PHOTOS

ગાયને ઘાસ ખવડાવતા તૈમુરના સુપરક્યુટ એક્સપ્રેશન સુધારી દેશે તમારો દિવસ

Advertisement
1/6

હાલમાં તૈમુર અલી ખાન પિતા સૈફ અલી ખાન સાથે બાંદરા વિસ્તારમાં ગાયને ઘાસ ખવડાવતો ક્લિક થઈ ગયો હતો. આ તસવીરોમાં તૈમુરે સુપરક્યુટ એક્સપ્રેશન આપ્યા છે. 

2/6

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન અને કરીના કપૂરનો દીકરો તૈમુર કોઈ સુપરસ્ટારથી ઓછો નથી. તેની દરેક તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ બની જાય છે.

3/6

હવે તૈમુરની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે તેના જેવા દેખાવના રમકડાં બજારમાં મળતા થઈ ગયા છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી એક તસવીર પર વિશ્વાસ મૂકીએ તો કેરળમાં 'તૈમુર ઢીંગલા' વેચાય છે. 

4/6

સ્ટારકિડ તૈમુર અલી ખાનના પિતા સૈફ અલી ખાને હાલમાં ખુલાસો કર્યો હતો કે તેના દીકરા તૈમુરની તસવીર ક્લિક કરનાર paparazzi તૈમુરની એક તસવીર મીડિયાને 1500 રૂ.માં વેચે છે. કરીનાના પિતા રણધીર કપૂરે આ વાતની જાણકારી આપી હતી. 

5/6

તૈમુર અલી ખાન આખા દેશના આકર્ષણનું કેન્દ્ર બનેલો છે. તેની દરેક તસવીર વાઇરલ થઈ જાય છે. કરીના પોતે પણ તૈમુરને મળતી પ્રસિદ્ધિથી બહુ ખુશ છે અને કહે છે કે તે તો ભવિષ્યનો સ્ટાર છે. 

6/6

કરીના અને સૈફ બંને તૈમુર માટે બહુ પ્રોટેક્ટિવ પણ છે અને તેને સંભાળવા માટે બે-બે હેલ્પર્સ તેમની પાસે છે. તૈમુર બહુ જલ્દી બે વર્ષનો થવાનો છે ત્યારે તેની લોકપ્રિયતા દિવસેને દિવસે વધતી જાય છે.





Read More