PHOTOS

Narendra Modi Stadium: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં અનેક રેકોર્ડ બન્યા અને તૂટ્યા, ખાસ જાણો તેના વિશે

શ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આ અગાઉ અનેક રેકોર્ડ બન્યા છે અને તૂટ્યા છે. આવો જાણીએ મોટેરા સ્ટેડિયમ અને હવે નરેન્દ્ર મોદી સ્ટેડિય...

Advertisement
1/5
1987માં સુનીલ ગાવસ્કરે પૂરા કર્યા ટેસ્ટમાં 10 હજાર રન
1987માં સુનીલ ગાવસ્કરે પૂરા કર્યા ટેસ્ટમાં 10 હજાર રન

પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે વર્ષ 1987માં આ જ ગ્રાઉન્ડ પર પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 10 હજાર પૂરા કર્યા હતા. ગાવસ્કર ટેસ્ટમાં આ ઉપલબ્ધિ મેળવનારા પહેલા બેટ્સમેન બન્યા હતા. 

2/5
1994માં કપિલ દેવે બનાવ્યો 432 વિકેટ લેવાનો રેકોર્ડ
1994માં કપિલ દેવે બનાવ્યો 432 વિકેટ લેવાનો રેકોર્ડ

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવે વર્ષ 1994માં શ્રીલંકાના બેટ્સમેન હસન તિલકરત્નેને આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેમણે ન્યૂઝીલેન્ડના દિગ્ગજ પેસર રિચર્ડ હેડલીના 431 વિકેટના રેકોર્ડને તોડ્યો હતો. 

3/5
દ્રવિડ એક ઈનિંગમાં સૌથી વધુ રન કરનારા ભારતીય
દ્રવિડ એક ઈનિંગમાં સૌથી વધુ રન કરનારા ભારતીય

મોટેરા સ્ટેડિયમમાં સૌથી વધુ રન કરનાર ભારતીયનો રેકોર્ડ રાહુલ દ્રવિડના નામે છે. રાહુલ દ્રવિડે 771 રન કર્યા છે. દ્રવિડ અને તેન્દુલકરે 3-3 ટેસ્ટ સદી ફટકારી છે. દ્રવિડે એક જ ઈનિંગમાં સૌથી વધુ રન (222) કર્યા છે. 

4/5
2009માં સચિન તેન્દુલકરે પૂરા કર્યા 30 હજાર ઈન્ટરનેશનલ રન
2009માં સચિન તેન્દુલકરે પૂરા કર્યા 30 હજાર ઈન્ટરનેશનલ રન

સચિન તેન્દુલકરે આ જ મેદાન પર વર્ષ 2009માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 30 હજાર રન પૂરા કર્યા હતા. તેમણે આ સિદ્ધિ શ્રીલંકા સામે મેળવી હતી. 

5/5
અનિલ કુંબલેએ 50 રન બનાવ્યા, 7 વિકેટ પણ લીધી
અનિલ કુંબલેએ 50 રન બનાવ્યા, 7 વિકેટ પણ લીધી

દિગ્ગજ અનિલ કુંબલેએ વર્ષ 2005માં અહીં જ પોતાની 100મી ટેસ્ટ રમી હતી. આ ટેસ્ટમાં કુંબલેએ 7 વિકેટ લેવાની સાથે સાથે 50 રન પણ બનાવ્યા હતા. ભારતે આ ટેસ્ટ 259 રનથી પોતાના નામે કરી હતી. 





Read More