PHOTOS

પ્રિયંકા પહેલાં તેના ઘરને સજાવાયું દુલ્હન જેવું, જુઓ PICS

Advertisement
1/5

પ્રિયંકા અને નિકની જોડી 2 ડિસેમ્બર, 2018ના દિવસ રાજસ્થાનના ભવ્ય જોધપુરના ઉમેદ ભવન પેલેસેમાં લગ્નના બંધનમાં બંધાશે. પ્રિયંકા અને નિક 18 ઓગસ્ટ, 2018ના દિવસે મુંબઈમાં રોકા સેરિમની વખતે સગાઈના બંધનમાં બંધાયા હતા. પ્રિયંકા અને નિકના લગ્ન 2 ડિસેમ્બર, 2018ના દિવસે છે પણ મહેંદી અને સંગીત જેવા ફંક્શન તો બે-ત્રણ દિવસ એડવાન્સમાં જ શરૂ થઈ જશે. રિપોર્ટ પ્રમાણે આ લગ્ન ત્રણ દિવસ ચાલશે જેમાં સંગીતનું ફંક્શન 29 નવેમ્બર અને મહેંદીનું ફંક્શન 30 નવેમ્બરે યોજવામાં આવશે.

(Pic Courtesy: Yogen Shah)

2/5

પ્રિયંકા ચોપડાએ ઇન્ટરનેશનલ પોપ સિંગર નિક જોનાસ સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે. દીપિકાએ લગ્ન માટે ઇટાલીની પસંદગી કરી હતી જ્યારે પ્રિયંકાની ચોઈસ રાજસ્થાનનું જોધપુર છે. પ્રિયંકાની પસંદગી પાછળના રહસ્યનો હવે ખુલાસો થયો છે. તાજેતરમાં જ મધુ ચોપરાને એરપોર્ટ પર મીડિયાએ લગ્ન અંગેના સવાલો કર્યા હતા. જેનો મધુ ચોપરાએ જવાબ પણ આપ્યા. આ જ દરમિયાન લગ્ન સ્થળ તરીકે જોધપુરને પસંદ કરવા અંગે પણ મધુ ચોપરાએ ખુલાસો કર્યો. મધુ ચોપરાએ કહ્યું હતું કે આ મારું ગમતું શહેર છે. એટલે આખી દુનિયા છોડીને અમે અહીં આવ્યા છીએ.

(Pic Courtesy: Yogen Shah)

3/5

દીપિકા અને રણવીરની જેમ જ પ્રિયંકા અને નિક હિંદુ તેમજ ક્રિશ્ચન એમ બે વિધિથી લગ્ન કરવાના છે. તેમના ક્રિશ્ચન વિધિથી થનારા લગ્ન 3 ડિસેમ્બર, 2018ના દિવસે યોજાશે જ્યારે હિંદુ લગ્ન ઉમેદ ભવન પેલેસમાં 2 ડિસેમ્બરના દિવસે યોજવામાં આવશે. (Pic Courtesy: Yogen Shah)

4/5

આખા બિલ્ડિંગમાં લાઇટો મૂકવામાં આવી છે અને લગ્નની પૂર્વતૈયારીઓ તડામાર ચાલી રહી છે.

(Pic Courtesy: Yogen Shah)

5/5
PeeCee`s house
PeeCee`s house

પ્રિયંકાનું મુંબઈ ખાતેનું ઘર સારી રીતે શણગારવામાં આવ્યું છે. (Pic Courtesy: Yogen Shah)





Read More