PHOTOS

અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીનો નવો ધડાકો! એક સાથે બે-બે આગાહી કરીને ગુજરાતીઓને ચેતવ્યા!

ther Forecast: ગુજરાતના હવામાનમાં ધરમૂળ ફેરફાર જોવા મળી રહ્યા છે. ઠંડીમાં ગરમી, ગરમીમાં વરસાદ. હવે વળી પાછી ચોંકાવનારી આગાહી કરવામાં આવ...

Advertisement
1/6

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એકસાથે બે-બે આગાહી કરી છે. અંબાલાલે જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં ઠંડી ભુક્કા બોલાવશે. આ ઠંડી ડિસેમ્બરને પણ ભુલાવી દેશે. આ સિવાય અંબાલાલે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં માવઠાં પડવાની આગાહી કરી છે. તો બીજી બાજુ પરેશ ગોસ્વામીએ પણ 5 ફેબ્રુઆરીથી કડકડતી ઠંડી માટે તૈયાર રહેવા જણાવ્યું છે.  

2/6

પરેશ ગોસ્વામીએ ઠંડી અંગે વાત કરીને જણાવ્યું કે, અલનીનોના કારણે પરિસ્થિતિ બદલાઈ છે. જાન્યુઆરીમાં ડિસેમ્બર કરતા વધુ ઠંડી જોવા મળી શકે છે તેવી પણ શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. પરેશ ગોસ્વામીએ ડિસેમ્બર કરતા જાન્યુઆરી મહિનો વધારે ઠંડો રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરીને કહ્યું છે કે, 31 ડિસેમ્બર સુધીમાં તેમણે રાજ્યના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી અન્ય ભાગોની સરખામણીમાં વધુ ઠંડા રહેવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે.

3/6
ડબલ ઋતુ અનુભવાઈ રહી છે
ડબલ ઋતુ અનુભવાઈ રહી છે

ગુજરાતમાં હાલ ડબલ ઋતુ અનુભવાઈ રહી છે. સાંજ પછી ઠંડી અને દિવસે ગરમી. આ વાતાવરણ હવે લોકોને બીમાર બનાવી રહ્યું છે. આવામાં હવામાન વિભાગની આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં તાપમાનમાં વધારો થયો છે. લોકોને કડકડતી ઠંડીથી આંશિક રાહત મળી છે. ગુજરાતનું આગામી હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગે આગાહી કરી છે.    

4/6
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી તાપમાન વધશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી તાપમાન વધશે

બીજી બાજુ હવામાન ખાતાએ મંગળવારે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તાપમાન ઉચકાશે. 24 કલાક બાદ 2 ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો થશે. 

5/6
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાની શક્યતા છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા ન થતા સંતુલિત હવામાન ન રહ્યું. તેથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે. 

6/6

કેટલાક ભાગોમાં ન્યુન્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે. આ સમયે ખેડૂતોએ પીયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી. તેમણે એમ પણ ક્હ્યું કે ફેબ્રુઆરીમાં જે ઠંડી પડશે તે ભૂક્કા કાઢે  તેવી હશે. આ સાથે તેમણે ફેબ્રુઆરી અને માર્ચમાં માવઠાની પણ આગાહી કરી છે. 





Read More