએ જણાવ્યું કે, ઇમારતમાં લગભગ 40 ફ્લેટ હતા. તેમણે જણાવ્યું કે બચાવવામાં આવેલા લોકો મહાડના એક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ જગ્યા મુંબઇથી લગભગ 170 કિલોમીટર દુર છે.

3/6
માત્ર 10 વર્ષ જૂની બિલ્ડિંગ
માત્ર 10 વર્ષ જૂની બિલ્ડિંગ

બિલ્ડિંગ માત્ર 10 વર્ષ જૂની હતી. અત્યાર સુધીમાં 50-60 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. રેસ્ક્યૂ ઓપરેશન અત્યારે પણ ચાલી રહ્યું છે. મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી અને શિવસેના નેતા એકનાથ સિંદે સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર છે.

4/6
18 લોકો હજુ પણ ગુમ
18 લોકો હજુ પણ ગુમ

18 લોકો હજુ પણ ગુમ છે. NRDFની 3 ટીમ રાહત કાર્ય કરી રહી છે. ગૃહ મંત્રી અમિત શાહે દુર્ઘટના પર NDRFના ડીઝી સાથે વાત કરી છે. જ્યારે કાટમાળમાંથી અત્યાર સુધીમાં 8 લોકોને બચાવવામાં આવ્યા છે.

5/6
બે લોકોના થયા છે મોત
બે લોકોના થયા છે મોત

જિલ્લા કલેક્ટર અનુસાર, 2 લોકોના મોત થયા છે. પાંચ માળની બિલ્ડિંગમાં 40 પરિવાર રહેતા હતા. ઘટનાના થોડા સમય પહેલા 20થી 25 પરિવારના લોકો બિલ્ડિંગ છોડી બહાર નીકળી ગયા હતા પરંતુ કેટલાક પરિવાર બિલ્ડિંગમાં રોકાયેલા હતા.

6/6
પથ્થર વાગવાથી ઇજાગ્રસ્ત શખ્સનું હાર્ટ એટેકથી મોત
પથ્થર વાગવાથી ઇજાગ્રસ્ત શખ્સનું હાર્ટ એટેકથી મોત

ઇમારત ધરાશાયી દરમિયાન પથ્થર વાગવાથી ઘાયલ એક શખ્સનું સોમવાર મોડી રાત્રે હાર્ટ એટેક આવવાથી મોત થયું છે. વધુ એક વ્યક્તિના મોતની પુષ્ટી કરવામાં આવી છે.





Read More